નિઝામુદ્દીનના મરકજ / મરકજમાં ભાગ લેનાર હજારો લોકોની શોધખોળ માટે અભિયાન શરૂ; યુપીમાં 95% ટ્રેસ, એમપીમાં 11 ક્વારેન્ટાઈન, રાજસ્થાનમાંથી યાદી મંગાવી
નિઝામુદ્દીનના મરકજ / મરકજમાં ભાગ લેનાર હજારો લોકોની શોધખોળ માટે અભિયાન શરૂ; યુપીમાં 95% ટ્રેસ, એમપીમાં 11 ક્વારેન્ટાઈન, રાજસ્થાનમાંથી યાદી મંગાવી
નવી દિલ્હીઃ નિઝામુદ્દીનમાં તબ્લીગી જમાતના મરકજમાં 24 કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા બાદ હવે અહી આવનાર હજારોની સંખ્યામાં લોકોએ તપાસ અને આઈસોલેટ કરવાનું એક વ્યાપક અભિયાન શરૂ થયું છે, અહીં યોજાયેલા ધાર્મિક આયોજનમાં સામેલ થયા હતા. યુપીથી મરકજ જનારા 157 લોકો પૈકી 95 ટકાને ટ્રેસ કરવામાં આવ્યા છે. રાજસ્થાને પણ આવા લોકોની યાદી મંગાવી છે, જે મરકજમાં સામેલ હતા. જોકે, રાજ્ય સરકાર પાસે હજુ આ જાણકારી નથી કે કેટલા લોકો અહીંથી મરકજ ગયા હતા.
Advertisements
ગૃહ મંત્રાલયે મંગળવારે કહ્યું-21 માર્ચ સુધી હજરત નિઝામુદ્દીન મરકજમાં આશરે 1,746 લોકો રોકાયા હતા. આ પૈકી 216 વિદેશી અને 1530 ભારતીય હતા. મરકજના કાર્યક્રમ ઉપરાંત દેશના વિવિધ ભાગોમાં 824 વિદેશી 21 માર્ચ સુધી તબ્લીગીની પ્રવૃત્તિઓમાં સામેલ હતા. રાજ્ય પોલીસે દેશના વિવિધ ભાગોમાં 824 વિદેશીઓની જાણકારી આપવામાં આવી છે, જેથી તેમની મેડિકલ સ્ક્રીનિંગ અને ક્વારેન્ટાઈનમાં મોકલવામાં આવી શકે છે. ત્યારબાદ 28 માર્ચના રોજ તમામ રાજ્યોને ભારતીય તબ્લીગી જમાતના લોકોની જાણકારી એકત્રિત કરવા સલાહ આપવામાં આવી હતી, જેથી તેમને તપાસ બાદ ક્વારેન્ટાઈન કરવામાં આવે.
દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં ઈસ્લામિક ધાર્મિક આયોજન (મરકજ) બાદ આશરે 2000 લોકો તે જગ્યા પર રોકાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી તેમની અહીંથી કાઢવામાં આવી રહ્યા છે. મંગળવારે સાંજે 5 વાગે 1548 લોકોને ડીટીસી બસ મારફતે અલગ-અલગ હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા. તેમની તપાસ થઈ રહી છે. રવિવારે 200 લોકોને અહીંથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, તેમાંથી 24 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. હવે અત્યાર સુધીમાં 1500થી વધારે લોકોની શરૂઆતી તપાસમાં 441 લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે, જોકે તેમનો અંતિમ રિપોર્ટ બાકી છે.
હજુ પણ અહીં 100થી 200 લોકો છે. તેમને 32-32ના જૂથમાં બસોમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. બસોમાં આ લોકોને દૂર બેસાડવામાં આવી રહ્યા છે. અહીં ઉપસ્થિત પ્રશાસન, એનડીએમસી અને આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે બસોમાં બેસાડતા પહેલા તેમનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. આ સંજોગોમાં એક બસને રવાના કરવામાં 40થી 45 મિનિટનો સમય લાગે છે. આજે રાત્રે લગભગ તમામ લોકોને અહીંથી લઈ જવામાં આવશે.
દેશમાં લોકડાઉનની જાહેરાત બાદ આ પ્રકારે લોકો ભેગા થવા તે અપરાધ છે. પણ મરકજ આયોજન કરનારા મસ્જિદ પ્રશાસનનું કહેવું છે કે તેમણે કોઈ જ પ્રકારનું ઉલ્લંઘન કર્યું નથી. આ આયોજન વર્ષમાં એક વખત થાય છે. પ્રધાનમંત્રીએ જ્યારે કર્ફ્યુની જાહેરાત કી ત્યારે મરકજને બંધ કરવામાં આવ્યું હતું, પણ ટ્રેનો ન ચાલવાને લીધે મરકજમાં આવેલા લોકો અહીં ફસાઈ ગયા. જનતા કર્ફ્યુના એક દિવસ અગાઉ રેલવેએ દેશભરની અનેક ટ્રેનો રદ્દ કરી દીધી હતી. 22 તારીખની સવારે 6 વાગ્યાથી 31 માર્ચ રાજ્યમાં લોકડાઉન કરી કરી દીધી અને 25 માર્ચથી સમગ્ર દેશને લોકડાઉન કરી દેવામાં આવ્યો. આ સંજોગોમાં મરકજમાં આવેલા લોકો ક્યાય જઈ શક્યા નહીં. જોકે 1500થી વધારે લોકો કોઈને કોઈ રીતે ખાનગી વાહનો મારફતે ઘરો સુધી પહોંચી ગયા. પણ એટલી જ સંખ્યામાં લોકો અહીં ફસાઈ ગયા.
વૃદ્ધોની તબિયત બગડતા હોસ્પિટલ લઈ જતા આ જમાવડા અંગે ખુલાસો થયો
અહીં તમિલનાડુના 64 વર્ષના એક વૃદ્ધની તબિયત બગડતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં રવિવારે તેમનું મોત થયું હતું. મોતની સુચના મળતા જ પોલીસ અને પ્રશાસન સક્રિય થઈ ગયુ અને મરકજની તપાસ હાથ ધરી. અહીં એક-એક રૂમમાં 8-10 લોકો રોકાયા હતા. તે પૈકી કેટલાકને સામાન્ય ખાંસી અને શરદીની ફરિયાદ કરતા હતા.
તેલંગાણામાં મરકજમાં ગયેલા 6 લોકોના મોત
સોમવારે સાંજે તેલંગાણાના મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે દિલ્હીના મરકજમાં ગયેલા ગયેલા તેમના રાજ્યના 6 લોકોના મોત થયા છે. કાશ્મીરના સોપોરથી અહીં પહોંચેલા અન્ય એક 65 વર્ષિય વૃદ્ધનું પણ ગયા સપ્તાહે શ્રીનગરમાં કાર્ડિયક એરેસ્ટ બાદ મૃત્યુ થયુ હતું. દેશના લગભગ અલગ અલગ રાજ્યોમાં તબ્લીગી જમાતમાં ગયેલા લોકોની ઓળખ શરૂ કરી દેવામાં આવી છે. એવી આશંકા છે કે આ લોકો અન્ય રાજ્યોમાં પણ પહોંચ્યા હતા. યુપી સરકારે 18 જિલ્લાની પોલીસને આ લોકોને શોધવા આદેશ કર્યો.
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️





Comments
Post a Comment