રાજપીપળાના પત્રકાર અને વિજ્ઞાન લેખક દીપક જગતાપે પોતાનો જન્મદિવસ સેવા દિવસ તરીકે મનાવ્યો.

રાજપીપળાના  પત્રકાર અને વિજ્ઞાન લેખક  દીપક જગતાપે પોતાનો જન્મદિવસ સેવા દિવસ તરીકે મનાવ્યો.








Ⓜ️રાજપીપળાના  પત્રકાર અને વિજ્ઞાન લેખક  દીપક જગતાપે પોતાનો જન્મદિવસ સેવા દિવસ તરીકે મનાવ્યો.
Ⓜ️59મા જન્મદિને કેક ન કાપતા ગરમીમાં 1000થી વધુ લોકો ને ઠંડા જીરા છાશ 
ના પેકેટો નુ વિતરણ કરી જન્મ દિવસ ઉજવાયો 

Advertisements 
રાજપીપળા: નર્મદા જિલ્લા ના સિનિયર પત્રકાર અને જાણીતા વિજ્ઞાન લેખક  દીપક જગતાપે પોતાનો જન્મદિવસ કેક કાપીને નહી પણ  સેવા દિવસ તરીકે મનાવ્યો હતો . 59મા જન્મદિને કેક ન કાપતા ગરમીમાં 1000થી વધુ લોકોને ઠંડા જીરા છાશના પેકેટોનું વિતરણ કરી જન્મ દિવસ ઉજવ્યો હતો. 

   આ અંગે પત્રકાર દીપકભાઈએ જણાવ્યુ હતુ કે આજે કોરોનાના મહા સંકટમાં લોકો અનેક મુશ્કેલીઓ વચ્ચે સંઘર્ષમય જીવન વિતાવી રહ્યા છે ત્યારે જન્મદિવસ ની ઉજવણી કરવાનો વિચાર ક્યાંથી આવે...?!  આજે  58 વર્ષ પૂરા થયા  59મા વર્ષમાં 
..પ્રવેશ મે કર્યો છે. લગભગ જીવનના 6 દાયકા તરફની સફરમા હંમેશા બીજાઓ માટે કઇક કરી છૂટવાની તમન્ના હર હંમેશ મારા માટે બળવત્તર બની રહી છે. ત્યારે કોરોનાના મહાસંકટમા જન્મ દિવસને  સેવા દિવસ તરીકે ઉજવવાનુ નક્કી કર્યુ . મારા જન્મ દિવસને  એક નાનકડુ સેવાનું માધ્યમ બનાવીએ એવુ નક્કી કર્યુ .
હું એક પત્રકાર તરીકે કવરેજ કરવા જતો ત્યારે  રોજ રાજપીપળા નગરમાં વિવિધ બેન્કોમા સવારે 10 થી 1વાગ્યા સુધી 42ડિગ્રી ગરમીના ભર તાપમાનમાં  ઉભા રહેતા લોકોને જોતો  ત્યારે જ મે નક્કી કરી લીધુ કે એમને રાહત મળેએવુ કઇક કરવુ .તેથી આપણા ગ્રાહકોને ગરમીમાં રાહત મળેતેવા શુભ આશયથી નગરની તમામ બેન્કોમા ગરમીમાં કલાકો સુધી લાંબી કતારોમા ઉભા રહેતા ગ્રાહકોને ઠંડી જીરા છાશના 1000થી વધુ  પેકેટ નું   વિતરણ કર્યુ.

સાથે સાથે ગ્રાહકો ઉપરાંત 24 કલાક ગરમીમાં ખડે પગે કાયદો અને વ્યવસ્થાની સેવા કરતા રાજપીપળાના પોલીસકર્મીઓ, અધિકારીઓ , ટ્રાફિક  ભાઈઓ,  અને હોમગાર્ડ ભાઈઓ ને પણ છાશનું વિતરણ કરવામાં આવ્યુ હતુ તથા માસ્ક , સેનેટાઇઝર તથા હાથ મોજાનુ પણ વિતરણ કર્યુ હતુ  

 એ ઉપરાંત રસ્તે આવતા જતા વટેમાર્ગુઓને પણ ઠંડી છાશ નુ વિતરણ કરી 1000થી વધુ લોકોને છાશનુ વિતરણ કર્યા નો સંતોષ છે .મારી સાથે મારી ધર્મપત્ની જ્યોતિ જગતાપ પણ આ સેવાના નાનકડા
યજ્ઞમાં સહભાગી બની તેનો મને આનંદ છે.

તસવીર: જ્યોતિ  જગતાપ , રાજપીપળા
B B K NEWS પરિવાર દિપકભાઇ જગતાપને તેમના જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવે છે.
Many Happy Returns of the Day...
#Happy #Birthday 🎂🎉🎊🎊🎈🎁

રાજપીપળાના  પત્રકાર અને વિજ્ઞાન લેખક  દીપક જગતાપને 
   જન્મ દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ. આપ ઉત્તરોઉતર પ્રગતિ કરો...એવી પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના.  🌷🌷
B B K NEWS 
#manishkansara
Owner, CEO, Editor મનીષ કંસારા 6352918965
🕉️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો