કોરોના સંક્રમણને કારણે રાજપીપળામાં જૈન મંદિર બંધ હોવાથી ઘરે રહીને આયંબિલના નવપદની ઓળીની આરાધના કરતા જૈનો
કોરોના સંક્રમણને કારણે રાજપીપળામાં જૈન મંદિર બંધ હોવાથી ઘરે રહીને આયંબિલના નવપદની ઓળીની આરાધના કરતા જૈનો
Ⓜ️કોરોના સંક્રમણને કારણે રાજપીપળામાં જૈન મંદિર બંધ હોવાથી ઘરે રહીને આયંબિલના નવપદની ઓળીની આરાધના કરતા જૈનોⓂ️કોરોનાવાયરસ ના રાક્ષસના ઉદભવનો ખાત્મો કરવા તપ, જપ,આરાધના અને ચિંતામણી પાર્શ્વનાથના નવ દિવસ સ્ત્રોતના પાઠ કરશે.
Ⓜ️નવ દિવસ મીઠા વગરનુ કોરૂ ખાવાનો મહિમા
Advertisements
રાજપીપળા: કોરોના સંક્રમણને કારણે રાજપીપળામાં જૈન મંદિર બંધ હોવાથી ઘરે રહીને આયંબિલના નવપદની ઓળી ની આરાધના કરવા જૈનને અનુરોધ કરાયો છે, જેમાં કોરોનાવાયરસ ના રાક્ષસના ઉદભવનો ખાત્મો કરવા તપ, જપ, આરાધના અને ચિંતામણી પાર્શ્વનાથના નવ દિવસ સ્ત્રોતના પાઠ કરશે.ચૈત્ર માસમાં સરસ્વતી નવપદની આયંબિલની ઓળીનો શુભ પ્રારંભ થઇ રહ્યો છે જેમાં ચૈત્ર સુદ-૭ ને મંગળવાર તા,31/3/2020 થી ચૈત્ર સુદ પૂનમ-બુધવાર તા,8/4/2020 સુધી આયંબિલ ની નવપદ ઓળી ની આરાધના કરવાની હોય છે હાલ દેરાસર બંધ હોવાથી આરાધના દેરાસરમાં થઈ શકે તેમ નથી તેથી દરેક જૈન ભાઈઓ-બહેનો તથા બાળકોને નવપદ ઓળીની આરાધના ઘરે રહીને કરવા અનુરોધ કરાયો છે.
આ આરાધનામાં નવ દિવસ સુધી બે વાર સામાયિક તથા નવકાર મહામંત્રના જાપ કરે, ૨૭ વખત ઉવસગહરમ નુ સુત્ર બોલે , ચાર લોગસ્ય નો જાપ કરે, ભકતામરની ૩૫મી ગાથા ૨૧ વખત બોલવાનું હોય છે.શાશ્વતી આયંબિલ ની ઓળી દરમ્યાન જૈન શ્રાવકો નવકારશી, બિયાસણા , એકાસણા , ઉપવાસ આદિ તપ કરવું ઘરે રહીને કરી રહ્યા છે.
શ્રી સકલ જૈન સમાજે આયંબિલ ઓળીની આરાધના ઘરે રહીને કરવાની છે ભારતદેશ અને દુનિયા પર આવેલા કોરોના વાયરસના રાક્ષસના ઉપદ્ગવનો ખાત્મો કરવા
તપ,જપ ,આરાધના ,અને ચિન્તામણી પાશ્વૅનાથ ના સ્તોત્ર ના પાઠ કરશે.
તસવીર - રીપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment