મનકી બાત / મોદીએ કહ્યું- લોકડાઉનના લીધે થયેલી પરેશાનીઓ બદલ ક્ષમા માંગુ છું, સોશિયલ ડિસ્ટન્સિંગ વધારો, ઇમોશનલ ડિસ્ટન્સિંગ ઘટાડો

મનકી બાત / મોદીએ કહ્યું- લોકડાઉનના લીધે થયેલી પરેશાનીઓ બદલ ક્ષમા માંગુ છું, સોશિયલ ડિસ્ટન્સિંગ વધારો, ઇમોશનલ ડિસ્ટન્સિંગ ઘટાડો

નવી દિલ્હીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશને સંબોધન કર્યું. મન કી બાત કાર્યક્રમનો આ 63મી એડીશન છે. મોદીએ કહ્યું- સામાન્ય રીતે મન કી બાતમાં હું ઘણા વિષયોને લઈને આવું છું. આજે વિશ્વભરમાં કોરોનાના સંકટની ચર્ચા છે. એવામાં બીજી વાત કરવી તે યોગ્ય નથી. કેટલાક એવા નિર્ણયો લેવા પડ્યા, જેનાથી ગરીબોની મુશ્કેલી થઈ. તમામની હું માંફી માંગુ છું. હું તમારા બધાની પરિસ્થિતિ સમજુ છું, પરંતુ કોરોનાની વિરુદ્ધની લડાઈ માટે આ સિવાય કોઈ રસ્તો નથી. કોઈને આમ કરવાનું મન થતું નથી, પરંતુ મારે તમારા પરિવારને સુરક્ષિત રાખવાનો છે. આ કારણે બીજી વખત માંફી માંગુ છું.
Advertisements 
મનકી બાતના મુખ્ય પોઇન્ટ

ધૈર્ય દેખાડો, લોકડાઉનનું પાલન કરો

વડાપ્રધાને કહ્યું કે આપણે ત્યાં કહેવાય છે કે બીમારી પહેલા તેના ઉપાય કરવા જોઇએ. કોરોના માણસને ખતમ કરવાની જીદ્દ પર છે. તેથી સૌ કોઇને એકજૂટ થઇને લોકડાઉનનું પાલન કરવાનો સંકલ્પ લેવો પડશે. લોકડાઉનમાં ધૈર્ય દેખાડવાનું છે. અમુક લોકો કોરોનાની ગંભીરતાને સમજી રહ્યા નથી. પરંતુ હું કહેવા માંગીશ કે એ ગફલતમાં ન રહેતા કે દેશ બરબાદ થઇ જાય. કોરોનાની લડાઇમાં ઘણા એવા યોદ્ધા છે જે અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.

ફાઇટર્સ તેમની કહાણીઓ શેર કરે

કોરોના ફાઇટર્સ સાથે વાત કરીને મને પણ પ્રેરણા મળી. કોરોનાથી સ્વસ્થ થયેલા રામ કુમારે જણાવ્યું કે હું આઇટી કંપનીમાં કામ કરું છું. છેલ્લા અમુક દિવસોમાં દુબઈ ગયો હતો , ત્યાંથી પરત ગયો તો સંક્રમણની માહિતી મળી. હોસ્પિટલમાં અમુક દિવસો સુધી મને ઘણું વિચિત્ર લાગ્યું. ડોક્ટર્સ અને નર્સે મને સ્વસ્થ થવાનો ભરોસો આપ્યો. પરિવારને જ્યારે માહિતી મળી ત્યારે હું ક્વોરેન્ટાઇનમાં હતો. હવે દિવસભર અલગ રૂમમાં રહું છું. મોદીએ રામને કહ્યું કે તમે તમારા અનુભવનો ઓડિયો બનાવીને ઇન્ટરનેટ પર મૂકો જેથી લોકો પ્રેરણા લઇ શકે.

આગ્રાના વડીલે કહાણી સંભળાવી

73 વર્ષના અશોકજીએ કહ્યું- મારા બે દીકરા કામથી ઈટલી ગયા હતા. જ્યારે તેઓ પરત આવ્યા તો અમુક પરેશાની થઇ। તેઓ દિલ્હીની આરએમએલ હોસ્પિટલ ગયા, ત્યાં ટેસ્ટ પોઝિટિવ આવ્યા. ત્યારબાદ આગ્રાના અન્ય 6 લોકો સફદરજંગ હોસ્પિટલમાં પોઝિટિવ મળ્યા હતા. અમને એમ્બ્યુલન્સ દ્વારા આગ્રાથી દિલ્હી લઇ જવામાં આવ્યા. હોસ્પિટલમાં મને અને પરિવારને કોઇ સમસ્યા થઇ નહીં. ડોક્ટર્સ અને નર્સનો વ્યવહાર ખૂબ સારો છે. હોસ્પિટલ સ્ટાફના આભારી છીએ. ખુશી છે કે મારી તમારી સાથે વાત થઇ. મોદીએ કહ્યું- તમે આગ્રામાં લોકોને નિયમોનું પાલન કરવા માટે કહો. ભૂખ્યાઓને ભોજન કરાવો. અમે તમારી હિંમત અને સમજદારીનું સન્માન કરીએ છીએ.

પ્રધાનમંત્રીએ અમુક ડોક્ટરો સાથે પણ વાત કરી

દિલ્હીથી ડો. નિતેશે કહ્યુંકે અમે આર્મી મોડમાં લોકોની સેવામાં લાગેલા છીએ. જે જરૂરી ચીજો છે તે તમે ઉપલબ્ધ કરાવી જ રહ્યા છે. અમે દર્દીઓને સમજાવી રહ્યા છીએ કે તમે ગભરાઓ નહીં. 14-15 દિવસમાં સ્વસ્થ થઇ જશો. ત્યારબાદ જ્યારે રિપોર્ટ નેગેટિવ આવશે ત્યારે તમે ઘરે જઇ શકશો. અમે ટીમને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ કે દર્દીઓનો સારો ઇલાજ અને પોતાની સુરક્ષા માટે સતર્ક રહે. મોદીએ કહ્યું- દુનિયાનો અનુભવ દર્શાવે છે કે આ બીમારીનું સંક્રમણ અચાનક વધે છે. ભારતમાં આ સ્થિતિ ન આવે તેના માટે આપણને લગાતાર પ્રયાસ કરવાના છે.

પૂણેની હોસ્પિટલમાં 16 દર્દી સ્વસ્થ થઇને ઘરે ગયા

પૂણેના એક ડોક્ટરે જણાવ્યું કે અમારી હોસ્પિટલમાં 16 સંક્રમિત આવ્યા હતા જેમાંથી 7 લોકોને અમે સ્વસ્થ કરીને ડિસ્ચાર્જ કરી ચૂક્યા છીએ. બાકી 9 નો ઇલાજ ચાલી રહ્યો છે. રોજ તેમની તપાસ અને કાઉન્સલિંગ કરી રહ્યા છીએ. 4-5 દિવસમાં તેઓ પણ સ્વસ્થ થઇ જશે. જો કોઇ શંકાસ્પદમ મળે તો અમે તેને હોમ ક્વોરેન્ટાઇન કરીએ છીએ. સંક્રમણથી બચવા માટે ઘરમાં પણ વારંવાર હાથ ધોતા રહો. અમે લોકોને કહી રહ્યા છીએ કે 14 દિવસ માટે ઘરમાં રહો અને ક્વોરેન્ટાઇન રહો. અમને વિશ્વાસ છે કે આ લડાઇ જીતીશું. મોદીએ કહ્યું- સાથીઓ, આપણને ડોક્ટરોની સલાહ અને તેમની વાતોને જીવનમાં ઉતારવાની છે. આચાર્ય ચરકે કહ્યું છે કે ધન અને કોઇ ખાસ કામના માટે નહીં પરંતુ દર્દીની ભાવના માટે જે કોઇ કામ કરે છે તે જ સર્વશ્રેષ્ઠ ચિકિત્સક છે.

લોકોની મદદમાં લાગેલા લોકોનો ધન્યવાદ કરો

ડોક્ટર્સ, નર્સ અને તમારા જેવા અન્ય સાથીઓની મદદથી આપણે કોરોના વિરુદ્ધ લડાઇ લડી શકીએ છીએ. અમે આ લોકો માટે 50 લાખના હેલ્થ કવરની જોગવાઇ કરી છે. બેંગલુરૂના નિરંજને લખ્યું છે કે આવા લોકો ડેલી લાઇફના રિયલ હીરો છે. આજે તમારી આસપાસના કરિયાણાની દુકાન ચલાવનારા, ડ્રાઇવર્સ વિશે વિચારો જેઓ જોખમ ઉઠાવીને પણ લોકોની સેવામાં લાગ્યા છે. બેન્કિંગ કર્મચારી પણ સતત કામમાં લાગેલા છે. તમારા ઘરે ડિલીવરી પહોંચાડનાર ઇ કોમર્સના કર્મચારીઓનો પણ ધન્યવાદ કરવો જોઇએ.
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો