કોરોના / સંક્રમણના 536 કેસ અને 10 લોકોના મોત: દિલ્હીમાં છેલ્લા 40 કલાકમાં એક પણ નવો કેસ નથી આવ્યો, હિમાચલ પ્રદેશમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો, કેન્દ્રએ રાજ્યોને તપાસ અને સારવારની સુવિધા વધારવા માટે કહ્યું
કોરોના / સંક્રમણના 536 કેસ અને 10 લોકોના મોત: દિલ્હીમાં છેલ્લા 40 કલાકમાં એક પણ નવો કેસ નથી આવ્યો, હિમાચલ પ્રદેશમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો, કેન્દ્રએ રાજ્યોને તપાસ અને સારવારની સુવિધા વધારવા માટે કહ્યું
નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસ સંક્રમિતોની સંખ્યા 536થઈ ગઈ છે, જ્યારે 10લોકોના મોત થઈ ચુક્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 107 કેસની પુષ્ટી થઈ ચુકી છે. બીજા નંબરે કેરળ છે. સાથે જ મંગળવારે મણિપુરમાં સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો છે. 23 વર્ષીય સંક્રમિત યુવતી તાજેતરમાં જ બ્રિટનથી પાછી આવી હતી. સંક્રમણને ફેલાવાથી રોકવા માટે 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પુરી રીતે લોકડાઉનની જાહેરાત કરી છે.આ સાથે જ ચૂંટણી પંચે 26 માર્ચે યોજાનારી રાજ્યસભાની 55 બેઠકો માટેની ચૂંટણી રદ કરી દીધી છે.
Advertisements
અપડેટ્સ
કેજરીવાલે કહ્યું- દિલ્હીમાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો આવ્યો
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કોરોના વાઈરસથી બચાવ માટે બચાવ માટે દિલ્હીમાં કર્ફ્યૂ લગાવાયો છે. તેમણે જણાવ્યુ કે, દિલ્હીમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. આ સારા સમાચાર છે, પરંતુ આપણે હાલ ખુશ ન થવું જોઈએ, લડાઈ હાલ લાંબી છે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કોરોના વાઈરસથી બચાવ માટે બચાવ માટે દિલ્હીમાં કર્ફ્યૂ લગાવાયો છે. તેમણે જણાવ્યુ કે, દિલ્હીમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. આ સારા સમાચાર છે, પરંતુ આપણે હાલ ખુશ ન થવું જોઈએ, લડાઈ હાલ લાંબી છે.
ગોવાઃ મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પુરી રીતે લોકડાઉનની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, રાજ્યમાં તમામ દુકાનો 31 માર્ચ સુધી બંધ રહેશે. સરકાર જરૂરી સામાન વહેંચવાની વ્યવસ્થા કરશે. આ અંગે તમામ કલેક્ટર નિર્ણય કરશે. દૂધની આપૂર્તિ ગોવા ડેરી સુનિશ્વિત કરશે.
મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશમાં ગ્વાલિયવાલિયર અને શિવપુરીમાં 2 કોરોના પોઝિટિવ મળવાથી સંક્રમિતો આંકડો 9એ પહોંચ્યો છે. આ પહેલા 6 જબલપુર અને એક ભોપાલમાં સંક્રમિત મળ્યા હતા. મંગળવાર રાતથી નેશનલ ફ્લાઈટ્સ પણ બંધ કરી દેવાઈ છે. અત્યાર સુધી 43 જિલ્લાઓને લોકડાઉન કરાયા છે. રાજ્યમાં પ્રભાવિત દેશમાંથી આવેલા 1,269 લોકોની ઓળખ કરાઈ છે.
હરિયાણાઃ સરકારે પસંદ કરેલા 440 ડોક્ટરોને તાત્કાલિક એપોઈન્ટમેન્ટ લેટર આપ્યા
છત્તીસગઢઃ રાજ્યના 500 મેડિકલ સ્ટુડન્ટ્સ મધ્ય એશિયાના કિર્ગિસ્તાનમાં ફસાઈ ગયા છે. આ વિદ્યાર્થીઓમાં રામાનુજગંજથી કોંગ્રેસ ધારાસભ્ય બૃસ્પત સિંહનો દીકરો પણ સામેલ છે. કોરોનાના વધતા જોખમને ધ્યાનમાં રાખતા રાજ્યપાલ અનુસુઈયા ઉઈકેએ કેન્દ્ર સરકારને પત્ર લખીને મદદ માંગી છે. સાથે જ રાજ્ય સરકારે મે સુધી રાશન આપવા અને ૩૧ માર્ચ સુધી વીજળી બિલ રીંડિગ પર લગાવવા જેવી જાહેરાત કરી છે.
રાજસ્થાનઃ લોકડાઉનના પહેલા દિવસે સોમવારે મોટી સંખ્યમાં લોકો ઘરની બહાર નીકળ્યા હતા. આનાથી નારાજ મુખ્યમંત્રી અશોક ગેહલોતો કડક સૂચના આપતા કહ્યું કે, લોકડાઉનને જ કર્ફ્યૂ માનવું. જો નાગરિકો આને ગંભીરતાથી નહીં લે તો આખા રાજ્યમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવશે. ત્યારબાદ સવારે જયપુર, કોટાના રસ્તાઓ પર સન્નાટો જોવા મળ્યો હતો. રાજધાનીમાં દવા, દૂધ અને જરૂર સામાનની દુકાનો ખુલી છે.
લોકડાઉનના બીજા દિવસે પણ રાજ્યના ઘણા ભાગોમાં દુકાનો ખુલ્લી, પોલીસે બંધ કરાવી
બિહારમાં કોરોના વાઈરસને અટકાવવા માટે 31 માર્ચ સુધી લોકડાઉન છે. મંગળવારે લોકડાઉનનો બીજો દિવસ છે. રાજધાની પટનામાં સવારે થોડી દુકાનો ખુલી હતી. તેને પોલીસે બંધ કરાવી હતી. આ ઉપરાંત રસ્તા પર જોવા મળેલા લોકોમાંથી જે લોકો જરૂરી કામે જઈ રહ્યા હતા તેમને રોકવામાં નહોતા આવ્યા. બિહારમાં અત્યાર સુધી સંક્રમણના બે કેસ સામે આવ્યા છે. મુંગેરમાં એક દર્દીનું મોત થઈ ગયું છે.
બિહારમાં કોરોના વાઈરસને અટકાવવા માટે 31 માર્ચ સુધી લોકડાઉન છે. મંગળવારે લોકડાઉનનો બીજો દિવસ છે. રાજધાની પટનામાં સવારે થોડી દુકાનો ખુલી હતી. તેને પોલીસે બંધ કરાવી હતી. આ ઉપરાંત રસ્તા પર જોવા મળેલા લોકોમાંથી જે લોકો જરૂરી કામે જઈ રહ્યા હતા તેમને રોકવામાં નહોતા આવ્યા. બિહારમાં અત્યાર સુધી સંક્રમણના બે કેસ સામે આવ્યા છે. મુંગેરમાં એક દર્દીનું મોત થઈ ગયું છે.
ડોક્ટર અને મેડીકલ સ્ટાફને એક મહિનાનો વધારાનો પગાર આપવાની તમીલનાડુના મુખ્યમંત્રીએ જાહેરાત કરી
દેશ અને રાજ્યમાં કોરોના વાઈરસના કેસ વધતા તમીલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ ડોક્ટર અને મેડીકલ સ્ટાફ સહિતના આરોગ્ય વિભાગના કર્મચારીઓને એક મહિનાનો વધારાનો પગાર આપવાની જાહેરાત કરી છે. જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે કોરોના વાઈરસના દર્દીઓની સારવાર કરતા ડોક્ટર અને નર્સ સહિતના સ્ટાફને એક મહિનાનો વધારે પગાર આપવામાં આવશે. તમામ કુપન ધારકોને એક હજાર રૂપિયા તેમજ ચોખા, ખાંડ અને બીજી જરૂરી વસ્તુઓ મફત આપવાની જાહેરાત કરી છે. તમીલનાડુમાં કોરોનાના 12 કેસ નોંધાયા છે.
દેશમાં ચાલી રહેલી મહામારીને ધ્યાનમાં રાખતા વડાપ્રધાન મોદી આજે દેશને સંબોધિત કરશે. તેમણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી.
દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રિન્ટ મીડિયા પ્રમુખો સાથે કોરોના અંગે ચર્ચા કરી. એક દિવસ પહેલા ન્યૂઝ ચેનલ હેડ સાથે પણ ચર્ચા કરી હતી.
બેંગ્લોરમાં બે દિવસમાં 10 હજાર લોકોને હોમ ક્વોરન્ટાઈનના સ્ટેમ્પ મારવામાં આવ્યા
આરોગ્ય અધિકારી, સિવિલ બોડી અને પોલીસ દ્વારા છેલ્લા બે દિવસમાં બેંગ્લોરમાં 10 હજાર લોકોને હોમ ક્વોરન્ટાઈનના સ્ટેમ્પ મારવામાં આવ્યા છે. સિવિલ બોડી કમિશ્નર બીએચ અનિલ કુમારે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં 600 ટીમ દ્વારા 10 હજાર લોકોને હોમ ક્વોરન્ટાઈનના સ્ટેમ્પ મારવામાં આવ્યા છે. જેમના ઘરે ક્વોરન્ટાઈનના પોસ્ટર લગાડવામાં આવ્યા છે તે લોકોના ઘરની મુલાકાત ન લેવા લોકોને કહેવાયું છે.
મહારાષ્ટ્રઃ ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું મુંબઈ અને ભિવંડી વિસ્તારોના ગોડાઉનમાં 15 કરોડ રૂપિયા કિંમતના ૨૫ લાખ માસ્ક જપ્ત કર્યા છે. જેમાંથી ૩ લાખ N-95 માસ્ક હતા. જેમાં 4 લોકોની ધરપકડ કરાઈ છે અને અન્ય બે લોકો હજુ ફરાર છે.
12:02 PMજમ્મુ કાશ્મીરની સરકારે 11 મોટી હોસ્પિટલોને કોરોના વાઈરસના શંકાસ્પદોની સારવાર કરવા માટે ફાળવી દેવાઈ છે. સરકારે SKIMS મેડિકલ કોલેજ, બેમિના, સીડી હોસ્પિટલ શ્રીનગર, જેએલએનએમ હોસ્પિટલ શ્રીનગર અને પોલિસ હોસ્પિટલ, આખા શ્રીનગરની હોસ્પિટલોને આઈસોલેશનના હેતુસર ફાળવી દેવાઈ છે.
11:45 AM દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસનો એક પણ કેસ સામે આવ્યો નથી. સાથે જ પાંચ લોકોને પણ સારવાર બાદ ડિસચાર્જ કરી દેવાયા છે. આ એક મોટો પડકાર છે.
11:15 AM કોંગ્રેસના ઈન્ટરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોરોના વાઈરસ અંગે વડાપ્રધાન મોદીને પત્ર લખીને રાજ્યના મકાન અને બાંધકામ કામદારોને વેતનની સહાય આપવાની વિનંતી કરી છે.
તમિલનાડુ સરકાર પણ રાશન કાર્ડ ધારકોને મફતમાં ચોખા, ખાંડ અને અન્ય જરૂરી સામાન આપશે. મુખ્યમંત્રી ઈકે પલાનીસામીએ કહ્યું કે, લોકોની લાઈન ન લાગે એટલા માટે સામાનની વહેંચણી જ કરવામાં આવશે.
દિલ્હી પોલીસે જામિયા યુનિવર્સિટીની બહાર CAA વિરુદ્ધ પ્રદર્શન કરનારા લોકોને હટાવ્યા છે. યુનિવર્સિટીએ ગેટ નંબર 7 પર થઈ રહેલા પ્રદર્શનને 21 માર્ચે અસ્થાઈ રીતે સ્થગિત કરી દીધું હતું.
નોઈડામાં મંગળવારે સવાર સુધી લોકડાઉનનું ઉલ્લંઘન કરવા પર 1995 ગાડીઓનું ચલણ કાપવામાં આવ્યું અને 96 એફઆરઆઈ નોંધવામાં આવી.
નોઈડામાં મંગળવારે સવાર સુધી લોકડાઉનનું ઉલ્લંઘન કરવા પર 1995 ગાડીઓનું ચલણ કાપવામાં આવ્યું અને 96 એફઆરઆઈ નોંધવામાં આવી.
પાંચ રાજ્યોમાં કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. દેશભરમાં લોકડાઉન અને કર્ફ્યૂ લાગુ કરવા માટે પોલીસ રસ્તાઓ પર છે. પોલીસ બેરિકેડિંગ કરીને માત્ર જરૂરી કામો માટે લોકોને અવર જવર કરવા માટેની મંજૂરી આપી રહી છે. દિલ્હીમાં સોમવારે લોકડાઉનના પહેલા દિવસે ઉલ્લંઘન કરવા પર 1012 લોકો પર કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ આંધ્રપ્રદેશ સરકારે કહ્યું છે કે વિદેશથી પાછા આવેલા લોકોની ઓળખ માટે મેડિકલની ટીમો લોકોની ઘરે ઘરે જઈને તપાસ કરશે.
કજાકિસ્તાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓેને ત્યાંથી કાઢવાનો આગ્રહ કર્યો
કજાકિસ્તાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ અધિકારીઓને પરત ભારત લાવવા માટેનો આગ્રહ કર્યો છે. ત્યાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓએ કહ્યું કે, તે હાલની સ્થિતિને કારણે ફસાઈ ગયા છે, તેમને બુક કરેલી ફ્લાઈટ્સ રદ થઈ ગઈ છે. વિદ્યાર્થી એરપોર્ટ પાસે જ ભાડાના ઘરમાં રહે છે. કારણ કે તેમની હોસ્ટેલ એરપોર્ટથી ઘણી દૂર છે.
ત્રણ રાજ્યો ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ઓરિસ્સાએ તેના ઘણા શહેરોને લોકડાઉન કર્યા છે. દેશના 577 જિલ્લા આ દાયરામાં આવે છે. સાથે જ મહારાષ્ટ્ર, પંજાબ, પુડ્ડચેરી અને રાજસ્થાનમાં કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. મધ્યપ્રદેશના ભોપાલ અને જબલપુરમાં સોમવારે અડધી રાતથી કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે.
નવા 22 કેસ નોંધાવાની સાથે જો એક્ટિવ કેસ (હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દી) 446 છે. 36 લોકો સાજા થઈ જતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
દિલ્હીવાસીઓ માટે સારા સમાચાર
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં એકપણ નવો કેસ સામે આવ્યો નથી. અહીં કોરોના વાઈરસના કુલ 30 કેસ છે. જેમાંથી પાંચ દર્દી સાજા થઈ ઘરે જઈ ચૂક્યા છે. જ્યારે એક મહિલા દર્દીનું મોત થયું હતું. દિલ્હીમાં 117 શંકાસ્પદ કેસ પણ હોસ્પિટલમાં દાખલ છે.
30 રાજ્યો સંપૂર્ણ પણ લોક ડાઉન
કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે 30 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સંપૂર્ણ પણે લોક લાઉન કરી દેવામાં આવ્યા છે. લોક ડાઉનનો સંપૂર્ણ અમલ કરાવવા માટે પોલીસ રસ્તા પર છે. પોલીસ બેરિકેડિંગ લગાવી જરૂરી કામવાળા લોકોને જ અવર-જવર કરવા દેવા દે છે. દિલ્હીમાં સોમવારે લોક ડાઉનનું ઉલ્લંઘન કરનાર 1012 લોકો સામે કેસ કરવામાં આવ્યો હતો. આંધ્રપ્રદેશમાં વિદેશથી પરત ફરનાર લોકોની ઓળખ કરવા માટે આરોગ્યની ટીમ ઘરે ઘરે જઈ રહી છે.
મહારાષ્ટ્ર, પંજાબ, પુડુચેરી અને રાજસ્થાનમાં કર્ફ્યુ લગાવવાની જાહેરાત કરાઈ છે. ભોપાલ અને જબલપુરમાં અડધી રાતે કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો. દેશમાં 557થી વધારે જિલ્લાને લોકડાઉન કરી દેવાયા છે.
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️





Comments
Post a Comment