ગુજરાતમાં આજે 3 પોઝીટીવ કેસ, 6 દિવસમાં 33 પોઝીટીવ કેસ નોંધાયા, કલમ 144 લાગુ, કામ વિના ઘર બહાર નીકળતા લોકો સામે કાર્યવાહી

ગુજરાતમાં આજે 3 પોઝીટીવ કેસ, 6 દિવસમાં 33 પોઝીટીવ કેસ નોંધાયા, કલમ 144 લાગુ, કામ વિના ઘર બહાર નીકળતા લોકો સામે કાર્યવાહી
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના ખતરનાક પ્રસાર થઈ ગયો છે. આજે વધુ ત્રણ 3પોઝિટિવ કેસ સામે આવ્યાછે. આમ છેલ્લા 6 દિવસમાં પોઝિટિવ કેસનો આંકડો 33એ પહોંચ્યો છે.જેમાંથી એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું છે.આ અંગે આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતીએ રવિએ જણાવ્યું કે, દરરોજ સાંજે મુખ્યમંત્રી સાથે હાઈપાવર કમિટીની બેઠક મળશે. અત્યાર સુધીમાં 10 લાખ લોકોનો સર્વે કર્યો છે. તેમજ 11 હજાર 108 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે. તેની સાથે સાથે 1583 આઇસોલેશન બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને 609 જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં 1500 જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે.
Advertisements
સંપૂર્ણ રાજ્ય લોકડાઉન
કોરોનાના કહેરને કારણેસંપૂર્ણ રાજ્યમાં 31 માર્ચ સુધી સરકારે લૉકડાઉન કરી દીધું છે. સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ કરાઈછે. લોકો માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ખરીદવા માટે જ બહાર નીકળી શકશે. જો કોઈપણ વ્યક્તિ ઘરની બહાર કારણ વગર નીકળશે તો તેને પોલીસ અટકાવશેઅને તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે. લૉકડાઉનનું ચુસ્ત પાલન માટે પોલીસ ઉપરાંત એસઆરપીની 6 કંપની, રેપિડ એક્શન ફોર્સની 4 કંપની પણ રાજ્યમાંતહેનાત રહેશે. પોલીસે ગુજરાતના તમામ જિલ્લાની અને રાજ્યની અન્ય રાજ્યો સાથેની બોર્ડર સીલ કરી દીધી છે. આ લૉકડાઉનમાં દવાઓ, કરિયાણુ, દૂધ અનેશાકભાજી, ફળ, ઇંધણના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો, ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના વાહનોને મુક્તિ અપાઈ છે. આ સાથે જીવનજરૂરીયાતની ચીજવસ્તુની દુકાનપણ ચાલુ રહેશે. આ ઘટનાક્રમ વચ્ચે આજે સવારથી રસ્તા પર જઈ રહેલા લોકોને પોલીસ અટકાવીને પૂછપરછ કરી રહી હતી. જેમાંથી કામ વિના બહાર નીકળી રહેલા લોકો સામે પોલીસ પગલા ભરી રહી છે.
90 કલાકમાં 1400 ટકા કેસ વધ્યાં
ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ ભયાનક સ્તરે પહોંચી ગયો છે, 24 જ કલાકમાં 12 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હવે સંખ્યા 30 પર પહોંચી ગઇ છે. છેલ્લા 90કલાકમાં જ આશરે 1400 ટકા કેસ વધ્યા છે. સૌથી વધુ 13 કેસ અમદાવાદમાં મળ્યા છે. આ સ્થિતિ જોતા હવે સમગ્ર રાજ્યમાં 31 માર્ચ સુધી લૉકડાઉન જાહેર કરાયું છે.તેનું કડકાઈથી પાલન કરાશે. આ મહામારીથી બચવાનો એક જ વિકલ્પ છે કે આપણે પોતાને સુરક્ષિત રાખીએ. પોતાના ઘરમાં જ રહીએ અને બને ત્યાં સુધી બીજા લોકોસાથે અંતર જાળવીએ.
નિયમપાલન સારી રીતે કરશો તો 31મી સુધી આપણે જીતી જઈશું
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીએમ હાઉસથી વીડિયો કોન્ફરન્સ દ્વારા વિવિધ હોસ્પિટલમાં દાખલ કોરોના પીડિત દર્દી સાથે વાત કરી અને તેમની સ્થિતિ અંગે પૂછપરછકરી હતી તથા તેમનો જુસ્સો વધાર્યો હતો. સીએમે કહ્યું કે ગુજરાતમાં કોરોના બીજા અને ત્રીજા સ્ટેજ વચ્ચે છે. તેનાથી બચવાનો એક જ ઉપાય છે કે સોશિયલ ડિસ્ટન્સરાખવું અને લોકો ઘરમાંથી બહાર ના નીકળે. નિયમનું પાલન કરશે તો 31મી સુધી આપણે આ વાઈરસને કંટ્રોલ કરી લઈશું.
ગુજરાતમાં 19થી 23 માર્ચ સુધી પોઝિટિવ કેસ 0થી 30 થયા એટલે 1400% વધ્યા
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12 નવા કેસ સાથે ગુજરાતમાં 30 કેસ નોંધાયા છે. ગુજરાતમાં 19થી 23 માર્ચ સુધીમાં 1400 ટકા પોઝિટિવ કેસ વધ્યાં. સોમવારે મળેલા 12નવા કેસમાં 6 કેસ તો ચેપગ્રસ્ત દર્દીને કારણે લાગેલા ચેપના છે. એટલે હવે ગુજરાતમાં એક વ્યક્તિથી બીજા વ્યક્તિને ચેપ લાગવાનું ખતરનાક સ્ટેજ શરૂ થઈ ગયું છેએટલે સતર્ક રહેવાની જરૂર છે.
અમદાવાદ-વડોદરા અત્યંત સંવેદનશીલ
અમદાવાદ અને વડોદરા કોરોના માટે સૌથી સંવેદનશીલ છે. વિદેશમાંથી સૌથી વધુ લોકો અહીં આવ્યા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 13 કેસ મળ્યા છે. માત્રસોમવારે જ 6 કેસ મળ્યાં હતા. વડોદરામાં પણ સોમવારે 3 નવા કેસ નોંધાયા છે. બંને શહેરોમાં લોકલ ટ્રાન્સમિશનની સંખ્યા પણ વધી છે.
હવે લૉકડાઉનથી નહીં માનો તો કર્ફ્યૂ જ વિકલ્પ
મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ લૉકડાઉન હતું પરંતુ લોકો રસ્તા પર નીકળી આવતા હતા. આથી ત્યાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધવા લાગી. ત્યારપછી બંને રાજ્યોમાં સખ્તકર્ફ્યૂની જાહેરાત કરવી પડી. જો ગુજરાતમાં લૉકડાઉનને ગંભીરતાથી લોકો નહીં લે તો પોલીસ કડકાઈથી કર્ફ્યૂનું પાલન કરાવે તો તે યોગ્ય જ લેખાશે....
B B K NEWS 
#manishkansara 
OWNER 
Manish Kansara 
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો