નર્મદા જિલ્લામાં કોરોના વાયરસ લોકડાઉન સંદર્ભે કુલ-૧૦૬ કેસ કરી ૨૭૭ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી

નર્મદા જિલ્લામાં  કોરોના વાયરસ લોકડાઉન સંદર્ભે કુલ-૧૦૬ કેસ કરી ૨૭૭ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી
નર્મદા જિલ્લામાં કોરોના વાયરસ લોકડાઉન સંદર્ભે કુલ-૧૦૬ કેસ કરી ૨૭૭ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી 

કુલ-૪૨૬ વાહનો ડીટેઇન કરી કુલ રૂ.૬૮,૯૦૦/- નો દંડ વસુલ કરાયો
Advertisements
રાજપીપળા: વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસ ના લીધે સરકાર દ્વારા સમગ્ર દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન કરવામાં આવેલ છે.  જેથી જાહેર જનતાની સુરક્ષા માટે જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામા બહાર પાડેલ હોય જે જાહેરનામા ભંગ નહી કરવા તથા લોકોમાં જાગૃતતા લાવવા સારૂં જાહેર જનતા ઘરે રહી સુરક્ષિત રહે તે સારૂ અપીલ કરવામાં આવેલ હોવા છતા ઘણાખરા ઇસમો પોતાની મનમાની કરતા હોઇ તેમજ સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ લોકડાઉનની અવગણના કરતા હોઇ જેથી આવા ઇસમો સામે જાહેરનામા ભંગ બદલના ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના અંતર્ગત નર્મદા પોલીસ દ્વારા જીલ્લામાં અલગ-અલગ જગ્યાએ ડ્રોન તેમજ સીસીટીવી તેમજ અન્ય રીતે ચાંપતી નજર રાખી લોકડાઉન તથા જાહેરનામાનું ભંગ કરનારા ઇસમો સામે તા.૨૫/૦૩/૨૦૨૦ થી આજદિન સુધી કુલ-૧૦૬ કેસો કરી કુલ-૨૭૭ વ્યક્તિઓની  અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તદ્દઉપરાંત લોકડાઉનની અવગણના કરી રોડ ઉપર વાહન સાથે ફરતા કુલ-૪૨૬ વાહનો ડીટેઇન કરીને કુલ-૬૮,૯૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. 

             નર્મદા જિલ્લા પોલીસ દ્વારા જાહેર જનતા માટે જ   કડક કાયદાનું પાલન કરાવવા કટીબધ્ધ છે. તેમજ કોરોના વાયરસથી જાહેર જનતા સુરક્ષિત રહે અને સરકારશ્રીના લોકડાઉનને સમર્થન મળી રહે તેના સંપુર્ણ પ્રયાસો કરવા નર્મદા પોલીસ સતત તત્પર છે. જેની જાહેર જનતાને નોંધ લેવા જિલ્લા પોલીસ અધિક્ષક  હિમકરસિંહ, રાજપીપળા - નર્મદા તરફથી  જણાવાયું છે. 

રિપોર્ટ: જ્યોતિ જગતાપ , રાજપીપળા
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો