રિઝલ્ટ જાહેર / ધોરણ 12 સાયન્સનું 71.34 ટકા પરિણામ, સૌથી વધુ રાજકોટનું 84.69% આવ્યું

રિઝલ્ટ જાહેર / ધોરણ 12 સાયન્સનું 71.34 ટકા પરિણામ, સૌથી વધુ રાજકોટનું 84.69% આવ્યું

પ્રતિકાત્મક તસ્વીર 

May 17,  2020 મદાવાદ:  આજે ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. 12 સાયન્સનું 71.34 ટકા પરિણામ આવ્યું છે. જેમા છોકરાઓનું પરિણામ 71.69 અને છોકરીઓનું 70.85% રિઝલ્ટ આવ્યું છે. આ વર્ષે 84.69 ટકા પરિણામ સાથે રાજકોટ પ્રથમ નંબર પર છે. ધોરણ 12 સાયન્સમાં 1,16,643 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાં 83,111 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 33,532 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. વિષયવાર પરિણામ જોવામાં આવે તો ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દુ અને અરેબિકનું પરિણામ 100 ટકા આવ્યું છે. સૌથી ઓછું જ્યારે ફિઝિક્સનું 72.48 ટકા, કેમેસ્ટ્રીનું 72.36 ટકા અને બાયોલોજીનું 85.99% પરિણામ આવ્યું છે. અંગ્રેજીનું પરિણામ 98 ટકા આવ્યું છે.

વિદ્યાર્થી પરિણામબોર્ડની વેબસાઈટ www.gseb.org પર જોઈ શકે છે
Advertisements 
ગત વર્ષની સરખામણીમાં અડધો ટકો પરિણામ ઓછું આવ્યું છે, ગત વર્ષે 71.83 ટકા હતું જ્યારે આ વર્ષે 71.69 ટકા છે. વિદ્યાર્થી પોતાના પરિણામ વિશે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જોઈ શકે છે. આ વખતે કોરોના કહેરના કારણે લોકલ સંક્રમણ ન વધે તે માટે પરિણામ માત્ર ઓનલાઈન જોવા મળશે. સ્કૂલમાંથી માર્કશીટ મેળવવા માટેની તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.

83,111 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાની પાત્ર બન્યાંં

કોવિડ-19થી ઉપસ્થિત થયેલા ખુબ જ કઠીન પરિસ્થિતીમાં શિક્ષકોએ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી તેમજ બોર્ડના અધિકારી/કર્મચારીઓના અથાગ પ્રયત્નેને કારણે વિદ્યાર્થીઓના પરિણામની કામગીરી પૂર્ણ થઈ છે. રાજ્યમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ 71.34 ટકા આવ્યું છે. માર્ચ 2020 સાયન્સની પરીક્ષામાં કુલ 139 કેન્દ્રો-પેટા કેન્દ્રોમાં 1,43,278 પરીક્ષાર્થી નોંધાયેલા હતા. જેમાથી 1,42,117 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. આ સંખ્યામાં વર્ષ 2019-20ના 1,16,643 નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 1,16,494 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાથી 83,111 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાની પાત્ર બન્યા છે.

રાજ્યભરમાંથી ધોરણ-10 અને 12ના કુલ 17.60 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી

આ વર્ષે રાજ્યભરમાંથી ધોરણ-10 અને 12ના કુલ 17.60 વિદ્યાર્થીઓએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણબોર્ડની પરીક્ષા આપી હતી. જેમા ધોરણ 12 સાયન્સના 1.40 લાખ જેટલા વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12 સામાન્ય જેપ્રવાહના કુલ 5.20 લાખ જેટલા વિદ્યાર્થીઓ હતા. રાજ્યના 56 ઝોન અને 653 કેન્દ્ર પર ધોરણ 12ની પરીક્ષા યોજાઈ હતી. જોકે આ વર્ષે કોરોના વાઈરસના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષાનું પરિણામ માત્ર ઓનલાઈન જ જોઈ શકશે. સ્કૂલમાંથી મળતા પ્રમાણપત્ર માટે તેમને આગામી તારીખ જાહેર થાય તેની રાહ જોવી પડશે.
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Post a Comment

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો