સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના 6 ગામ અસરગ્રસ્તોના મામલે વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલે ઝુકાવ્યું

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 6 ગામના અસરગ્રસ્તોના મામલે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ઝુકાવ્યું
Ⓜ️નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 6 ગામના અસરગ્રસ્તોના મામલે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ઝુકાવ્યું

Ⓜ️સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન વિધેયક 2019 અંતર્ગત જમીનો પડાવ્યાના આરોપ સરકાર પર લગાવ્યા

Ⓜ️વડાપ્રધાને કોરોના થી બચવા  સોશ્યિલ ડિસ્ટન્સિંગની વાત કરી આદિવાસીઓ સાથે દાયકાઓથી અન્ય સમાજો સોશ્યિલ ડિસ્ટન્સિંગ રાખવામાં આવી રહયું છે

Ⓜ️રાજ્યપાલ ને પત્ર લખી 31 મે સુધી સમસ્યાનો અંત લાવવાની માગણી સાથે અંત નહીં આવે તો આંદોલનની ચીમકી
Advertisements 
  રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના અસરગ્રસ્ત 6 ગામના આદિવાસીઓનો પોતાની જમીનો ઉપર કોરોનાના કહેર વચ્ચે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા કબજો કરવા ફેન્સિંગ કરાતું હોય ને આ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસીઑ ફેન્સીંગ નો વિરોધ કરી રહ્યા છે,જયારે સરકાર મકકમ વલણ અપનાવી રહી છે,આ મામલામાં આદિવાસી સમાજ અનેક વાર દેખાવો, આદોલનો ,રજુઆતો કરી ચુક્યો છે છતાં સરકાર તમામ અસરગ્રસ્તો ને વળતર જેતે સમયે ચુકવાયા હોવાનું જણાવી હાલ મા પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ વસવાટ કરતા તમામ પરિવાર માટે વિશિષ્ટ પેકેજ આપવા તૈયાર છે છતાં મામલો પેચીદો બનતો જાય છે આદિવાસી પોતાની જમીનો છોડવાની તૈયારીમાં નથી જયારે સરકાર ડેવલપમેન્ટ કરવાના નિર્ધાર સાથે મક્કમ છે.
     છેલ્લા થોડાક દિવસોથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના વાધડીયા, લીમડી, ના વિસ્તારમાં સરકારી અધિકારીઓ દ્વારા સંપાદિત જમીનના ફેન્સીંગનુ કામ ચાલતુ જેનો વિરોધ કરવા આદિવાસીઓના ટોળેટોળા માર્ગ પર ઉતરી આવ્યા હતા પોલીસ મથકમાં હલ્લો મચાવ્યો હતો.

   હવે આ મામલામાં કેવડીયા કોલોનીના આદિવાસીઓની પડખે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ઝુકાવ્યું છે તેઓએ રાજ્યપાલ ને ઉદ્દેશી આવેદનપત્ર લખ્યુ છે જેમા આદિવાસીઓને બંધારણીય જોગવાઇ મુજબ જે હક્કો મળ્યા છે, સુપ્રિમ કોર્ટના અનેક આદેશ તેઓએ તેમના આવેદનપત્ર મા ટાંકી ,ગ્રામ સભા ઓના અધિકારો સહિત પૈસા એકટથી મળેલ જોગવાઈઓની વાત કરી નર્મદા જીલ્લાના કેવડીયા કોલોનીના વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન યોજનાઓ સરદાર સરોવર નર્મદા બંધ,ઉકાઇ ડેમ, દિલ્હી મુંબઇ કોરીડોર જેવી યોજનાઓને અમાનવીય તરીકે વર્ણવી આ યોજનાઓથી આદિવાસીની સંસ્કૃતિ, પ્રાકૃતિક સંપર્ક, અસ્મિતાને દાન કરી દેવામાં આવી હોવાનું જણાવી ધારાસભ્ય અનંત પટેલે આદિવાસીઓની સંપદાઓ લુંટી ધનિકો ને લહાણી કરવામાં આવી રહી હોવાનું આરોપ સરકાર પર લગાવ્યો હતો.

   આદિવાસીઓજારો આ દેશના મુળનિવાસી છે, છતાં તેઓ સાથે આઝાદીના 72 વર્ષ પછી પણ દ્વેષ ભાવ થતો હોવાનું પણ આવેદનપત્રમાં જણાવી, કોરોનાના કહેર વચ્ચે વડાપ્રધાન દ્વારા આજે સોશીયલ ડિસ્ટન્સિંગ  ની વાત જે કરવામાં આવી છે પરંતુ આદિવાસી સમાજ આ સોશ્યલ ડિસ્ટન્સિંગ વર્ષોથી સહન કરતુ આવ્યાનુ પણ જણાવ્યું હતું.

    રાજયપાલિકા ને ઉદ્દેશી લખાયેલા આવેદનપત્રમા 31 મી મે સુધી કેવડીયા કોલોનીના વિસ્તારની સમસ્યાઓના નિરાકરણ  જો નહી કરવામાં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ધારાસભ્ય અનંત પટેલે આપી છે.
રાજપીપળા પ્રતિનિધિ : આશિક પઠાણ
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Post a Comment

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો