વાલીયા: આખા ગામને અગમચેતી રૂપે ગામના સરપંચ શ્રી તથા દત્તુભાઈ મહીડા તથા સરપંચના યુવાન કાર્યકરો દ્વારા ભેગા મળીને બે ટ્રેકટર સ્પ્રેયરની મદદથી સેનેટાઈઝર કરવામાં આવ્યું
વાલીયા / આખા ગામને અગમચેતી રૂપે ગામના સરપંચ શ્રી તથા દત્તુભાઈ મહીડા તથા સરપંચના યુવાન કાર્યકરો દ્વારા ભેગા મળીને બે ટ્રેકટર સ્પ્રેયરની મદદથી સેનેટાઈઝર કરવામાં આવ્યું
વાલિયા: ગઈકાલે વાલીયામાં રહેતી અંકિતા રાણા જલારામ સોસાયટી એક્ષીસ બેંક વિસ્તાર તથા કિંજલ ગોહિલ સીલુડી ચોકડી રાધાકૃષ્ણ સોસાયટી વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ આવતા વાલીયા પીઆઇ વસાવા સાહેબ તથા મામલતદાર શ્રી ના અધિકારીઓએ સંપૂર્ણ વાલીયાને સીલ કરી કોઈ પણ લોકો લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરે એ રીતે દરેક રસ્તા ને બેરેકેટીંગ કરી એલર્ટ કરી લેવાથી વાલીયા ગામ લોકોને કોઈપણ કામ હોય ઘર બહાર ન નિકળવું તથા વોર્ડ વાઇઝ કોરોના વાઈરસના સાવચેતી રૂપે ક્લસ્ટર કન્ટેઈન્ટમેન્ટ સમિતિની રચના કરી મે જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર શ્રી દ્વારા જાહેરનામું બહાર પાડી વાલીયાના જાહેર માગેઁ બંધ કરી જરૂરી સામાન ની વિતરણની વ્યવસ્થા સમિતિ દ્વારા કરવી જેથી વાલીયા વિભાગમાં સજ્જડ વ્યવસ્થાના ભાગ રૂપે આજરોજ ગામનાં સરપંચ ઉક્કળભાઈ એમના સાથી કાર્યકરો અને ભાજપ આગેવાન દત્તુભાઈ મહીડાએ ભેગા મળી બે ટ્રેકટર સ્પ્રેયરથી કોરોના વાઈરસના સ્પોટ વિસ્તાર તથા પુરા ગામને સેનેટાઈઝ કરવામાં આવ્યો જેથી વાલીયા વિભાગમાં વાઈરસથી આગળ ચેપ વધે નહી આ સંપૂર્ણ કામગીરી ભરૂચ એસ પી ચુડાસમા સાહેબ તથા વાલીયા વિભાગના પીઆઇ વસાવા તથા ટીડીઓ અધીકારીઓ ની દેખરેખ હેઠળ કરવામાં આવ્યો હતો.
વાલીયા વિભાગ ને સંપૂર્ણ કોરોનટાઈન કરવાથી સોસાયટીના રહીશો તથા ગામના દરેક લોકો કોરોનટાઈન નુ સંપૂર્ણ પાલન કરે તથા તા 18/04/2020 થી 30/04/2020 સુધી ઘરમાં રહે સુરક્ષીત રહે સરકાર શ્રી ના જાહેરનામા નું સંપૂર્ણ પાલન થાય અને કોઈપણ જાતનો ભંગ ન થાય ભંગ કરનાર ની ઉપર કાયદેસર ના પગલા ન ભરવા પડે જેની દરેક જનતા નોંધ લે એવી ભરૂચ જિલ્લાના એસ પી ચુડાસમા સાહેબ તથા પીઆઇ વસાવા સાહેબ તરફથી વિનંતી કરવામાં આવી છે.
વાલિયા વિભાગ અને ગામની દરેક જનતા ને જણાવવાનુ કે આવતીકાલથી કોઇપણ પાસ ચાલશે નહી. તો દરેક ગામના લોકો ઘરમા રહે કામ વગર નીકળશો તો ગુનો નોંધાશે - પી.આઈ.
કોરોન્ટાઇનનું ચુસ્ત પણે પાલન કરવામાં આવશે.
રીપોર્ટ: દિલિપસિંહ મહિડા, સોડગામ, વાલિયા
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️









Comments
Post a Comment