કોરોના અપડેટ / વર્લ્ડ:વિશ્વભરમાં 30 હજાર લોકોના જીવ ગયા, માત્ર યુરોપમાં 20 હજારના મોત; કેનેડાના પ્રધાનમંત્રી ટ્રૂડોની પત્ની સાજી થઈ ગઈ
કોરોના અપડેટ / વર્લ્ડ:વિશ્વભરમાં 30 હજાર લોકોના જીવ ગયા, માત્ર યુરોપમાં 20 હજારના મોત; કેનેડાના પ્રધાનમંત્રી ટ્રૂડોની પત્ની સાજી થઈ ગઈ
આંતરરાષ્ટ્રીય:વિશ્વના મોટા ભાગના દેશો આજે કોરોના વાઈરસ સામે લડી રહ્યા છે. વિશ્વભરમાં કોરોના વાઈરસના કેસ 6 લાખ 63 હજાર 740 થઈ ગયા છે. જ્યારે મૃત્યુઆંક 30 હજાર 879 થઈ ગયો છે. એક લાખ 42 હજાર 183 લોકો સંક્રમણ પછી સાજા થઈ ગયા છે. અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા એક લાખ 23 હજાર 750 એ પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 2227 થઈ ગયો છે. ઈટાલીમાં કોરોના વાઈરસના કેસ એક લાખે પહોંચવા આવ્યા છે, જ્યારે અહીં મૃત્યુઆંક 10 હજાર પાર પહોંચી ગયો છે. વાઈરસની જ્યાંથી શરૂઆત થઈ હતી તેવા ચીનમાં કુલ 81439 કેસ નોંધાયા હતા. તેમાંથી હાલ માત્ર 2691 દર્દી જ સારવાર લઈ રહ્યા છે. ચીનમાં મૃત્યુઆંક 3300 હતો.
Advertisements
ટ્રમ્પે કહ્યું હતું કે ન્યૂયોર્ક અને તેના પાડોશી રાજ્યોને ક્વારેન્ટાઈન નહીં કરાય
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ન્યૂયોર્ક અને તેના પાડોશી રાજ્યોને ક્વારેન્ટાઈન કરવામા આવશે નહીં. તેમણે વધુમાં કહ્યું હતું કે કોરોના વાઈરસના સંક્રમણ વચ્ચે ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને કનેકટિકટ માટે ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડવામાં આવશે. તેઓ થોડા સમય માટે આ રાજ્યોને ક્વારેન્ટાઈન કરવાનો વિચાર કરી રહ્યા હતા. વ્હાઈટ હાઉસમાં કોરોના વાઈરસ ટાસ્ક ફોર્સની ભલામણ અને ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને કનેક્ટિકટના ગવર્નરો સાથે વાતચીત પછી મેં થોડા દિવસો માટે આ જગ્યાએ કડક ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડવાનું કહ્યુ છે.
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોની પત્ની કોરોના વાઈરસના સંક્રમણથી સાજી થઈ ગઈ
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોની પત્ની સોફી ગ્રેગોઈરે કોરોના વાઈરસનો ભોગ બન્યા બાદ સાજી થઈ ગઈ છે. સોફીએ શનિવારે આ જાણકારી આપતા કહ્યું હતુંકે મને હવે સારું લાગે છે. 12 માર્ચના રોજ લંડનના પ્રવાસ પછી તેને કોરોના વાઈરસનું સંક્રમણ લાગ્યું હતું. ત્યાર પછી પ્રધાનમંત્રી ટ્રુડો અને તોનો પરિવાર પણ આઈસોલેશનમાં હતો. કેનેડામાં અત્યાર સુધીમાં 5655 પોઝિટિવ કેસ છે અને 60 લોકોએ જીવ ગુમાવ્યો છે.
ઈટાલીમાં ત્રણ એપ્રિલના રોજ લોકડાઉન સમાપ્ત થાય છે
યુરોપમાં કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશ ઈટાલી છે. શનિવારે અહીં 889 લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં અહીં 10 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. અહી કુલ 92472 કેસ પોઝિટિવ નોંધાયા છે. સરકારે અહીં 9 માર્ચથી 3 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી. દેશમાં છ કરોડ લોકો પોતાના ઘરમાં કેદ છે. ઈટાલીના પ્રધાનમંત્રી ગ્યુસેપ કોંટે લોકડાઉનનો સમય વધારી શકે છે.
સ્પેનમાં અત્યાર સુધીમાં છ હજાર લોકોના મોત
સ્પેન યુરોપનો બીજો સૌથી પ્રભાવિત દેશ છે. અહીં અત્યાર સુધીમાં છ હજાર લોકોના મોત થયા છે. કુલ 73235 કેસ નોંધાયા છે. અહીંની સરકારે 11 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. સ્પેને શનિવારે ચીનમાંથી 12 લાખ માસ્ક ખરીદ્યા છે.
કયા દેશમાં શુંસ્થિતિ છે તે જોઈએ
| દેશ | કેસ | મોત |
| અમેરિકા | 123750 | 2227 |
| ઈટાલી | 92472 | 10023 |
| ચીન | 81439 | 3300 |
| સ્પેન | 73235 | 5982 |
| જર્મની | 57695 | 433 |
| ફ્રાન્સ | 35575 | 2314 |
| ઈરાન | 35408 | 2517 |
| બ્રિટન | 17089 | 1019 |
| સ્વિત્ઝરલેન્ડ | 14076 | 264 |
| નેધરલેન્ડ | 9762 | 639 |
| દ. કોરિયા | 9583 | 152 |
| બેલ્જિયમ | 9134 | 353 |
| ઓસ્ટ્રિયા | 8271 | 68 |
| તુર્કી | 7402 | 108 |
| કેનેડા | 5655 | 60 |
| પોર્ટુલગ | 5170 | 100 |
| નોર્વે | 4032 | 23 |
| બ્રાઝીલ | 3904 | 114 |
| ઓસ્ટ્રેલિયા | 3809 | 14 |
| ઈઝરાયલ | 3619 | 12 |
| સ્વિડન | 3447 | 105 |
| આયરલેન્ડ | 2415 | 36 |
| મેલેશિયા | 2320 | 27 |
| ભારત | 987 | 24 |
અપડેટ્સ
શ્રીલંકામાં કોરોના વાઈરસથી પ્રથમ મોત નોંધાયું, અહીં 113 કેસ નોંધાયા છે.
ન્યૂઝીલન્ડમાં કોરોનાથી પ્રથમ મોત નોંધાયું, અહીં કુલ કેસ 514 છે.
અમેરિકામાં કોરોના વાઈરસથી પ્રથમ બાળકનું મોત.
યુનાઈટેડ નેશને અમેરિકાને અઢી લાખ સર્જિકલ માસ્ક આપ્યા.
વેટિકન સિટીમાં છ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પોપ ફ્રાન્સિસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો.
વધુ 275 ભારતીયોને ઈરાનથી પરત લવાયા.
ન્યૂઝીલન્ડમાં કોરોનાથી પ્રથમ મોત નોંધાયું, અહીં કુલ કેસ 514 છે.
અમેરિકામાં કોરોના વાઈરસથી પ્રથમ બાળકનું મોત.
યુનાઈટેડ નેશને અમેરિકાને અઢી લાખ સર્જિકલ માસ્ક આપ્યા.
વેટિકન સિટીમાં છ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પોપ ફ્રાન્સિસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો.
વધુ 275 ભારતીયોને ઈરાનથી પરત લવાયા.
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment