કોરોના / ગુજરાત: રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ; રાજ્યમાં કોરોનાના કુલ દર્દી 1100 થયા, રાજ્યમાં કુલ મૃત્યઆંક 41 થયો

કોરોના / ગુજરાત: રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ; રાજ્યમાં કોરોનાના કુલ દર્દી 1100 થયા, રાજ્યમાં કુલ મૃત્યઆંક 41 થયો
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસ 1 હજારને પાર થઇ ચૂક્યા છે. રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યના કુલ 1100 કેસમાંથી 82 ટકા કેસ માત્ર 3 શહેરમાં છે. ગુજરાતના 33માંથી 8 જિલ્લા એવા પણ છે કે જ્યાં અત્યાર સુધીમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. એટલે કે કેસ વધ્યા જરૂર છે પણ કોરોનાને મર્યાદિત વિસ્તારમાં રોકી પણ લેવાયો છે.  ગુજરાતમાં કોરોના ફેલાવાની ઝડપ પણ ઘણી વધારે છે. રાજ્યમાં પહેલો કેસ 19 માર્ચે નોંધાયો હતો અને 17 એપ્રિલ સુધીમાં 1099 કેસ નોંધાઇ ચૂક્યા છે. 
Advertisements
24 હજાર રેપિડ ટેસ્ટ કિટ દિલ્હીથી અમદાવાદ પહોંચી 

ભારત સરકાર તરફથી ગુજરાતને 24,000 કોવિડ-19 રેપિડ ટેસ્ટિંગ કિટનો પ્રથમ જથ્થો શુક્રવારે મળ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની ગાઈડલાઈન મુજબ કન્ટેઈનમેન્ટ ઝોન, હાઈ-રિસ્ક ઝોન અને અન્ય વિસ્તારોમાં ઝડપથી અને મોટા પાયે કોરોના સ્ક્રીનિંગ કરવામાં ખૂબ ઉપયોગી નીવડશે. રેપિડ ટેસ્ટીંગ કિટનો અન્ય જથ્થો ગુજરાત સરકારને આગામી 2-3 દિવસમાં પ્રાપ્ત થશે. આ રેપિડ ટેસ્ટીંગ કિટ દ્વારા પરિક્ષણમાં જે દર્દીઓ કોરોના પોઝિટીવ જણાય તેમનું ફરીવાર રેગ્યુલર RTPCR ટેસ્ટ દ્વારા પણ પરિક્ષણ કરવામાં આવશે તેમ આરોગ્ય સચિવ જયંતિ રવિ એ જણાવ્યું હતું.  આ કિટને કારણે ખૂબ ઝડપથી મોટી સંખ્યામાં કોરોના સંભવિત લોકોનું પરિક્ષણ કરી શકાશે. જે આ મહામારી પર ઝડપથી નિયંત્રણ મેળવવામાં અત્યંત ઉપયોગી બની રહેશે. જોકે આ કિટના ઉપયોગ અંગે હજુ આરોગ્ય કર્મીઓને તાલીમ આપવાની હોઇ તેનો ઉપયોગ શરૂ કરવામાં એકાદ બે દિવસ લાગશે.
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો