નિઝામુદ્દીનના મરકજ / મરકજમાં ભાગ લેનાર હજારો લોકોની શોધખોળ માટે અભિયાન શરૂ; યુપીમાં 95% ટ્રેસ, એમપીમાં 11 ક્વારેન્ટાઈન, રાજસ્થાનમાંથી યાદી મંગાવી
નિઝામુદ્દીનના મરકજ / મરકજમાં ભાગ લેનાર હજારો લોકોની શોધખોળ માટે અભિયાન શરૂ; યુપીમાં 95% ટ્રેસ, એમપીમાં 11 ક્વારેન્ટાઈન, રાજસ્થાનમાંથી યાદી મંગાવી નવી દિલ્હીઃ નિઝામુદ્દીનમાં તબ્લીગી જમાતના મરકજમાં 24 કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા બાદ હવે અહી આવનાર હજારોની સંખ્યામાં લોકોએ તપાસ અને આઈસોલેટ કરવાનું એક વ્યાપક અભિયાન શરૂ થયું છે, અહીં યોજાયેલા ધાર્મિક આયોજનમાં સામેલ થયા હતા. યુપીથી મરકજ જનારા 157 લોકો પૈકી 95 ટકાને ટ્રેસ કરવામાં આવ્યા છે. રાજસ્થાને પણ આવા લોકોની યાદી મંગાવી છે, જે મરકજમાં સામેલ હતા. જોકે, રાજ્ય સરકાર પાસે હજુ આ જાણકારી નથી કે કેટલા લોકો અહીંથી મરકજ ગયા હતા. Advertisements ગૃહ મંત્રાલયે મંગળવારે કહ્યું-21 માર્ચ સુધી હજરત નિઝામુદ્દીન મરકજમાં આશરે 1,746 લોકો રોકાયા હતા. આ પૈકી 216 વિદેશી અને 1530 ભારતીય હતા. મરકજના કાર્યક્રમ ઉપરાંત દેશના વિવિધ ભાગોમાં 824 વિદેશી 21 માર્ચ સુધી તબ્લીગીની પ્રવૃત્તિઓમાં સામેલ હતા. રાજ્ય પોલીસે દેશના વિવિધ ભાગોમાં 824 વિદેશીઓની જાણકારી આપવામાં આવી છે, જેથી તેમની મેડિકલ સ્ક્રીનિંગ અને ક્વારેન્ટાઈનમાં મોકલવામાં આ...