ગરુડેશ્વર તાલુકાના ઝેર ગામે રેઇડમાં ૱ 2 લાખથી પણ વધુનો જંગલ ચોરીનો માલ ઝડપાતા જંગલ ચોરોમાં ફફડાટ

ગરુડેશ્વર તાલુકાના ઝેર ગામે રેઇડમાં ૱ 2 લાખથી પણ વધુનો જંગલ ચોરીનો માલ ઝડપાતા જંગલ ચોરોમાં ફફડાટ
Ⓜ️નર્મદા જિલ્લા પોલીસ અને વન વિભાગે સંયુક્ત રેડ કરી સાગી લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો

Ⓜ️ગરુડેશ્વર તાલુકાના ઝેર ગામે રેઇડમાં ૱ 2 લાખથી પણ વધુનો જંગલ ચોરીનો માલ ઝડપાતા જંગલ ચોરોમાં ફફડાટ
Advertisements 
  રાજપીપળા: ગુજરાતનો કાશ્મીર ગણાતો
નર્મદા જિલ્લો તેમાં પથરાયેલ વનરાજી માટે ખુબજ પ્રસિધ્ધ છે, નર્મદા જિલ્લો 43 % વન વિસ્તારથી ઘેરાયેલો છે. આ જંગલોમાં સૌથી વધુ સાગના વૃક્ષો છે. ત્યારે હાલ કોરોનાને લઈને ચાલતા લોકડાઉનનો ફાયદો ઉઠાવી સાગી લાકડા કાપી ચોરી કરી જેમાંથી સોફા ખાટલા સહિતની ચીજ વસ્તુઓ બનાવી ઉંચી કિંમતે વેચનારા ચોરો પાસેથી વન વિભાગે મોટી સંખ્યામાં સાગી લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે.

  નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઝેર ગામે સાગી લાકડા જંગલોમાંથી કાપીને ઘરમાં રાખી તેમાંથી ફર્નિચર બનાવતા હોવાની બાતમી મળતા કેવડિયા રેન્જ દ્વારા વહેલી સવારે રેડ કરતા 2 લાખથી વધુનો મુદ્દામાલ વન વિભાગે ઝડપી પાડ્યો છે. ત્યારે લોકડાઉનનો લાભ લઈને ગેરકાયદેસર રીતે સાગી લાકડા કાપી ફર્નિચર બનાવતો જથ્થો અને ઓજારો ઝડપી 10 જેટલા ઈસમો સામે ગુનો નોંધાયો છે.

  કેવડિયા DYDP વાણી દુઘાત, PSI પરમાર, RFO ગભાણીયા સહિતની ટીમે સંયુક્ત રીતે રેડ કરતા સાગી લાકડાનો જથ્થો મળી આવ્યો હતો.

  વન વિભાગે વન અધિનિયમન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
પ્રતિનિધિ રાજપીપળા: આશિક પઠાણ
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો