કોરોના અપડેટ / અત્યાર સુધીમાં 1029 કેસ: મધ્યપ્રદેશમાં આજે 5 સંક્રમિત મળ્યા; ઈરાનથી 275 ભારતીયોને લઈને વિમાન જોધપુર પહોંચ્યું
કોરોના અપડેટ / અત્યાર સુધીમાં 1029 કેસ: મધ્યપ્રદેશમાં આજે 5 સંક્રમિત મળ્યા; ઈરાનથી 275 ભારતીયોને લઈને વિમાન જોધપુર પહોંચ્યું
નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોનાવાઈરસના અત્યાર સુધીમાં 1029 કેસ પ્રકાશમાં આવ્યા છે. રવિવારે મધ્યપ્રદેશમાં 5 નવા કેસ (4 ઈન્દોર, 1 ઉજ્જૈન) હોવાની વિગતો બહાર આવી છે.
Advertisements
ઈન્દોરમાં સંક્રમિત મળેલા ચાર દર્દીઓ પુરુષ છે અને તેમની ઉંમર 40 વર્ષ, 48 વર્ષ, 38 વર્ષ અને 21 વર્ષ છે. જ્યારે ઉજ્જૈનમાં 17 વર્ષની એક છોકરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 39 થઈ ગઈ છે. જોકે આ આંકડો covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. સરકારના આંકડામાં સંક્રમિતોની સંખ્યા 918 છે, જેમાંથી 819 એક્ટિવ દર્દી છે. શનિવારે કોરોના સંક્રમણના દેશમાં 179 નવા કેસ આવ્યા છે. ન્યુઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ, આ દેશમાં એક દિવસમાં કોરોના સંક્રમણનો સૌથી મોટો આંકડો છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે 151 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આ દરમિયાન આજે ઈરાનમાંથી 275 ભારતીયોને લઈને વિશેષ વિમાન રવિવાર સવારે રાજસ્થાનના જોધપુરમાં આવી પહોંચ્યું છે. આ લોકોને અહીં સેનાના ક્વોરેન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવશે. આ પહેલા પણ ઈરાનમાંથી 277 ભારતીયોને લાવવામાં આવ્યા હતા.
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment