કોરોના વાઇરસ / 157 દેશોમાં ઇન્ફેક્શન અને 6515ના મોત: ઈટાલીમાં 24 કલાકમાં 368 ના મોત, અમેરિકામાં 28 રાજ્યોની સ્કૂલો બંધ

કોરોના વાઇરસ  / 157 દેશોમાં ઇન્ફેક્શન અને 6515ના મોત: ઈટાલીમાં 24 કલાકમાં 368 ના મોત,  અમેરિકામાં 28 રાજ્યોની સ્કૂલો બંધ

વોશિંગ્ટન: કોરોના વાઈરસનો પ્રકોપ હવે 157 દેશો સુધી ફેલાઈ ગયો છે. સોમવારે સવાર સુધીમાં કુલ 1,69,515 કેસ સામે આવ્યા છે. મૃત્યુઆંક 6,515 સુધી પહોંચી ગયો છે. સારી વાત એ છે કે, 77,753 લોકો ઈન્ફેક્શનમાંથી સારા પણ થયા છે. અમેરિકાએ 29 રાજ્યોની સ્કૂલોમાં આગામી આદેશ ન મળે ત્યાં સુધી સ્કૂલો બંધ કરવાનો આદેશ આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના જણાવ્યા પ્રમાણે બે હજાર હાઈસ્પીડ લેબ સોમવારથી શરૂ થશે. પોપ ફ્રાન્સિસ પણ વેટિકનથી નીકળીના રોમની ખાલી રસ્તાઓ પર નીકળ્યા હતા. તેમણે મહામારી ઝડપથી ખતમ થાય તે માટે પ્રાર્થના કરી હતી.
Advertising 
કોરોના વાઇરસ ની  અસર ગુજરાત પર: જોવા માટે આપેલ link પર ક્લિક કરો અને video જુઓ
https://youtu.be/2k7U_x6Cgs8

ઈટાલીમાં છેલ્લા 24 કલાકમાં 368 લોકોના મોત

કોરોના વાઈરસના કારણે ઈટાલીમાં છેલ્લા 24 કલાકમાં 368 લોકો મોતને ભેટ્યા છે, જ્યારે એકજ દિવસમાં 3590 નવા કેસ નોંઘાય છે. આ સાથે જ ઈટાલીમાં અત્યાર સુધીમાં 1809 લોકોના મોત થયા છે અને 24747 લોકો પોઝિટિવ છે.

જર્મનીએ પાંચ દેશ સાથેની બોર્ડર બંધ કરી

જર્મનીએ કોરોના વાઈરસના ફેલાવાને લઈને પાંચ દેશ સાથેની બોર્ડર બંધ કરી દીધી છે. જેમાં ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, સ્વિત્ઝરલેન્ડ, ડેનમાર્ક અને લક્ઝમબર્ગનો સમાવેશ થાય છે.જર્મનીમાં પોઝિટિવ કેસની સંખ્યા 4838 થઈ છે. જાપાનમાં કોરોના વાઈરસના કુલ કેસ 839 થયા અને મૃત્યુઆંક 24 થયો છે.
ઈટાલીમાં ઘણાં લોકો ચીનના વખાણ કરી રહ્યા છે, ચીન અહીં ઈન્ફેક્શન રોકવા ખાસ મેડિકલ ટીમ અને સાધનો મોકલ્યા

અમેરિકામાં 68ના મોત

અમેરિકામાં કોરોના વાઈરસને ટક્કર આપવા માટે શક્ય તેટલા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સોમવાર સવાર સુધીમાં અહીં કુલ 3,737 કેસ સામે આવ્યા હતા. અહીં 68 લોકોના મોત થયા છે. ન્યૂયોર્ક સહિત 29 રાજ્યોમાં પણ સ્કૂલ આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવી છે. અમુક રાજ્યોમાં કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. નેવી શિપ યુએસએસ બોક્સર પર એક સૈનિકને કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે. ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સના જણાવ્યા પ્રમાણે, સોમવારથી બે હજાર હાઈસ્પીડ લેબનું કામ શરૂ કરવામાં આવશે. તેનાથી ઈન્ફેક્ટેડ લોકોની ઓળખ અને સારવાર વધારે સરળ થઈ જશે. અહીં હેલ્થ ઈમરજન્સી પહેલાં જ જાહેર કરી દેવામાં આવી છે.
અમેરિકામાં દર્દીઓની સારવાર કરતાં કરતાં મેડિકલ ટીમ પણ થાકી
લેબનાનમાં લોકડાઉન

લેબનાને તેમના દરેક એરપોર્ટ બંધ કરી દીધા છે. સીમાઓ અને પોર્ટ પર બે સપ્તાહ સુધી કોઈ આવાગમન નહીં થાય. સૂચના મંત્રી મન્નાન અબ્દુલ સમદના જણાવ્યા પ્રમાણે, બહુ જરૂરી ન હોય ત્યાં સુધી લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે. અમુક અન્ય દિશા-નિર્દેશ પણ ટાળવામાં આવ્યા છે. લોકોને કહેવામાં આવ્યું છે કે, લોકડાઉનના નિયમોનું કડક રીતે પાલન કરવું. અહીં સોમવાર સુધી 100 લોકો ઈન્ફેક્ટેડ નોંધાયા છે. કુલ 3 લોકોના મોત થયા છે.

B B K NEWS ના દરેક સમાચાર વાંચો એક ક્લિક પર,  આપેલ link પર ક્લિક કરો, follow કરો અને લાઇક કરી comment કરો,  અને  જોતા રહો B B K NEWS ના દરેક સમાચાર 
https://wwwkansaramanish4bbknews.blogspot.com
પોપ ફ્રાન્સિસ પણ સક્રિય

કોરોના મહામારીએ સર્વોચ્ચ ઈસાઈ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસને પણ ચિંતિત કરી દીધા છે. પોપ રવિવારે બપોરે વેટિકનથી નીકળીને રોમના ખાલી રસ્તાઓ પર જોવા મળ્યા હતા. વેટિકનના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, પોપ રોમના રસ્તાઓ પર નીકળ્યા હતા. તેઓ બે એવી જગ્યાઓ પર ગયા હતા જ્યાં શ્રદ્ધાળુઓ જાય છે. રવિવારે વેટિકનમાં આવેલું સેન્ટ પીટર્સ સ્ક્વેર ચર્ચ પણ ખાલી જોવા મળ્યું હતું.
પોપ ફ્રાન્સિસે મહામારી ખતમ થાય એવી પ્રાર્થના કરી
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો