સોનિયા ગાંધીએ લોકડાઉન પર ઉઠાવ્યો પ્રશ્ન, તો ભડકેલા અમિત શાહે આપ્યો સણસણતો જવાબ
કોરોના સંકટ અને લોકડાઉનનાં કારણે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ગુરુવારનાં વિડીયો કોન્ફરન્સ દ્વારા થઈ. આ દરમિયાન કૉંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા. સોનિયા ગાંધીએ કહ્યું કે 21 દિવસનું લોકડાઉન જરૂરી હતુ, પરંતુ આને અનિયોજિત રીતે લાગુ કરવામાં આવ્યું. લોકડાઉનનાં કારણે લાખો પ્રવાસીનો શોષણ થયું. સોનિયા ગાંધીનાં આ નિવેદન પર અનેક બીજેપી નેતાઓ અને કેન્દ્રિય મંત્રીઓએ વળતો પ્રહાર કર્યો છે.
Advertisements
ભારતનાં પ્રયત્નોની વિશ્વ સ્તરે પ્રશંસા
Under PM @narendramodi’s leadership, India’s efforts to fight Coronavirus are being lauded domestically and globally. 130 crore Indians are united to defeat COVID-19.
Yet, Congress is playing petty politics. High time they think of national interest and stop misleading people.
13.9K people are talking about this
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સોનિયા ગાંધીનાં નિવેદન પર પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યું હતુ. પોતાના ટ્વીટમાં શાહે કહ્યું કે, ‘પીએમ નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં કોરોના વાયરસથી લડવાનાં ભારતનાં પ્રયત્નોની પ્રશંસા દેશમાં જ નહીં વિશ્વ સ્તર પર પ્રમુખ રીતે કરવામાં આવી રહી છે. કોવિડ-19ને હરાવવા માટે 130 કરોડ ભારતીય એક છે. તેમ છતા કૉંગ્રેસ ગંદી રાજનીતિ કરી રહી છે. આ એવો સમય છે જ્યારે તેમણે પહેલા રાષ્ટ્રહિત વિશે વિચારવું જોઇએ અને લોકોને ગુમરાહ કરવાનું બંધ કરવું જોઇએ.’
કૉંગ્રેસ જવાબદાર રાજકીય દળ તરીકે કામ કરે
आज जब सम्पूर्ण देश एकजुट होकर प्रधानमंत्री @narendraModi जी के नेतृत्व में Covid-19 के ख़िलाफ़ लड़ाई लड़ रहा है, उस समय कांग्रेस की अध्यक्ष सोनिया गांधी द्वारा दिया गया बयान संवेदनहीन और अशोभनीय है। यह राजनीति करने का नहीं, देश की सेवा करने का समय है। हमें एकजुट होकर लड़ना है।
2,767 people are talking about this
બીજેપીનાં રાષ્ટ્રિય અધ્યક્ષ જેપી નડ્ડાએ સોનિયા ગાંધીની વાત પર ટિપ્પણી કરતા એક ટ્વીટ કર્યું છે. પોતાના ટ્વીટમાં તેમણે કહ્યું કે, ‘સંપૂર્ણ વિશ્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વવાળી ભારત સરકારનાં પ્રયત્નોની પ્રશંસા થઈ રહી છે. પ્રધાનમંત્રી તમામ રાજ્ય સરકારોને સાથે લઇને ટીમ ઇન્ડિયાનાં રૂપમાં આ લડાઈ લડી રહ્યા છે. મુશ્કેલ સમયમાં કૉંગ્રેસે એક જવાબદાર રાજકીય દળ તરીકે કામ કરવું જોઇએ.’
સોનિયા ગાંધીનું નિવેદન અશોભનીય
પોતાના બીજા ટ્વીટમાં કૉંગ્રેસ પર નિશાન સાધતા નડ્ડાએ લખ્યું કે, ‘આજે જ્યારે સંપૂર્ણ દેશ એક થઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં કોવિડ-19ની વિરુદ્ધ લડાઈ લડી રહ્યો છે, તે સમયે કૉંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા આપવામાં આવેલું નિવેદન સંવેદનહીન અને અશોભનીય છે. આ રાજનીતિ કરવાનો નહીં, દેશની સેવા કરવાનો સમય છે. આપણે એક થઇને લડવાનું છે.”
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️






Comments
Post a Comment