ચેતવણી / WHOએ કાળવાણી ઉચ્ચારી, કૅસ ઘટતા હોય તેવા દેશોમાં કોરોનાનો બીજો તબક્કો આવી શકે છે; નવો દર ઓર ઝડપી હશે
ચેતવણી / WHOએ કાળવાણી ઉચ્ચારી, કૅસ ઘટતા હોય તેવા દેશોમાં કોરોનાનો બીજો તબક્કો આવી શકે છે; નવો દર ઓર ઝડપી હશે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO)એ એવા દેશોને ચેતવણી આપી છે જ્યાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. WHOના જણાવ્યા પ્રમાણે, જ્યાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યાં અચાનક કેસમાં વધારો થઈ શકે છે. એટલા માટે મહામારીને રોકવા માટે ઉપાયોની સાથે તૈયાર રહેવું. WHOના ઈમર્જન્સી પ્રમુખ ડો. માઈક રેયાને ઓનલાઈન બ્રીફિંગમાં જણાવ્યા મુજબ, સમગ્ર વિશ્વ કોરોના સંક્રમણના પહેલા તબક્કાનો સામનો કરી રહ્યું છે. ઘણા દેશોમા કેસ ઓછા થઈ રહ્યા છે જ્યારે સેન્ટ્રલ અને દક્ષિણ અમેરિકા, દક્ષિણા એશિયા અને આફ્રીકામાં કેસ વધી રહ્યા છે.
સંક્રમણનો બીજો તબક્કો ઝડપી હોઈ શકે છે
ઈમર્જન્સી પ્રમુખ માઈક રેયાનના જણાવ્યા પ્રમાણે, મહામારી તબક્કાવાર રીતે આવે છે, તેનો અર્થ છે કે, મહામારી આ વર્ષે તે વિસ્તારોમાં ફરીથી ફેલાય શકે છે જ્યાં કેસો ઓછા થઈ રહ્યા છે. પરંતુ વર્તમાનમાં ચાલુ સંક્રમણનો પહેલો તબક્કો અટકી જાય તો પણ પણ બીજી વખત સંક્રમણનો દર ઝડપી હોઈ શકે છે.
એવું ન ધારી લેવું કે કેસ ઓછા થઈ રહ્યા છે
ડો. માઈક રેયાનના જણાવ્યા પ્રમાણે, આપણે એ સમજવાની જરૂર છે કે મહામારી ફરીથી ઉથલો મારી શકે છે. આપણે તેવું ન માનવું જોઈએ કે, આંકડાઓ ઘટી રહ્યા છે અને સંકટ ઓછું થઈ ગયું છે. મહામારીનો બીજો તબક્કો પણ આવી શકે છે.
યુરોપિયન દેશ અને અમેરિકાને પણ ચેતવણી આપવામાં આવી
તેમના જણાવ્યા પ્રમાણે, યુરોપ અને ઉત્તર અમેરિકાએ સતત મહામારીથી બચવા માટે પ્રયત્ન કરવા જોઈએ. સતત તપાસની સાથે બચાવની વ્યૂહરચના તૈયાર કરવાની જરૂર છે જેથી મહામારીના બીજા તબક્કામાં પહોંચવાથી પોતાને અટકાવી શકે. ઘણા યુરોપિયન દેશ અને અમેરિકાના રાજ્યોએ તાજેતરમાં લોકડાઉનની સાથે તે ઉપાયો પણ બંધ કરી દીધા છે જે કોરોનાને અટકાવે છે અને અર્થવ્યવસ્થાને પણ સંક્રમિત થવાથી બચાવે છે.

B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments
Post a Comment