નર્મદા જિલ્લામાં એલ સી. બી. પોલીસનો દેશી વિદેશી દારૂના બુટલેગરો ઉપર સપાટો

નર્મદા જિલ્લામાં એલ સી. બી. પોલીસનો દેશી વિદેશી દારૂના બુટલેગરો ઉપર સપાટો
Ⓜ️નર્મદા જિલ્લામાં એલ સી. બી. પોલીસનો દેશી વિદેશી દારૂના બુટલેગરો ઉપર સપાટો

Ⓜ️નર્મદા એલ. સી. બી. પોલીસે દેશી દારૂ નો વેપલો કરતા 3 ને દારૂના જથ્થા સાથે ઝડપ્યા

Ⓜ️વિદેશી દારૂના કવાટરિયા મોટરસાઈકલ ઉપર લઇને આવતો મહારાષ્ટ્રના યુવાનને પણ ઝડપી પાડયો 

Ⓜ️22 લીટર દેશી, દારૂ 20 લીટર ગરમ વોશ, 105 લીટર ઠંડો વોશ અને 45 નંગ કવાટરિયા મળી ₹22800 નો મુદ્દામાલ જપ્ત કર્યો
Advertisements 
  રાજપીપળા: નર્મદા જિલ્લામાંથી દારૂના દુષણ ને દુર કરવાની કોરોના કાળ અને લોકડાઉન વચ્ચે પોલીસે કમરકસી છે, જીલ્લા પોલીસ વડા હિમકરસિહ દ્વારા સમગ્ર જિલ્લા પોલીસને સતર્ક કરી ખાસ સુચના આપતાં  સમગ્ર જિલ્લા પોલીસ સચેત બની છે, જીલ્લામાંથી ઠેરઠેર પોતાના નેટવર્ક, બાતમીના આધારે દારૂના વેપલા સાથે સંકળાયેલા બુટલેગરોને ઝડપી તેમના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
     
   ત્યારે આજરોજ નર્મદા એલ. સી. બી. પોલીસના પી એસ આઇ સી. એમ. ગામીતે જીલ્લા પોલીસ વડાની સુચનાથી દેશી દારૂનો વેપલો કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા. જેમા (1) હિતેશ અરવિંદ વસાવા રહે. જીતનગર. તા. નાદોદ (2) શકુંતલાબેન મુકેશ વલવી રહે. મોટારાયપુરા તા . નાદોદ અને (3) દિપક શનુભાઇ વસાવા રહે. કુઆલાલમ્પુર તા. સાગબારાના ઓને ઝડપી તેમના પાસેથી 22 લીટર દેશી દારૂ ,20 લીટર ગરમ વોશ, 105 લીટર ઠંડો વોશ ઝડપી પાડયો હતો.

    આ ઉપરાંત કુઇદા ગામ પાસેથી મોટરસાઈકલ નં. MH 39 D 1483 લઇને પસાર થતાં યુવક પર શંકા જતા પૂછપરછ કરતાં તેની પાસેથી 45 નંગ વિદેશી દારૂના કવાટરિયા મળી આવ્યા હતા, જેથી પોલીસે મહારાષ્ટ્ર ના નંદરબાર જીલ્લાના નવાપાડા ગામના ભુપેન્દ્ર ભંગાભાઈ પાડવીની અટકાયત કરી હતી.

    દારૂના આ તમામ ગુનામાં પોલીસે ₹22800 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રતિનિધિ રાજપીપળા: આશિક પઠાણ 
B B K NEWS
#manishkansara
OWNER 
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો