કોરોનાના કહેર વચ્ચે કમોસમી વરસાદનું જોખમઃ કંડલા, ભરૂચ, જંબુસર અને વડોદરામાં ઝાપટાં તો સામખિયાળીમાં ગાજવીજ સાથે વરસાદ

કોરોનાના કહેર વચ્ચે કમોસમી વરસાદનું જોખમઃ કંડલા, ભરૂચ, જંબુસર અને વડોદરામાં ઝાપટાં તો સામખિયાળીમાં ગાજવીજ સાથે વરસાદ

અમદાવાદઃ એક તરફ ગુજરાત રાજ્ય કોરોના વાઈરસના કહેરનો સામનો કરી રહ્યું છે, બીજી તરફ રાજ્યમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી 27 માર્ચ સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં વરસાદ પડશે તેમ જણાવ્યું છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો ગઇ કાલથી જ વરસાદી ઝાપટાં પડવા લાગ્યા છે. કચ્છના સામખિયાળી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. તેમજ જંગીમાં વરસાદથી ખેતીને નુકસાન પહોંચ્યું છે. જ્યારે આજે અમદાવાદ, વડોદરા, ભરૂચ અને કચ્છમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
Advertisements 
ભર ઉનાળે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદના ઝાપટાં પડી રહ્યાં છે. વડોદરા શહેરમાં આજે સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. અને બપોરે કમોસમી વરસાદ પડ્યા હતો. ભરૂચ અને જંબુસર પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા. કચ્છના વાતાવરણમાં પલટો આવતા આજ સવારથી જ વાદળછાયુ વાતાવરણ વચ્ચે કંડલામાં વરસાદી ઝાપટા પડ્યાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 30થી 40 કિ.મી.ની ઝડપે પવન સાથે હળવાથી ભારે વરસાદ પડી શકે છે.
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો