નર્મદા ધારીખેડા સુગર ની આવનારી ચુંટણી માટે વાલીયા તાલુકા દેશાડ ગામે મતદાર જાગૃતિ અભિયાન ની સભાસદો ની મીટીંગ યોજાઈ.

નર્મદા ધારીખેડા સુગર ની આવનારી ચુંટણી માટે વાલીયા તાલુકા  દેશાડ ગામે મતદાર જાગૃતિ અભિયાન ની સભાસદો ની મીટીંગ યોજાઈ

ભરૂચ / વાલિયા: નર્મદા ધારીખેડા સુગર ની આવનારી ચુંટણી માટે વાલીયા તાલુકા  દેશાડ ગામે મતદાર જાગૃતિ અભિયાન ની સભાસદો ની મીટીંગ યોજાઈ. 
Advertising 
સભાસદો નો ઉત્સાહ જોતાં તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સભાસદો દ્વારા  વાલીયા વિભાગમાં આ વખતે સંસ્થા ના હાલ ના ડીરેક્ટર યોગેન્દ્રસિંહ મહિડા ને ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ દ્વારા રીપીટ ની થીયરી ને સભાસદો એ એક્કી અવાજે સ્વીકાર કરી તાળીઓથી વધાવી લીધી હતી આવનારી ચુટણી ધારીખેડા સુગર ના વાલીયા વિભાગમાં બીનહરીફ થાય તેવા એંધાણ દેખાય રહે એવો સભાસદો નો સુર તથા અંદરો-અંદર વાતો કરતા જાણવા મળેલ છે.

ધારીખેડા સુગર મા હાલ મતદાર યાદી ની કામગીરી ચાલી રહેલ હોય સરકાર ના ખાંડ નિયામક ના હુકમ મુજબ જે સભાસદો એ પાચ વષઁ મા બે વખત શેરડી નાખી હોય તેવા જ સભાસદો મતદાન કરી શકે તેમજ ઊમેદવારી કરી શકે આ બાબત મા આજ રોજ બોડઁ ઓફ નોમીનીઝ નો સ્ટે ઓર્ડર  થતા હાલ બધી પ્રક્રિયા બંધ થવા પામેલ છે .જેથી ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ એ સભાસદો ને નર્મદા સુગર ધારીખેડા સુગરની બાવીસ મે પહેલા યોજાય એવુ સભાસદો ને જણાવેલ હતુ અને કાયદા ની તારીખ મા ન થાય તો કસ્ટોડીયન પણ જ્યા સુધી ચુટણી ન થાય ત્યાં સુધી મુકવા પડે એવુ ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ દ્વારા સભાસદો ને જણાવેલ. 

 પહેલી મતદારયાદી જાહેર થતા સહકારી રાજકારણમાં રાજકીય ગરમાવો આવી જવા પામેલ છે.
 ભરૂચ નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ધારીખેડા સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી પાંચ વર્ષની ટર્મ પૂરી થઇ રહી છે,  એટલે આવતા મે મહિનામાં ચૂંટણી આવશે,  ત્યારે પહેલી મતદારયાદી જાહેર થતાં જ સહકારી રાજકારણમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. હાલ મા મળતી માહિતી પ્રમાણે ધારીખેડા સુગર મા બોડઁ ઓફ નોમીનઝ નો સ્ટે ઓર્ડર 27/03/2020 નો મળેલ છે જેમા મેનેજીંગ ડિરેકટર તથા ચેરમેને ને પુરાવા લઈ ને હાજર રેહેવાનૌ છે જ્યા સુધી આ સ્ટે ન હટે ત્યા સુધી ચુટણી તો શુ મતદાર યાદી પણ પણ શક્ય નથી .  જેમાં 14 બેઠકો ઉત્પાદકો અને 1 બેઠક બિન ઉત્પાદક મળી કુલ 15 બેઠકો માટે યોજાનારી નર્મદા સુગરની ચૂંટણી જીતવા સહકારી ક્ષેત્રે  રાજકારણમાં ગરમાવો આવી જવા પામેલ છે.નર્મદા સુગર ના સત્તાના સૂત્રો કબજે કરવા  સામ દામ દંડ ભેદની નીતિ અપનાવાતી અત્યારથી જ તેની શરૂઆત થઈ ગઈ છે. નર્મદા સુગર ધારીખેડા સુગર ની મે મહીના મા યોજાનારી ચૂંટણી નો જંગ ખેલાશે એવો માહોલ રચાયો રહ્યો છે. 

 ગત ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામભાઈ  પટેલની પેનલ જીતી હતી 15 બેઠકો પૈકી 13 બેઠકો કબજે કરી શકતા નું સુકાન કબજે કર્યા હતા. વર્તમાન ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ 1995થી નર્મદા સુગર ના સત્તાનું સુકાન છેલ્લા પાંચ વર્ષથી સંભાળી રહ્યા છે 22000 સભાસદો આ ધરાવતી નર્મદા સુગર એ છેલ્લા 25 વર્ષમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ ના ચેરમેન પણા હેઠળ નર્મદા સુગર એ પ્રગતિની હરણફાળ ભરીને નર્મદા સુગરની ગુજરાતની અન્ય અગ્રેસર સુગર ફેક્ટરીઓ ની હરોળમાં લાવીને મૂકી દીધી છે. 
 2500 ટનની કેપેસિટી ધરાવતી નર્મદા સુગર આજે 5500 ટન સુગર શેરડીનું પિલાણ કરતી થઈ ગઈ છે નર્મદા સુગરને કારણે  સુગર ના ખેડૂતોનું જીવનધોરણ ઊંચું આવ્યું છે. ભરૂચ નર્મદામાં શેરડીનું વિક્રમજનક ઉત્પાદન થતાં સુગર ના સારા ભાવો મળતા ખેડૂતોને આર્થિક ફાયદો થયો છે.

 નર્મદા સુગર ના ચેરમેનના જણાવ્યા અનુસાર નર્મદા સુગર એ રિફાઇન સુગર બનાવતી ગુજરાતની એકમાત્ર સુગર બની છે. બે મેઘાટન ઉત્પાદન કરી ચલાવી વધારાની વીજળી વેચાણ કરી આવક મેળવી રહી છે. આ પ્રોજેક્ટ કરનાર નર્મદા સુગર પણ ગુજરાતમાં સૌપ્રથમ છે. રોજનું 55000 ઇથેનોલનું ઉત્પાદન નર્મદા સુગર કરી રહી છેએ ઉપરાંત નર્મદા સુગર મા બાયો કમ્પોસ્ટ ખાતર અને ફોસફો કમ્પોસ્ટ ખાતર નું ઉત્પાદન કરાય છે. આરોગ્ય માટે હિતકારક ઓર્ગેનિક ખાંડ વિદેશમાં પણ મોકલાય છે નર્મદા સુગરની 14 જેટલા નેશનલ અવોર્ડ અને બે રાજ્યકક્ષાના મળી કુલ 16 જેટલા એવોર્ડ મળી ચૂક્યા છે. અત્યારે ખેડૂતોનું જીવનધોરણ ઊંચું લાવવા નર્મદા સુગર નો સિંહ ફાળો છે. ત્યારે ખેડૂત સભાસદો ફરી એકવાર નર્મદા સુગર ના સુકાન વર્તમાન સત્તાધિશો ને સોંપે તો નવાઈ નહીં.

હાલ બોર્ડ ઓફ નોમીનીઝ નો સ્ટે ઓર્ડર થતા રાજકીય સોગઠાં ગોઠવી રહેલા ને મઝા પડી એવુ હાલ દેખાય રહ્યું છે...સમય બતાવશે સુગર ના રાજ રંગ...


રીપોર્ટ: દિલીપસિંહ મહિડા, વાલીયા
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો