ગુજરાતમાં વધુ 5 કેસ પોઝિટિવ, આંકડો 18 એ પહોંચ્યો, CM રૂપાણીએ કહ્યું લડીશું તો જ જીતીશું
ફાઇલ તસવીર 
અમદાવાદ: સમગ્ર વિશ્વમાં જે રીતે કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે તેમાંથી ગુજરાત પણ બાકાત નથી. કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન(WHO) દ્વારા પણ વૈશ્વિક મહામારી તરીકે જાહેર કરવામાં આવ્યો છે. માહિતી મુજબ ભારતમાં અત્યાર સુધી 348 લોકો આની ચપેટમાં આવ્યા છે. ત્યારે ગુજરાતમાં કુલ 18 કેસ પોઝિટિવ આવ્યા છે.
Advertisers 
અમદાવાદમાં 07 કેસ, સુરત, વડોદરા અને ગાંધીનગરમાં 3-3 કેસ, રાજકોટ અને કચ્છમાં 1-1 કેસ પોઝિટિવ આવ્યા છે. આ રીતે ગુજરાતમાં અત્યાર સુધી કુલ 18 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે કુલ 273 રિપોર્ટ કરાયા જેમાં 253 નેગેટિવ આવ્યા છે. આ સિવાય ગાંધીનગરમાં વધુ એક કેસ પોઝિટિવ હોવાની આશંકા છે. યુવકના 80 વર્ષના દાદીને પણ કોરોનાની અસર થઈ હોવાની આશંકા છે.

મળતી માહિતી મુજબ CM રૂપાણીએ યુવાનના દાદીને ચેપ લાગ્યાની વાત કહી હતી. આ પહેલા ગાંધીનગરના યુવાનનો ગઈકાલે જ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના લાઇવમા યુવાનના દાદીને ચેપ લાગ્યો હોવાની વાત કહી હતી.

‘જનતા કરફ્યૂ’ને લઈ CMએ પાઠવ્યા અભિનંદન:

સીએમ રૂપાણીએ કહ્યું કે 60થી 65 વર્ષના લોકોએ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. ઉપરાંત તેમણે કહ્યું કે વિદેશથી આવેલા લોકો ક્વોરોન્ટાઈનમાં જાય. મોરબીમાં એક શખ્સ હોમ ક્વોરોન્ટાઈન છોડીને ગયો. ઉપરાંત તેમણે કહ્યું કે આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. સીએમે કહ્યું કે કોરોનાથી ડરવાની જરૂર નથી, લડીશું તો જ જીતીશું.
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

માર્કેટ / શેર બજારમાં 1463 પોઇન્ટનો કડાકો; નિફટી 410 પોઇન્ટ ઘટીને 10579 થઈ, યશ બેન્કના શેરમાં 20 ટકાનો ઉછાળો

કોરોના સંક્રમણને કારણે રાજપીપળામાં જૈન મંદિર બંધ હોવાથી ઘરે રહીને આયંબિલના નવપદની ઓળીની આરાધના કરતા જૈનો