કોરોના / 623 કેસ, 12 મોતઃ 25 રાજ્યોમાં પહોંચ્યુ સંક્રમણ, અમેરિકાએ ભારત સ્થિત તેના નાગરિકોને કહ્યું- લોકડાઉનનું પાલન કરો
623 કેસ, 12 મોતઃ 25 રાજ્યોમાં પહોંચ્યુ સંક્રમણ, અમેરિકાએ ભારત સ્થિત તેના નાગરિકોને કહ્યું- લોકડાઉનનું પાલન કરો
નવી દિલ્હીઃદેશમાં કોરોના વાઈરસનો આતંક જારી છે. બુધવારે દેશમાં 87 નવા કેસ સામે આવ્યા છે. રાજ્ય સરકારો તરફથી જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી પ્રમાણે સંક્રમિતોની સંખ્યા બુધવારે 623 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 12 લોકોએ કોરોનાને લીધે જીવ ગુમાવ્યા છે. બુધવારે કોરોનાના બે દર્દીનું મોત થયું હતું. સવારે તમિલનાડુના મદુરાઈમાં 54 વર્ષના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું અને સાંજે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં 65 વર્ષિય મહિલાનું મોત થયું હતું. મિઝોરમમાં નેધર્લેન્ડથી પરત ફરેલા પાદરીમાં કોરોના પોઝિટિવ આવ્યો છે. તે મિઝોરમમાં સંક્રમણનો પ્રથમ અને પૂર્વોત્તર રાજ્યમાં બીજો કેસ છે. આ સાથે કોરોના સંક્રમિત રાજ્યોની સંખ્યા પણ 25 થઈ ગઈ છે. બીજી બાજુ અમેરિકાના દૂતાવાસે ભારતમાં ફસાયેલા તેના નાગરિકોને કહ્યું છે કે તેઓ અમેરિકી નાગરિકો ભારતીય કાયદાનું પાલન કરે. અહીં 15 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. તે આવશ્યક વ્યવસ્થા કરવા માટે ભારત સરકારના સંપર્કમાં છે. નાગરિકોને બહાર કાઢવા માટે અમેરિકા સરકાર અને એરલાઈન કંપનીઓ વચ્ચે વાતચીત થઈ રહી છે.
Advertisements
બીજી બાજુ સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે સંક્રમિતોના સીધા સંપર્કમાં આવનાર લોકો અને પીડિતોના ઈલાજ માટે આરોગ્ય કર્મચારીઓના બચાવ માટે હાઈડ્રોક્લોરોક્વીન નામની દવાનો ઉપયોગ કરી શકે છે. અન્ય કોઈ વ્યક્તિ આ દવાનો ઉપયોગ કરી શકે નહીં. દિલ્હી એમ્સના નિર્દેશક ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું કે અમે ટેલિ કન્સલ્ટેશન સુવિધા શરૂ કરી હતી. અનેક દર્દીઓને એપોઈનમેન્ટ હતી, જે અમે રદ્દ કરી છે. ગંભીર દર્દીઓ આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે. ફોલોઅપ માટે આવનાર દર્દીને ફોન પર ડોક્ટરની સલાહ લઈ શકે છે. આ વ્યવસ્થા આગામી એક-બે દિવસ ચાલશે.
દિલ્હીના મહોલ્લા ક્લિનિક પર એક સંક્રમિત વ્યક્તિ પહોંચ્યો
કેન્દ્ર સરકારના જણાવ્યા પ્રમાણે દેશમાં 553 સંક્રમિતોનો ઈલાજ થઈ રહ્યો છે. 42 લોકો સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જોકે, કેન્દ્ર સરકારે મૃતકોની સંખ્યા 10 દર્શાવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં પાંચ નવા સંક્રમણના કેસ સામે આવ્યા છે. તેમાંથી એક વિદેશી યાત્રા કરી હોવાની જાણકારી મળી છે. દિલ્હીમાં સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 35 થઈ ગઈ છે. આ ઉપરાંત મૌજપુરના મોહનપુરીમાં આવેલા મોહલ્લા ક્લિનિકમાં સંક્રમણનો એક પોઝિટિવ દર્દીની ઓળખ કરવામાં આવી છે. 12થી 18 માર્ચ દરમિયાન આવનાર લોકો હોમ ક્વોરેન્ટાઈનની સલાહ આપવામાં આવી છે.
દિલ્હીની કોર્ટોમાં કામકાજ બંધ
દિલ્હી હાઈકોર્ટે દેશભરમાં 21 દિવસના લોકડાઉનને ધ્યાનમાં રાખીને રાજધાનીના તમામ જિલ્લાની અદાલતોમાં 15 એપ્રિલ સુધી કામકાજ બંધ કરવા આદેશ કર્યો છે. આ ઉપરાંત ગૃહ મંત્રાલયે પણ કોરોને લીધે 2021ની વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાને અટકાવવાનો નિર્ણય કર્યો છે.
સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાંથી
અત્યાર સુધીમાં સૌથી વધારે 116 કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે, જ્યારે કેરળ 109 સાથે બીજા નંબર પર છે. કર્ણાટક સરકારે કહ્યું છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ સંખ્યા વધીને51 થઈ ગઈ છે. આ પૈકી ત્રણ લોકોની તબીયત સારી થતા રજા આપી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રાત્રે 12 વાગ્યાથી 21 દિવસ માટે દેશભરમાં લોકડાઉન જાહેર કર્યુંહ તું. ગૃહમંત્રાલયના મતે આ સમયે નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમા એકથી બે વર્ષની જેલની સજાની જોગવાઈ છે.
આ સાથે જ તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે કહ્યું કે, લોકો લોકડાઉનનું ઉલ્લંઘન ન કરે. અમેરિકામાં આના માટે સેના બોલાવવી પડી હતી. જો આપણા અહીંયા સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે તો ગોળી મારવાના આદેશ આપવા માટે મજબૂર થવું પડશે.
આ સાથે જ તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે કહ્યું કે, લોકો લોકડાઉનનું ઉલ્લંઘન ન કરે. અમેરિકામાં આના માટે સેના બોલાવવી પડી હતી. જો આપણા અહીંયા સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે તો ગોળી મારવાના આદેશ આપવા માટે મજબૂર થવું પડશે.
અપડેટ્સ
મધ્યપ્રદેશઃ રવિવારે પ્રોફેરસ કોલોનીમાં પોઝિટિવ મળી આવેલી છોકરીના પિતા પણ સંક્રમિત થયા છે. છોકરીના પિતા પત્રકાર છે. તેઓ ૨૦ માર્ચે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ થયા હતા. જેમાં કમલનાથે રાજીનામાની જાહેરાત કરી હતી. પત્રકારમાં સંક્રમણ સામે આવવાના કારણે કમલનાથે પણ પોતાને આઈસોલેટ કરી લીધા છે.
પંજાબઃ લોકડાઉનના પહેલો દિવસ છે, પરંતુ અહીંયા ત્રણ દિવસથી કર્ફ્યૂ લાગુ છે. પરંતુ બજારમાં ભીડ એવી છે, જાણે કોઈ તહેવાર હોય. મોટાભાગના શહેરોમાં આ જ સ્થિતિ છે. પોલીસે પહેલા હાથ જોડીને સમજાવ્યા, લોકો ન માન્યા તો કડકાઈ પણ કરી. ઘણી જગ્યાએ લોકોને લાકડીઓથી મારવામાં આવ્યા, હોશિયારપુરમાં સંતાતા સંતાતા જાન લઈને જનારા વરરાજા પર પણ પોલીસે કેસ કર્યો છે. તંત્રએ લોકોને અપીલ કરી છે કે જરૂરી વસ્તુઓની સપ્લાઈ ઘરે ઘરે જઈને કરવામાં આવશે.

ઝારખંડઃ અહીંયા ઘણી જગ્યાઓ પર બજારમાં રાશન એકઠું કરવા માટે ભીડ જોવા મળી હતી, તો ઘણા એવા વિસ્તાર હતા જ્યાં લોકો કતારોમાં સામાન લેતા જોવા મળ્યા હતા. ત્યારબાદ જનતાએ વાત ન માનતા ગુમલા, ધનબાદ, જમશેદપુર, લોહદગા, પલામૂ સિવાય અન્ય શહેરોમાં પોલીસે મોર્ચો સંભાળ્યો હતો.
12:40 PM COVID-19 સામે લડત આપવાઈન્ડિયન આર્મી રાષ્ટ્રને ટેકો આપતા આદેશની બહાર કામ કરશે: જનરલ બિપિન રાવત
12:31 PM કોરોના વાઈરસના કહેરના કારણે પુડ્ડુચેરીમાં ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે સાથે તમામને પાસ એટલે કે ‘ઓલ પાસ’ જાહેર કરી દેવાયા છે.

12:24 PM રાજસ્થાનઃ અહીંયા ચાર નવા કેસ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેમાંથી બે વ્યક્તિ ભીલવાડાના મેડિકલ સ્ટાફના છે. હવે રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 36એ પહોંચ્યો છે.
હવે મુદરૈમાં 54 વર્ષના દર્દીએ દમ તોડ્યો; 15 દિવસમાં 11 લોકોના મોત, આમાથી 8ને પહેલાથી ડાયાબિટીસની બિમારીહતી
કોરોનાના સંક્રમણના કારણે 15 દિવસમાં 11 લોકોના મોત થઈ ગયા છે. બુધવારે સવારે મદુરૈમાં 54 વર્ષીય કોરોના સંક્રમિત દર્દીનું મોત થઈ ગયું છે. તમિલાનડુના સ્વાસ્થ્ય મંત્રી સી વિજય ભાસ્કરે કહ્યું કે, દર્દીને લાબાં સમયથી ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની સમસ્યા હતી.
ડરીને ખરીદી ન કરશો, જરૂરિયાત વાળી વસ્તુઓ જ લેશોઃ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કોરોનાને હરાવવા માટે આપણે બધાએ ઘરે રહેવું જોઈએ. ગભરાવાની જરૂર નથી. વડાપ્રધાન મોદીના ભાષણ બાદ મંગળવારે લોકોએ જરૂરી ચીજો ખરીદવા માટે દુકાનો પર ભીડ જમાવી હતી. હું ફરી લોકોને અપીલ કરીશ કે તે ગભરાઈને ખરીદી ન કરે. હું લોકો આશ્વાસન આપું છું કે એવી વસ્તુઓમાં કોઈ ઘટાડો નહીં થાય. જરૂરી સેવાઓ આપનારા લોકો પાસે આઈ કાર્ડ નથી સરકાર તેમને આપશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કોરોનાને હરાવવા માટે આપણે બધાએ ઘરે રહેવું જોઈએ. ગભરાવાની જરૂર નથી. વડાપ્રધાન મોદીના ભાષણ બાદ મંગળવારે લોકોએ જરૂરી ચીજો ખરીદવા માટે દુકાનો પર ભીડ જમાવી હતી. હું ફરી લોકોને અપીલ કરીશ કે તે ગભરાઈને ખરીદી ન કરે. હું લોકો આશ્વાસન આપું છું કે એવી વસ્તુઓમાં કોઈ ઘટાડો નહીં થાય. જરૂરી સેવાઓ આપનારા લોકો પાસે આઈ કાર્ડ નથી સરકાર તેમને આપશે.

પીલીભીતમાં વધુ એક પોઝિટિવ કેસ
ઉત્તરપ્રદેશના પીલીભીતમાં કોરોના વાઈરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. આ વ્યક્તિ વિદેશ નહતો ગયો, પરંતુ કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવીને સંક્રમણનો શિકાર બન્યો હતો. ઉત્તરપ્રદેશમાં કોરોના વાઈરસના 36 પોઝિટિવ કેસ મળ્યા છે.
ઉત્તરપ્રદેશના પીલીભીતમાં કોરોના વાઈરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. આ વ્યક્તિ વિદેશ નહતો ગયો, પરંતુ કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવીને સંક્રમણનો શિકાર બન્યો હતો. ઉત્તરપ્રદેશમાં કોરોના વાઈરસના 36 પોઝિટિવ કેસ મળ્યા છે.
આજે ઈન્દોરમાં 4 અને ઉજ્જૈનમાં એક પોઝિટિવ કેસ મળ્યા, રાજ્યના 6 જિલ્લામાં સંક્રમણ
મધ્યપ્રદેશમાં જબલપુર, ભોપાલ બાદ બુધવારે ઈન્દોર અને ઉજ્જૈનમાં પણ કોરોના વાઈરસના સંક્રમિત દર્દી મળ્યા છે. ઈન્દોરમાં પોઝિટિવ મળ્યા 4 દર્દીમાંથી ૩ એક જ પરિવારના છે, જેમાંથી ગત દિવસો ઋષિકેશથી પાછા આવ્યા હતા. તેમણે શહેરના બોમ્બે હોસ્પિટલ, અરિહંત હોસ્પિટલ અને એમવાય હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ઉજ્જૈનમાં 4 દિવસથી ભરતી મહિલાઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ રાજયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 14 થઈ ગઈ છે. અત્યાર સુધી જબલપુરમાં 6, ભોપાલ, ગ્વાલિયર અને શિવપુરીમાં એક-એક પોઝિટિવ દર્દી મળી આવ્યા છે.
- મહારાષ્ટ્રમાં સાંગલીમાં એક જ પરિવારના 5 વ્યક્તિઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યાં. આ સાથે મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવની સંખ્યા 112 પર પહોંચી.
- મધ્યપ્રદેશના ઈન્દોરમાં 6 લોકોના કોરોનાથી પોઝિટિવ મળી આવ્યા છે, જેમાંથી પાંચ લોકો ઈન્દોરના અને એક ઉજ્જૈનનો રહેવાસી છે.
- ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રાજ્ય અને જિલ્લા સ્તરે 24 કલાક કામ કરવા વાળો કંટ્રોલ રૂમ બનાવવા માટે કહ્યું છે.
- મહાન એરલાઈન્સનું વિમાન ઈરાનના તેહરાન શહેરથી 277 ભારતીયોને લઈને દિલ્હીને પહોંચ્યુું

- ઉત્તરાખંડના મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે, રાજ્યમાં તમામ જરૂરી સામાનની દુકાનો સવારે 7 થી 10 વાગ્યા સુધી ખુલી રહેશે.
- છત્તીસગઢમાં સરકારે તમામ ગરીબ પરિવારે એપ્રિલ અને મે મહિનામાં સાર્વજનિક વિતરણ પ્રણાલી હેઠળ મફત ચોખા આપવાની જાહેરાત કરી છે.
- ઉત્તરપ્રદેશ-દિલ્હી બોર્ડર પર પોલીસની બેરકેડિંગ ચાલું છે. પોલીસ માત્ર જરૂરી સામાન વાળી ગાડીઓને જવાની મંજૂરી આપી રહી છે.
- B B K NEWS
- #manishkansara
- OWNER
- Manish Kansara
- 6352918965
- ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment