નર્મદા જિલ્લામાં બે કેસ કોરોના પોઝિટિવ - ડેડીયાપાડા અને ગરુડેશ્વરના બે કેસ પોઝિટિવ આવ્યા
નર્મદા જિલ્લામાં બે કેસ કોરોના પોઝિટિવ - ડેડીયાપાડા અને ગરુડેશ્વરના બે કેસ પોઝિટિવ આવ્યા
બિગ બ્રેકિંગ ન્યૂઝ નર્મદા :નર્મદા જિલ્લામાં બે કેસ કોરોના પોઝિટિવ
ડેડીયાપાડા અને ગરુડેશ્વર ના બે કેસ પોઝિટિવ આવ્યા
પોલીસ અધિકારીઓ અને પ્રાંત અધિકારી અને મામલતદાર ની ટીમ આ મહિલાને લેવા ડૂમખલ ગામે ટીમ પહોચી
જિલ્લા કલેકટરે જાહેરનામુ બહાર પાડયુ
તમામ વ્યક્તિઓએ ફરજીયાત માસ્ક પહેરવાના રહેશે
Advertisements
રાજપીપળા: નર્મદા સૌ પ્રથમ બે કેસ કોરોના પોઝિટિવઆવ્યા છે .પ્રથમ લોકડાઉન પુરૂ થયા પછી બીજા લોકડાઉનના પ્રથમ દિવસે એકી સાથે બે કેસ મા પોઝીટીવ રિપોર્ટ આવ્યો હોવાનુ એપેડેમિક અધિકારી ડો .કશ્યપે જણાવ્યુ હતુ નર્મદા જિલ્લા જેમા એક કેસ ડેડીયાપાડા અમે બીજો કેસ ગરુડેશ્વર વિસ્તારનો હોવાનુ બહાર આવ્યુ.વિશેષ માહિતી એપેડેમિક અધિકારી એ આપી નહોતી .જોકે આ કારણે આરોગ્ય તંત્ર દોડતુ થઇ જવા પામ્યુ હતુ. છેવટે મહારાષ્ટ્ર બોર્ડરથી ગુજરાતની હદમાંઆવેલુ ડેડીયાપાડા તાલુકાનુ છેવાડા નું ગામ એવું ડુંગરનુ ડૂમખલ ગામના દેવડા ફળિયામાંરહેતી સવિતાબેન નટવરભાઈ વસાવા (ઉ વ 60)ને કોરોના નો પોઝીટીવ કેસ આવ્યો છે.જ્યારે બીજો કેસ ગરુડેશ્વર તાલુકાના ખડગદા ગામ ના વાળદ કિરણ કંચન ભાઈ (રહે. ખડગદા ઉ .વ 23)નો કોરોના નો કેસ પોઝીટીવ આવ્યો છે.
આ હકીકત ની જાણ થતા જ પોલીસ અધિકારીઓ અને પ્રાંત અધિકારી અને મામલતદાર ની ટીમ આ મહિલાને લેવા ડૂમખલ ગામે ટીમ પહોચી ગઈ હતી અને મહારાષ્ટ્ર ના બોર્ડર ને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી જેના અનુસંધાને નર્મદા કલેકટરે જાહેરનામુ બહાર પાડયુ હતુ
નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ના સંક્રમણને અટકાવી શકાય તે માટે લોકો અનાવશ્યક રીતે ઘરની બહાર નીકળે નહીં અને બિનજરૂરી અવરજવરને ટાળે તે સુનિશ્ચિત કરવાની જરૂરીયાતને લક્ષમાં લઇને તેમજ નોવેલ કોરોના વાયરસ COVID-19 ના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે અને જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જિલ્લા મેજીસ્ટ્રેટશ મનોજ કોઠારીએ તેમની મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા તા.૧૫/૦૪/૨૦૨૦ ના ક.૦૦:૦૦ થી તા.૦૩/૦૫/૨૦૨૦ ના ક.૨૪:૦૦ સુધી નીચે મુજબના કેટલાંક નિયંત્રણોના અમલ માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરેલ છે.
તદ્દઅનુસાર સમગ્ર નર્મદા જિલ્લાના વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે કોઈપણ વ્યક્તિએ બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવું નહીં કે અવર-જવર કરવી નહીં અને જિલ્લાની હદ પસાર કરવી નહીં તેમજ લોકડાઉનની ચુસ્તપણે અમલવારી કરવી, જિલ્લામાં તમામ જાહેર સ્થળો અને કાર્યસ્થળોએ તમામ વ્યક્તિઓએ ફરજીયાત માસ્ક પહેરવાના રહેશે અથવા પોતાના મોં અને નાકના ભાગને રૂમાલથી ઢાંકવાના રહેશે અથવા મોં અને નાકને છૂટક કપડાથી વ્યવસ્થિત રીતે બાંધવાનું રહેશે. તમામ જાહેર સ્થળો, કાર્યસ્થળો અને મુસાફરીના સમયનો હવાલો સંભાળનાર વ્યક્તિઓએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની માર્ગદર્શિકા મુજબ સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
તદ્દઉપરાંત કોઈ પણ વ્યક્તિએ જાહેર સ્થળોએ થૂંકવું નહીં, તમામ કાર્યસ્થળોએ પૂરતા પ્રમાણમાં ટેમ્પરેચર સ્ક્રીનીંગની વ્યવસ્થા કરવાની રહેશે અને પૂરતા પ્રમાણમાં સેનીટાઈઝર્સ પૂરા પાડવાના રહેશે, ઉત્પાદન કરતા તમામ એકમોએ સામાન્ય ઉપયોગિતાની જગ્યાઓની વારંવાર સફાઈ કરાવવાની રહેશે તથા હાથ ધોવાનું ફરજીયાત કરવાનું રહેશે. ઉત્પાદન કરતા તમામ એકમોએ સારી આરોગ્યની ટેવો વિશે સઘન તાલીમ અને જાણકારી આપવાની રહેશે, સક્ષમ અધિકારી પાસેથી જરૂરી પાસ મેળવીને નિકળતા દ્વિચક્રી વાહનો સહિતના તમામ દ્વિચક્રી વાહનોના કિસ્સામાં, એક વાહન પર એકથી વધુ વ્યકિત જઇ શકશે નહીં,
નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા તમામ સરકારી/અર્ધસરકારી અધિકારી / કર્મચારી, હેડક્વાર્ટર છોડી જિલ્લાની બહાર જઈ શકશે નહીં, નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા કોઈપણ સરકારી/અર્ધસરકારી અધિકારી / કર્મચારી નર્મદા જિલ્લા અને અન્ય જિલ્લા વચ્ચે, અપ-ડાઉન (અવર-જવર) કરી શકશે નહીં જો કોઈપણ સરકારી/અર્ધસરકારી અધિકારી / કર્મચારીઓને ખાસ કારણોસર નર્મદા જિલ્લામાંથી અન્ય જિલ્લામાં જવાનાં સંજોગો ઉપસ્થિત થાય તો સંબંધિત ઈન્સીડન્ટ કમાન્ડર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રી (મામલતદાર) પાસેથી ખાસ કિસ્સા તરીકે પરવાનગી લઈ આ હેતુ માટે ખાસ નક્કી કરેલ પાસ મેળવી નર્મદા જિલ્લાની બહાર જઈ શકશે. આ પ્રકારના પાસમાં ઈન્સીડન્ટ કમાન્ડર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રીએ અધિકારી / કર્મચારીનો પ્રવાસ કરવાનો ચોક્કસ સમય, તારીખ, મુસાફરીનો રૂટ તથા પરવાનગી આપવા માટેનું સ્પષ્ટ કારણ દર્શાવવાનું રહેશે. પોલીસ વિભાગ દ્રારા આ અંગે જરૂરી ચકાસણી કરવાની તકેદારી રાખવાની રહેશે.
કોઈ મકાન માલિક તેમના મકાનમાં ભાડે રહેતા કામદારો, શ્રમિકો અને વિદ્યાર્થીઓને તેમની ભાડાવાળી/ રહેઠાણવાળી જગ્યા છોડવાનું કહી શકશે નહીં, કોઈપણ ઉદ્યોગો, વ્યાપારીક/વાણિજ્યક સંસ્થા-દુકાનોનાં માલિકો, કોન્ટ્રાક્ટરો તેમના શ્રમિકોને બળજબરીપૂર્વક તેમના કામના રહેઠાણના સ્થળને છોડવાનું કહી શકશે નહીં, કામદારો/ મજૂરો, સ્થળાંતર થયેલ લોકો સહિતના વ્યક્તિઓ કે જે ભાડાથી રહે છે તેમના રહેઠાણ/મકાનના માલિકોએ એક મહિના સુધી ભાડું માંગવાનું રહેશે નહીં,તમામ રોજગાર પૂરો પાડતા ઉદ્યોગો, વ્યાપારીક/વાણિજ્યક સંસ્થા-દુકાનો વગેરેમાં કામ કરતા કામદારો/મજૂરો/ખેતમજૂરો કે જેઓ તેમના કામના સ્થળ નજીક રહેતા હોય તેવા કામદારો/મજૂરો/ખેતમજૂરોએ તેમનું રહેણાંક છોડવું નહીં, તમામ રોજગાર પૂરો પાડતા ઉદ્યોગો, વ્યાપારીક/વાણિજ્યક સંસ્થા-દુકાનો વગેરેમાં કામ કરતા કામદારો/મજૂરો/ખેતમજૂરો કે જેઓ તેમના કામના સ્થળ નજીક રહેતા હોય તેવા કામદારો/મજૂરો તેમનું રહેણાંક છોડે નહીં અને લોકડાઉનનો ભંગ કરે નહીં તેની તકેદારી કામે રાખનાર ઉદ્યોગકારો, વ્યાપારીક/વાણિજ્યક સંસ્થા-દુકાનદારો, કોન્ટ્રાક્ટરો, અસંગઠીત મજૂરોને કામ આપનાર સંસ્થાઓ/ વ્યક્તિઓ વગેરેએ રાખવી, તમામ રોજગાર પુરો પાડતા ઉદ્યોગો, વ્યાપારીક/વાણિજ્યક સંસ્થા-દુકાનો, કોન્ટ્રાક્ટરો વગેરેએ તેમના તમામ પ્રકારના કામદારો/મજૂરોને લોકડાઉનના સમય દરમિયાન તેમના ઉદ્યોગો, વ્યાપારીક/વાણિજ્યક સંસ્થા-દુકાનો બંધ રહ્યા હોય તો પણ કામના સ્થળે નિયત થયેલ મહેનતાણું, નિયત થયેલ તારીખે જ કોઈપણ પ્રકારના કપાત વગર પુરેપુરૂ ચુકવવાનું રહેશે.
સદરહું જાહેરનામાના મુદા નં.૧ ની જોગવાઈઓ જે વ્યક્તિ સરકારી ફરજ ઉપર તેમજ કેન્દ્ર સરકાર / ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલી રોજીંદા જીવન જરૂરીયાતની આવશ્યક ચીજ-વસ્તુઓના ધંધા/વ્યવસાયમાં સંકળાયેલ લોકોને તેમજ સક્ષમ અધિકારીની મંજુરી મેળવનારને લાગુ પડશે નહિ તેમજ મુદ્દા નં.૩ થી ૫ ની જોગવાઈઓ સરકારી વાહનમાં સરકારી ફરજના કામે જિલ્લા બહાર જતા અધિકારી /કર્મચારીને લાગુ પડશે નહીં.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવેલ છે.
રિપોર્ટ:જ્યોતિ જગતાપ, રાજપીપળા
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment