ભરૂચ જિલ્લાના કોરા ગામના ત્રણ આરોપીઓને પાસા હેઠળ અટકાયત કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત મોકલી આપતી કાવી પોલીસ
ભરૂચ જિલ્લાના કોરા ગામના ત્રણ આરોપીઓને પાસા હેઠળ અટકાયત કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત મોકલી આપતી કાવી પોલીસ
ભરૂચ જિલ્લાના કોરા ગામના ત્રણ આરોપીઓને પાસા હેઠળ અટકાયત કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત મોકલી આપતી કાવી પોલીસ
Advertisements
ભરૂચ: વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી અંભય ચુડાસમા સાહેબ તથા ભરૂચ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.જી.ગોહિલ સાહેબ જંબુસર વિભાગ જંબુસરનાઓની સુચના અને માગૅદશૅન હેઠળ હાલમાં વિશ્ર્વમાં ચાલી રહેલ નોવેલ કોરોના વાયરસ(covid_19) મહામારી અન્વયે સરકારશ્રી તરફથી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ હોય જે અન્વયે તા22/04/2020 ના રોજ કાવી પોલીસ કોરા ઓપીવિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન.પોલીસને બાતમી હકીકત મળેલ કે કોરા ગામે ગૌતમભાઇ ગણપતભાઈ ગૌહિલ નાઓ તેની દુકાનમાં દેશી દારૂનું વેચાણ કરે છે જેઆધારે સદરના ધર પાસે આવેલ દુકાન ચેક કરવા જતાં સદર (1)ગૌતમભાઇ ગણપતભાઇ ગૌહિલ ઉ.વ.45 (2)અજુનભાઇ ગણપતભાઇ ગૌહિલ ઉ.વ.35 (3)વિનોદભાઇ હરીભાઈ ગૌહિલ ઉ.વ.38 તમામ. રહે કોરા તા.જંબુસરનાઓને દુકાન ચેક ન કરવા દઇ પોલીસની કાયદેસરની કાયૅવાહીમા અડચણ ઉભી કરી તેમજ પોલીસ કોન્સ્ટેબલ ભરતકુમાર ઉપર હુમલો કરી તેમજ લોકડાઉન અંગે જાહેરનામાનો ભંગ કરવા સબબ કાવી પો.સ્ટે ગુ.ર.ન 1199034200059/2020 ઈ.પી.કો કલમ332.353.186.189.269.188.504.506 (2).114 તથા એપેડેમિક ડીસીઝ એકટ 1897 ની કલમ 3 તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ 51 (એ) (બી) મુજબનો ગુનો નોંધી તેઓ વિરુદ્ધ કાયૅવાહી કરવામાં આવેલ અને તેઓ વિરુદ્ધ વધુ અસરકારક પગલા લેવા સારું નાયબ પોલીસ અધિક્ષક શ્રી જંબુસર તથા પોલીસ અધિક્ષક શ્રી ભરૂચનાઓ મારફતે મેજિસ્ટ્રેટ સાહેબશ્રી ભરૂચનાઓ તરફથી ધી પ્રિવેશન ઓફ એન્ટિ સોશયલ એક્ટિવિટીજ એક્ટ કલમ1985 કલમ 2 (સી) મુજબ પાસા ધારા હેઠળ અટકાયત કરવા દરખાસ્ત મોકલતા અટકાયતનો હુકમ મળતા કાવી પોલીસ દ્વારા મેડીકલ ઓફિસર શ્રી PHC કોરા નાઓના પ્રાથમિક સર્ટી આધારે ગઈ તા.13/05/2020 ના કલાક 12/45 વાગ્યે ઉપરોકત ત્રણેય આરોપીઓને પાસા હેઠળ અટકાયત કરી નોવેલ કોરોના વાયરસ અંગે વધુ ખાત્રિ કરવા સારૂ રિપોર્ટ કરવા બાબતે સિવિલ હોસ્પિટલ, ભરૂચ ખાતે મોકલી આપવામાં આવેલ જે બાબતે ઉપરોક્ત ત્રણેય આરોપીઓનો કોરોના અંગેના રિપોર્ટ નેગેટીવ આવતા મેડિકલ ઓફિસર શ્રી ના સર્ટી આધારે આજરોજ લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે. ભરૂચ પોલીસ દ્રારા સુરક્ષા કમૅચારી તથા આરોગ્ય કમૅચારી કે જેઓ હાલમાં નોવેલ કોરોના વાયરસ (covid-19) ની મહામારી અટકાવવા અને સેવાઓ પુરી પાડવા સતત પ્રયત્નશીલ.છે તેવા સંજોગોમાં જો કોઈપણ ઈસમો દ્રારા આવા ફરજ પરના કમૅચારીઓ સાથે ગેરવતૂણક કરાશે કે તેઓ ઉપર હુમલો કરવામાં આવશે તો તેવા વિરુદ્ધ સખતમાં સખત કાયૅવાહી કરવા ભરૂચ પોલીસ કટિબદ્ધ છે.
રીપોર્ટર: સોયબ કાજી, આમોદ
B B K NEWS
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment