નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાની ત્રણ અને સાગબારા તાલુકાની એક સહિત કુલ-૪ વાજબી ભાવની દુકાનોના પરવાના તાત્કાલિક અસરથી ૩૦ દિવસ માટે મોકુફ

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાની ત્રણ  અને  સાગબારા તાલુકાની એક  સહિત કુલ-૪ વાજબી ભાવની દુકાનોના પરવાના તાત્કાલિક અસરથી ૩૦ દિવસ માટે મોકુફ
પ્રતિકાત્મક તસવીર 

Ⓜ️નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાની ત્રણ  અને  સાગબારા તાલુકાની એક  સહિત કુલ-૪ વાજબી ભાવની દુકાનોના પરવાના તાત્કાલિક અસરથી ૩૦ દિવસ માટે મોકુફ

Ⓜ️દેડીયાપાડા તાલુકાની શીશા,વાંદરી, પાટવલી  તથા સાગબારા તાલુકાની ભોરઆમલીની વાજબી ભાવની દુકાનોમાં લાભાર્થીઓને મળવાપાત્ર અનાજ કરતાં ઓછું અનાજ આપતા હોવાની ફરીયાદ

Ⓜ️જિલ્લા પુરવઠા અધિકારી,નર્મદા દ્વારા દુકાન સંચાલકની સુનાવણી હાથ ધરી આગળની નિયમોનુસાર કાર્યવાહી હાથ  ધરી 
Advertisements
 રાજપીપળા: કોવીડ-૧૯ મહામારીના કારણે લોક ડાઉન અંતર્ગત લોકોને આવશ્યક ચીજવસ્તુ માટે બહાર નીકળવુ ન પડે તે માટે સરકારે આવશ્યક ચીજવસ્તુનો જથ્થો  તા.૦૧/૦૨/૦૩-૦૪-૨૦૨૦ દરમ્યાન વિના મુલ્યે વિતરણ કરવા સુચના આપેલ હતી. તા.૦૧/૦૪/૨૦૨૦ થી તા.૦૩/૦૪/૨૦૨૦ દરમિયાન દેડીયાપાડા તાલુકાની શીશા,વાંદરી, પાટવલી  તથા સાગબારા તાલુકાની ભોરઆમલીની વાજબી ભાવની દુકાનોમાં લાભાર્થીઓને મળવાપાત્ર અનાજ કરતાં ઓછું અનાજ આપતા હોવાની ફરીયાદ મળતાં સંબંધિત મામલતદારે  આ અંગે તપાસ કરી રીપોર્ટ મોકલતા આ રીપોર્ટ આધારે ઉક્ત ગામોની ચારેય વાજબી ભાવની દુકાનોના પરવાના તાત્કાલીક અસરથી ૩૦ દિવસ માટે  મોકુફ કરવાના હુકમો કરવામાં આવેલ છે.

 તેમજ આ અંગે મામલતદારદ્વારા વિગતવાર તપાસ કરી રીપોર્ટ મંગાવવામાં આવેલ છે. જિલ્લા પુરવઠા અધિકારી,નર્મદા દ્વારા દુકાન સંચાલકની સુનાવણી હાથ ધરી આગળની નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરેલ છે.

 રિપોર્ટ :જ્યોતિ  જગતાપ , રાજપીપળા
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો