ભરૂચ / ટ્રકે કારને ટક્કર મારતા ડિવાઇડરનો સળિયો વૃદ્ધની છાતીની આરપાર નિકળી જતા મોત, વૃદ્ધને છાતીમાં સળિયા સાથે સિવિલ હોસ્પિટલ લઇ જવાયા

ભરૂચ: અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નં-48 ઉપર અન્સાર માર્કેટ નજીક ટ્રકે કારને ટક્કર મારતા કારમાં બેઠેલા વૃદ્ધની છાતીમાં ડિવાઈડરનો સળિયો ઘૂસી ગયો હતો. અને છાતીની આરપાર નિકળી જતા તેમનું મોત થયુ છે.સળિયા સાથે જ વૃદ્ધને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
Advertisements 
 સુરતના 65 વર્ષના વૃદ્ધ અમરતભાઇ ખેંગારભાઇ દેસાઇ સિદ્ધપુર પાસે સામાજિક કામ અર્થે ગયા હતા. જ્યાંથી નેશનલ હાઇવે પર અંસાર માર્કેટ પાસે કારને ટ્રકે પાછળથી ટક્કર મારી હતી. જેથી કાર સર્વિસ રોડની સાઇડમાં રહેલી પાઇપવાળા ડિવાઇડર સાથે કાર ટકરાઇ હતી. કારમાં બેઠેલા વૃદ્ધ અમરતભાઇની છાતીના ભાગમાં સળિયો ઘૂસી ગયો હતો. અને છાતીની આરપાર નિકળી ગયો હતો. જેથી તેમનું મોત નિપજ્યું હતું.108 એમ્બ્યુલન્સમાં છાતીમાં ઘૂસેલા સળિયા સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો