ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકા મા પીઆઇ શ્રી બી.જી.વસાવા સાહેબ તથા પીએસઆઇ શ્રી નિનામા તથા વાલીયા પોલીસ સ્ટાફની સરાહનીય કામગીરીથી પ્રેરિત થઈ વાલીયા તાલુકાની જનતા પણ સહકાર આપીને કોરોના વાઈરસથી બચવા સ્વયંભુ જનતાનો સહકાર
ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં પીઆઇ શ્રી બી.જી.વસાવા સાહેબ તથા પીએસઆઇ શ્રી નિનામા તથા વાલીયા પોલીસ સ્ટાફની સરાહનીય કામગીરીથી પ્રેરિત થઈ વાલીયા તાલુકાની જનતા પણ સહકાર આપીને કોરોના વાઈરસથી બચવા સ્વયંભુ જનતાનો સહકાર
ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકા મા પીઆઇ શ્રી બી.જી.વસાવા સાહેબ તથા પીએસઆઇ શ્રી નિનામા તથા વાલીયા પોલીસ સ્ટાફની સરાહનીય કામગીરીથી પ્રેરિત થઈ વાલીયા તાલુકાની જનતા પણ સહકાર આપીને કોરોના વાઈરસથી બચવા સ્વયંભુ જનતાનો સહકાર.
Advertisements
વાલિયા: વાલીયા તાલુકામાં માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ દેશ મા જ્યારે કોવીડ19 કોરોના વાઈરસ નો પગપેસારો થયો ત્યારે 22/03/2020 સ્વયંભુ નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન શ્રી ના કહેવા મુજબ જનતા કરફ્યુમાં સાથ આપી જ્યારે સાંજના પાંચ વાગ્યા ના સમયે તાબડી પાડી થાળી વેલણ વગાડીને દેશની તમામ પ્રજાએ આરોગ્ય તથા પોલીસ વિભાગની કામગીરીની સરાહના કરી તો વાલીયા તાલુકાએ પુરો સાથ સહકાર આપી સરાહનીય કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવેલ. જયારે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી દેશ ને નામે સંદેશ આપી તા 24/03/2020ના રાત્રે બાર વાગ્યા થી દેશમાં એકવીસ દિવસ ના લોકડાઉનમાં મુકાતા આજે અગિયાર દિવસ બાદ વાલીયા પોલીસ વિભાગની કામગીરીને લોકોના સહકારથી પોલીસ વિભાગના વાલીયાના પી આઈ શ્રી બી. જી. વસાવાની રૂબરૂ મુલાકાત દરમ્યાન જાણવા મળ્યું કે વાલિયા તાલુકાની કાયદો અને વ્યવસ્થાની જવાબદારીમાં મને લોકોનો સારો સહકાર મળી રહેલ છે ન છુટકે થોડા કાયદાનું પાલન નહી કરનારની તપાસમાં મે અને મારા પોલીસ સ્ટાફે મળીને આજે અગિયાર દિવસના આ લોકડાઉનમાં 165 ટુ વ્હીલર ડીટેઇન કરી આરટીઓનો મેમો ફાડેલ છે અને તાલુકામાં દરેક ગામોમાં સધન પેટ્રોલીંગ કરી લોકો લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરે એવું ઈચ્છી રહ્યા છે કે જેથી દેશ જે મહામારીમાં સપડાયો છે તેવા સંજોગોમાં ભરૂચ જિલ્લામાં એક પણ કેસ કોરોના વાઈરસ નો ન હોય તથા વાલીયા વિભાગમાં પણ લોકો લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરી સહકાર આપે એવું પીઆઇ શ્રી બી. જી. વસાવાએ તેમની રૂબરૂ મુલાકાતમાં જણાવેલ હતું.
વાલીયા વિભાગમાં પોલીસની એક સરાહનીય કામગીરી એ પણ છે કે એમણે વાલીયા, કોઢ, ડહેલી જેવા ગામોમાં ડ્રોન કેમેરાથી પણ લોકડાઉનનો ભંગ ન થાય તેવી ચાંપતી નજર પણ રાખી કાયદાનું પાલન ન કરનાર તથા 144ની કલમ નો ભંગ કરનાર પર કાયદેસર ની કામગીરી કરતા અચકાઈશું નહી આવા ડ્રોન કેમેરાથી દરેક ગામોમાં સધન ચેકીંગ કરીશું જેથી કાયદાનું પાલન ન કરનારા પર કાયદેસરની કાર્યવાહી થાય જેથી લોકો તરફથી સહકારની અપેક્ષા રાખેલ છે.
શેરડી કાપણી કરનારા મહારાષ્ટ્ર વિભાગના મજુરોને
તા.: 24/03/2020 પછી પીઆઇ શ્રી બી. જી. વસાવા તથા પોલીસ સ્ટાફ તરફથી ભમાડીયા ગામે 325 અનાજ કરીયાણા ની જીવન જરૂરીયાતની કીટ તથા મોખડી મુકામે 25 કીટ નું વિતરણ કરી સરાહનીય કામગીરી કરેલ છે. વિશેષમાં પી આઈ શ્રી બી. જી. વસાવા ને કોંઢ ગામમાં જશોદાબેન સંજયભાઈ વસાવા ભીલવાડા ફળીયા રહેતા જેઓને ઘરમાં કોઈ પણ જાતનું અનાજ ન હોવાથી બે ત્રણ દિવસથી ભૂખ્યા હતા એવો મેસેજ એમને ઈ મેલ થી મળતા તાત્કાલિક પોતાના પોલીસ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી એમને જીવન જરૂરીયાતની પાંચસો રૂપિયાનું અનાજ કરીયાણાની કીટ આપી ભૂખ્યાની આંતરડી ઠારવામાં સરાહનીય કામગીરી કરેલ હતી .
શ્રી બી જી વસાવા સાહેબની એકજ ભાવના હોય સરકાર શ્રી ના દરેક હુકમનું પાલન કરીએ તથા વાલીયા તાલુકાના લોકો આવી પડેલ આપત્તિમાં સાથ સહકાર આપી આપના વિસ્તારમાં આ જીવલેણ મહામારી કોરોના વાઈરસ થી બચીએ એજ ભાવના.
રીપોર્ટ : દિલીપસિંહ મહિડા, સોડગામ
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️










Comments
Post a Comment