કોરોના વાઇરસ / રાજ્યમાં કોરોનાના 63 શંકાસ્પદ દર્દીનો રીપોર્ટ નેગેટીવ, 2ના રીપોર્ટ આવવાના બાકી

કોરોના વાઇરસ / રાજ્યમાં કોરોનાના 63 શંકાસ્પદ દર્દીનો રીપોર્ટ નેગેટીવ, 2ના રીપોર્ટ આવવાના બાકી
પ્રતિકાત્મક તસવીર 
અમદાવાદઃ નોવેલ કોરોના વાઇરસને લઇને સરકારે અહેવાલ જાહેર કર્યો છે. જેમાં રાજ્યમાં કોરોનાના કુલ 65 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી 63 રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. જ્યારે અન્ય 2 રિપોર્ટ આવવના બાકી છે. ઉલ્લેખનીય છે કે, સરકારે કોરોના વાઇરસના ખતરાને ધ્યાને રાખી છેલ્લા 14 દિવસમાં ચીન, કોરિયા, ઇટાલી, ઇરાન, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીથી આવેલા પ્રવાસીઓને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવાની જાહેરાત કરી છે.
રાજ્યમાં 572 આઇસોલેશન બેડની વ્યવસ્થા
જોતા રહો  દરેક સમાચાર “રંગીન” માં
B B K NEWS પર
આ ઉપરાંત સરકારે આઇસોલેશન વોર્ડની પણ વ્યવસ્થા કરી છે. જેમાં મેડીકલ કોલેજમાં 392 બેડ, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 171 બેડ, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 9 બેડ સહિત કુલ 572 આઇસોલેશન બેડ રાખવામાં આવ્યાં છે. આ સિવાય 204 જેટલા વેન્ટિલેટર બેડ રાખવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, કોઇ પણ વ્યક્તિને કોરોના વાઇરસની અસર જણાય તો તરત 104 નંબર ડાયલ કરવો.
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો