જો સોશિયલ મિડીયામાં આવા વીડિયો પોસ્ટ કરશો તો ગુનો નોંધાશે
જો સોશિયલ મિડીયામાં આવા વીડિયો પોસ્ટ કરશો તો ગુનો નોંધાશે
ગુજરાત / અમદાવાદ: વિશ્વ ભરમાં હાહાકાર મચાવનારા જીવલેણ કોરોના વાઇરસનાથી લોકો ડરી રહ્યા છે. તો કેટલાક ટિખળખોરો દ્વારા સોશિયલ મિડિયા પર ભડકાઉ વિડિયા અને ફોટા પોસ્ટ કરીને ભય ફેલાવવામાં આવી રહ્યો હોવાથી આવા લોકો સામે પોલીસ ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી કરશે. એક તરફ જીવલેણ કોરાના વાઇરસે ગુજરાત સહિત દેશને બાનમાં લઇ લીધો છે તો બીજીતરફ લોકડાઉનના કારણે લોકો ઘરમાં બહાર નીકળવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે. આવા સંજોગોમાં લોકો ઘરે બેસીન રાત દિવસ વોટ્સએપ અને ફેસબુક સહિત સોશિયલ મિડિયા જોઇને સમય પસાર કરી રહ્યા છે.
Advertisements
કેટલાક લોકો દ્વારા સોશિયલ મિડિયા પર ભડકાઉ વિડિયો તથા ફોટા સહિતની પોસ્ટ કરીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. જેથી આવા કૃત્યો અટકાવવા માટે ગૃહ વિભાગ દ્વારા સોશિયલ મિડિયા પર ભડકાઉ થતા લોકોને ગેરમાર્ગે દોરતી પોસ્ટ કરનારા સામે ગુનો નોધવામાં આવશે તેમ ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યુ હતું. સોશિયલ મિડિયા પર આવા મેસેજ પાસ કરવા બદલ દાહોદ પોલીસે ૨ અને ભાવનગર રેન્જમાં ચાર સહિત કુલ છ લોકો સામે ફરિયાદ નોધવામાં આવી છે.B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment