સાગબારા તાલુકાના ચાટુવડ ગામમાં એક ઘરને આગ લાગતા ભસ્મીભૂત, એક બાળક દાઝી ગયો
સાગબારા તાલુકાના ચાટુવડ ગામમાં એક ઘરને આગ લાગતા ભસ્મીભૂત, એક બાળક દાઝી ગયો
Ⓜ️સાગબારા તાલુકાના ચાટુવડ ગામમાં એક ઘરને આગ લાગતા ભસ્મીભૂત. Ⓜ️એક બાળક દાઝી ગયો.
Advertisements
રાજપીપળા: સાગબારા તાલુકાના ચાટુવડ ગામમાં એક ઘરને આગ લાગતા ભસ્મીભૂત થઈ ગયું હતું. અને એક બાળક દાઝી ગયો હતો. બનાવની વિગત અનુસાર ઘરમાં મુકેલ ઘાસ સળગી જતા આગમાં આખા ઘરનો સામાન ઘરવખરી બળી ગઈ હતી. અચાનક બપોર પછી આદમભાઈ સિદ્દીકીભાઈ વસાવાના ઘરમાં આગ લાગતા ગામલોકોએ ડોલ અને બેડા વડે પાણીનો મારો ચલાવી મહામહેનતે આગ બુઝાવી હતી. અહીં ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાથી ગામના લોકોએ હેન્ડપંપ અને મોટરથી પાણી ખેંચીને આગ બુઝાવી હતી. જોકે આગમાં કેટલું નુકસાન થયું છે. તેનો અંદાજ નુકસાનનું પંચનામું થશે ત્યારે જ ખબર પડશે પણ ઘરવખરીનો સામાન બળી જતા ભારે નુકસાન થયું છે. જેમાં એક બાળક સાધારણ રીતે દાઝી ગયેલા અન્ય કોઈને જાનહાની થઈ નથી અત્રે ઉલ્લેખનીય છે કે સાગવાડા તાલુકામાં ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાથી આગ ની બનાવો બને છે, ત્યારે રાજપીપળા કેવડિયાથી બોલાવવા પડે છે, ત્યારે ફરી એકવાર સાગબારા તાલુકામાં ફાયર સ્ટેશન શરૂ કરવાની માંગ ઉઠી છે
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment