સાગબારાના સીમઆમલી ગામની નવી વસાહત ખાતે હોળીનો તહેવાર લોહિયાળ બન્યો.
સાગબારાના સીમઆમલી ગામની નવી વસાહત ખાતે હોળીનો તહેવાર લોહિયાળ બન્યો.
પ્રતિકાત્મક તસવીર
ઢોલ વગાડી નાચતી વખતે ચપ્પુ વડે ઢોલ ફાડી નાખવાની અદાવતે ગળામાં ચપ્પુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારતો ગામનો યુવાન. હત્યારા યુવાનની મોડી રાત્રે ધરપકડ કરી જેલ ભેગો કરી દેવાયો.
Advertising
રાજપીપળા: નર્મદા જિલ્લાના સાગબારાના સીમઆમલી ગામની નવી વસાહત ખાતે હોળીના તહેવાર લોહિયાળ બન્યો હતો જેમાં સીમઆમલી ગામ ની નવી વસાહત હોળી ના તહેવાર નિમિત્તે ઢોલ વગાડી નાચગાન કરતા હતા ત્યારે ભીખાભાઈ વસાવાએ ચપ્પુ વડે ઢોલ ફાડી નાખતા આરોપીએ અદાવતે વગઢીયાભાઈ જેરામભાઈ વસાવાના ગળામાં ચપ્પુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી હત્યા કરતા ગામના હત્યારા યુવાનની મોડી રાત્રે ધરપકડ કરી જેલ ભેગો કરી દેવાયો હતો.આ પણ વાંચો:-
https://wwwkansaramanish4bbknews.blogspot.com/2020/03/24.html
આ બાબતની સાગબારા પોલીસ મથકે ફરિયાદ મોવાસિયાભાઈ જેરામભાઈ વસાવા ( રહે, સીમઆમલી નવી વસાહત) એ આરોપી ભીખાભાઈ મોતીયાભાઈ વસાવા (રહે, સીમઆમલી નવી વસાહત ) સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો:-
https://wwwkansaramanish4bbknews.blogspot.com/2020/03/52-51.html
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી મોવાસીયાભાઈ તથા મરનાર વાગઢીયાભાઈ જેરામભાઈ વસાવા તથા ગામના માણસો હોળીના તહેવાર નિમિત્તે ઢોલ વગાડી નાચતા હતા તે વખતે આ કામના આરોપી ભીખાભાઈ એ ચપ્પુ વડે ડોલ ફાડી નાખતા આ કામના મરનાર વાગઢીયાભાઈ એ કેમ ફાડી નાખે છે તેમ કહી ઠપકો આપ્યો હતો. તેથી ભીખાભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયેલા. અને ઉશ્કેરાઇને ચપ્પુનો એક ઘા ગળામાં ડાબી બાજુએ મારી દેતા વાગઢીયાભાઈ વસાવાને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજયું હતું. જો કે ખૂન કરીને નાસી ગયેલ ભીખાભાઈ એ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતાં સાગબારા પોલીસે મોડી રાત્રે તેની ધરપકડ કરી તેને જેલભેગો કરી તેની સામે ખૂનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અહીં વધુ વાંચો:-
https://wwwkansaramanish4bbknews.blogspot.com
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment