વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન,ભરૂચ. દ્વારા ફૂલ ફાગ મહોત્સવ અને હોળી રસિયા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

   
 વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન,ભરૂચ. દ્વારા ફૂલ ફાગ મહોત્સવ અને હોળી રસિયા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું  
હોરી ખેલુંગી શ્યામસંગ જાય સખીરી ભાગ્યન્તે ફાગુન આયોરે...

પુષ્ટિ માર્ગમાં શ્રીકૃષ્ણ વિરહનો આ ભાવ હવેલી સંપ્રદાયના અષ્ટ સખા કિર્તનકારોના ભક્તિ પદોમાં અદ્ભૂત રીતે જોવા મળે છે, જેને આપણે હોરી - ધમાર - રસિયા તરીકે જાણીએ છીએ.

   શ્યામ વિરહમાં ઝુરતી ગોપીને હૈયે ખીલેલી વસંત વનરાજી અને ફાગણ થી મ્હોરેલા કેસુડાની માદક મહેક પ્રભુના સાનિધ્ય અને સખ્ય પ્રાપ્ત કરવાની ઉત્કંઠ અભિલાષા જાગૃત કરી દે છે.
ભરૂચ: વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ના સાનિધ્યમાં 6 માર્ચ શુક્રવારે સાંજે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન, ભરૂચ. દ્વારા ફૂલ ફાગ અને હોલી રસિયાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીકૃષ્ણ જાતે રમવા આવ્યા હોય તેવા સખ્ય ભાવ સાથે  રંગબેરંગી ફૂલોની વર્ષા, કર્ણપ્રિય હવેલી સંગીત કલાવૃંદ દ્વારા અને વૈષ્ણવોના નૃત્યો સાથે સંપૂર્ણ થયો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા,સીટી સેન્ટરના ઓનર કિરણભાઇ મજુમદાર, વિજયભાઈ, વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ શ્રીમતી વૈશાલીબેન શાહ તેમજ વૈષ્ણવ સૃષ્ટિના દરેક  અગ્રગણ્ય હાજર હતા .અને પૂ.શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીનું વચનામૃત રસપાનનો લાભ લીધો. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન  વિશ્વના 15 થી વધુ દેશો માં કાર્યરત છે.

અહીં વધુ વાંચો:-
https://wwwkansaramanish4bbknews.blogspot.com

B B K NEWS
#manishkansara 
OWNER
Manish Kansara
6352918965

Comments

  1. 🙏🌹જય શ્રી વલ્લભ 🌹🙏

    🙏🌹જય શ્રી કૃષ્ણ જી 🌹🙏

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો