આખરે 100 દિવસ પછી પોલિસ એક્શનમાં આવી, શાહીનબાગ ખાલી કરાવ્યું, રસ્તાઓ પરથી ટેન્ટ હટાવવામાં આવ્યા, દેખાવકારો સામે કાર્યવાહી
આખરે 100 દિવસ પછી પોલિસ એક્શનમાં આવી, શાહીનબાગ ખાલી કરાવ્યું, રસ્તાઓ પરથી ટેન્ટ હટાવવામાં આવ્યા, દેખાવકારો સામે કાર્યવાહી
March 24, 2020 નવી દિલ્હીઃ દિલ્હીના શાહીનબાગમાં છેલ્લા 100 દિવસથી ચાલી રહેલા નાગરિકતા સંશોધન કાનૂન(CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર(NCR)ની વિરુદ્ધના ધરણાને હટાવવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. દેખાવકારોને હટાવવા માટે મંગળવાર સવારથી દિલ્હી પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓની ફોજ દેખાવના સ્થળે પહોંચી ગઈ છે. લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ દેખાવના સ્થળને ખાલી કરે
Advertisements
શાહીનબાગમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સની વચ્ચે દેખાવકારોના ટેન્ટ હટાવવામાં આવી રહ્યાં છે. ઘટના સ્થળે દિલ્હીના પોલીસ જવાનોની સાથે પેરામિલેટ્રીના જવાનો પણ હાજર છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે કોરોનાને ધ્યાનમાં રાખીને એકા-એક દેખાવકારોને જગ્યા ખાલી કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે સોમવારે રાતથી જ આ અંગેની હલચલ શરૂ થઈ ગઈ હતી.
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment