શેર બજાર / સેન્સેક્સ 2600 અંક સુધી ઘટ્યો, ઇતિહાસનો સૌથી મોટો ઘટાડો ; નિફટી પણ 711 અંક ઘટીને 31 મહિનાના નીચલા સ્તરે
શેર બજાર / સેન્સેક્સ 2600 અંક સુધી ઘટ્યો, ઇતિહાસનો સૌથી મોટો ઘટાડો ; નિફટી પણ 711 અંક ઘટીને 31 મહિનાના નીચલા સ્તરે
ફાઇલ તસવીર
મુંબઈઃસેન્સેક્સમાં સતત ઘટાડો વધતો જઈ રહ્યો છે. સવારે 11 કલાકે સેન્સેક્સ 2552 અંક ઘટી 33202 પર પહોંચ્યો છે. આ ઈન્ટ્રા-ડે કારોબારમાં સેન્સેક્સનો સૌથી મોટો ઘટાડો છે. સોમવારે સેન્સેક્સ ઈન્ટ્રાડે કારોબારમાં 2467 અંક ઘટ્યો હતો. જ્યારે નિફ્ટી 701.90 અંક ઘટી 9746 પર પહોંચ્યો હતો. આ નિફ્ટીનું 31 મહિનાનું સૌથી નીચલુ સ્તર છે. બીએસઈ પર વોડાફોન આઈડિયાના શેરોમાં તેજી જોવા મળી રહી છે તો સ્પાઈસ જેટ, ગ્લેનમાર્કના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીએસઈ પર ટ્રેડ થનાર 2087 કંપનીઓના શેરોમાંથી 1873 કંપનીઓના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
Advertising
સેન્સેક્સમાં કોરોના કહેરથી બજારની સ્થિતિ
- બજારની તેજીથી નીચે આવનાર રોકાણકારોના શેરની વેલ્યુ લગભગ 8 લાખ કરોડ ઓછી થઈ
- સેન્સેક્સની માર્કેટ કેપ 128 લાખ કરોડે પહોંચી, બુધવારે તે 137 લાખ કરોડ રૂપિયા હતી
- સ્ટોક એક્સચેન્જના આંકડા અનુસાર વિદેશી રોકાણકારોએ 3,515.38 કરોડ રૂપિયાના શેર વેચ્યા
- બજારમાં 2,087 કંપનીઓના શેરમાં કારોબાર થઈ રહ્યો છે. 1873 કંપનીઓના શેરોમાં ઘટાડો
- 150 કંપનીઓના શેરમાં વધારો, 8 કંપનીઓના શેર 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે પહોંચ્યો
- ગુરુવારના કારોબારમાં 33 કંપનીઓના શેરમાં અપ સર્કિટ લાગી તો 329 કંપનીઓના શેરોમાં લોઅર સર્કિટ
ટાટા સ્ટીલ, ONGC, એક્સિસ બેન્કના શેર ઘટ્યા
સેન્સેક્સ પર ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ઓએનજીસી, એક્સિસ બેન્ક અને એસબીઆઈ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા મોટર્સ 11.11 ટકા ઘટી 88.00 પર કારોબાર કરી રહ્યો છે. ટાટા સ્ટીલ 8.83 ટકા ઘટી 272.95 પર કારોબાર કરી રહ્યો છે. ઓએનજીસી 7.61 ટકા ઘટી 66.20 પર કારોબાર કરી રહ્યો છે. એસબીઆઈ 7.08 ટકા ઘટી 227.85 પર કારોબાર કરી રહ્યો છે. એક્સિસ બેન્ક 6.77 ટકા ઘટી 576.85 પર કારોબાર કરી રહ્યો છે.
નિફ્ટીના ટોપ લુઝર
| શેર | ઘટાડો |
| યસ બેન્ક | 17.71 ટકા |
| ટાટા મોટર્સ | 11.71 ટકા |
| ઓએનજીસી | 9.27 ટકા |
| વેદાંતા | 8.70 ટકા |
| અદાણી પોર્ટ્સ | 8.18 ટકા |
અમેરિકાના બજારોમાં રેકોર્ડ ઘટાડો
અમેરિકાના રાષ્ટ્રપતિએ 26 યુરોપીય દેશો ઉપર અમેરિકામાં મુસાફરી કરવાનો પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ શુક્રવારે રાતથી શરૂ થઈને અગામી 30 દિવસ સુધી ચાલુ રહેશે. અમેરિકાના રાષ્ટ્રપતિની આ જાહેરાત બાદ અમેરિકાના બજારોમાં એક વખત રેકોર્ડ ઘટાડો જોવા મળ્યો છે. ડાઉ જોન્સે એક વખત ઘટાડાનો ઈતિહાસ રચ્યો છે. ડાઉ જોન્સમાં 1464 અંકનો ઘટાડો થયો હતો. આ ડાઉ જોન્સના ઈતિહાસની સૌથી મોટો ઘટાડો છે. આ પહેલા 28 ફેબ્રુઆરીએ પણ ડાઉ જોન્સે ઘટાડાનો રેકોર્ડ બનાવ્યો હતો. તે દિવસે તે 1190.95 અંક ઘટ્યો હતો. જોકે કોરોબારના અગામી દિવસે બજારમાં રેકોર્ડ તેજી જોવા મળી હતી અને ડાઉ 1293.96 અંક વધી બંધ થયો હતો.
નેસ્ડેક 4.70 ટકા અને ડાઉ 5.86 ટકા ઘટ્યો
| બજાર | બંધ ભાવ | ઘટાડો અંકમાં | ટકાવારીમાં |
| ડાઉ જોન્સ | 23,553.20 | 1,464.94 | 5.86% |
| નેસ્ડેક | 7,952.05 | 392.20 | 4.70% |
| એસએન્ડપી | 2,741.38 | 140.85 | 4.89% |
અમેરિકામાં કોરોનાવાઈરસના 1200 મામલાઓ
અત્યાર સુધીમાં વિશ્વભરમાં 4300 લોકોના મોત થઈ ચૂક્યા છે. એક લાખ 19 હજારથી વધુ મામલાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. અમેરિકામાં કોરોનાવાઈરસના અત્યાર સુધીમાં 12000 મામલાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment