અમદાવાદ / 5 એપ્રિલ સુધીના દિવસો ગુજરાત માટે ગંભીર, કોરોના ક્લસ્ટર સુધી પહોંચ્યો, હવે કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ભય

અમદાવાદ / 5 એપ્રિલ સુધીના દિવસો ગુજરાત માટે ગંભીર, કોરોના ક્લસ્ટર સુધી પહોંચ્યો, હવે કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ભય

અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે ગુજરાત સહિત ભારતમાં 22માર્ચથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ બંધ કરી દેવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં કોરોનાના લક્ષણો બહાર આવવાનો ઈન્ક્યુબેશન પિરિયડ 5 એપ્રિલે પૂરો થતો હોવાથી હજુ ગુજરાત માટે 5 એપ્રિલ સુધીના દિવસો મહત્વના છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશન વધ્યું છે ત્યારે લોકડાઉનનો કડકપણે અમલ થાય તે આવશ્યક છે.ગુજરાતઆવેલા વિદેશી પ્રવાસીઓનો ક્વોરન્ટીન્ટીન પિરિયડ 5 એપ્રિલે પૂરો થશે, કેમકે 22 માર્ચની છેલ્લી ફ્લાઈટમાં આવેલા પ્રવાસીઓના 14 દિવસ 5 એપ્રિલે પુરા થઈ રહ્યાં હોવાથી 5 તારીખ સુધી સાવચેતી રાખવી જરૂરી છે.
Advertisements 
કડકાઈથી લોકડાઉન નહીં રહે તો ગુજરાતની સ્થિતિ અતિ ગંભીર બની શકે

પરંતુ ગુજરાત માટે ચિંતાની બાબત એ છે કે, વિદેશી પ્રવાસીઓનો ક્વોરન્ટીન પિરિયડ પૂરો થાય એ પહેલાં અમદાવાદ તો આખા દેશમાં કોરોનાનું હોટ સ્પોટ બની ગયું છે. તેમાં પણ ગુજરાતમાં પ્રવાસીઓ કરતા લોકલ ટ્રાન્સમિશન વાળા કોરોના પોઝિટિવના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. આમ ગુજરાતમાં વિદેશ પ્રવાસીઓની હિસ્ટ્રી કરતા લોકલ ટ્રાન્સમિશન વધી રહ્યું છે. તેમાં પણ હજુ સુધી આ ફેલાવો ક્લસ્ટર સુધી તો પહોંચી ગયો છે જો હજુ કડકાઈથી લોકડાઉન નહીં રહે તો આગામી દિવસોમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન તરફ આગળ વધે તો ગુજરાતની સ્થિતિ અતિ ગંભીર બની શકે છે.

ગામડાઓ સુધી કોરોના ન પહોંચે તે માટે આરોગ્ય વિભાગના પ્રયાસો

આ અંગે આરોગ્ય સચિવ જયંતિ રવિએ પણ કહ્યું છે કે, ગુજરાત માટે હજુ 5 તારીખ સુધીના દિવસો મહત્વના છે. ખાસ કરીને લોકડાઉનમાં રહે તે હિતાવહ છે, કેમ કે ગુજરાતમાં કોરોના હજુ ત્રીજા સ્ટેજ સુધી પહોંચ્યો નથી.શહેરોની સાથે હવે ગુજરાતના ગામડાઓ સુધી પણ કોરોના ના પ્રસરે તે માટે આરોગ્ય વિભાગ પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

માર્કેટ / શેર બજારમાં 1463 પોઇન્ટનો કડાકો; નિફટી 410 પોઇન્ટ ઘટીને 10579 થઈ, યશ બેન્કના શેરમાં 20 ટકાનો ઉછાળો

કોરોના સંક્રમણને કારણે રાજપીપળામાં જૈન મંદિર બંધ હોવાથી ઘરે રહીને આયંબિલના નવપદની ઓળીની આરાધના કરતા જૈનો