લોકડાઉન માં રાજપીપળા ટાઉન વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સીંગ નું પાલન નહીં કરતી સાત (7) દુકાનદારો સામે જાહેરનામા ભંગના ગુના દાખલ કરતી એલસીબી નર્મદા પોલીસનો સપાટો.

Advertisements
રાજપીપળા: લોકડાઉનમાં રાજપીપળા ટાઉન વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સીંગ નું પાલન નહીં કરતી દુકાનદારો સામે પોલીસે લાલ આંખ કરી જાહેરનામા ભંગના ગુના દાખલ એલસીબી નર્મદા પોલીસે દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ દુકાનદારો પણ ગ્રાહકો ટોળે વળતા હોય નજીક નજીક ઉભા રહેતા હોય તો સોશિયલ ડિસ્ટન્સીંગ પાલન નહીં કરતા પોલીસે જાહેરનામાના ભંગ બદલ 7 દુકાનદારો સામે કાર્યવાહી હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.જેમાં પીઆઇ એ.એમ.પટેલ એલસીબી નર્મદા અને સી.એમ. ગામીત પોસઇ એલસીબી તથા એલસીબી ટીમના પોલીસ માણસો દ્વારા રાજપીપળા ટાઉન વિસ્તારમાં આવતી અંબિકા ગેઇન શોપ, શ્રીરામ પ્રોવિઝન સ્ટોર,અનંત કટલરી સ્ટોર, નટરાજ ઇલેક્ટ્રોનિક સ્ટોર, શ્રી બાલાજી સ્ટોર, રાજેશ બેકરી સ્ટોર, જયેશ ગેરેજ જેવી-7 સાત દુકાનોદારો એ સોશ્યલ નું પાલન નહીં કરતા તમામ વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
હિંમકરસિંહ પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ હાલમાં ચાલી રહેલ કોરોના વાયરસ અનુસંધાને દેશવ્યાપી લોકડાઉન અનુસંધાને જાહેર જનતાની સુરક્ષા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદાનાઓ દ્વારા જાહેરનામું બહાર પાડેલ જે જાહેરનામામાં જણાવ્યા મુજબ તમામ લોકોને સોશિયલ ડિસ્ટન્સીંગ નું પાલન કરવા જણાવેલું હોય અને જાહેરનામાનો કડક પાલન કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવેલ અને જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કડક સૂચના અપાઇ છે. અને જણાવ્યું છે કે લોકડાઉનમાં પોલીસે જાહેર જનતા માટે જ આ કડક કાયદાનું પાલન કરાવવા કટિબદ્ધ છે. તેમ જ કોરોના વાયરસ થી જાહેર જનતા સુરક્ષિત રહે અને સરકારના લોકડાઉન ને સમર્થન મળી રહે તેના સંપૂર્ણ પ્રયાસો કરવા નર્મદા પોલીસ સતત તત્પર છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments
Post a Comment