નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા કોઇપણ સરકારી /અર્ધસરકારી અધિકારી/કર્મચારી હેડક્વાર્ટર છોડી જિલ્લાની બહાર જઇ શકશે નહીં

નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા કોઇપણ સરકારી /અર્ધસરકારી અધિકારી/કર્મચારી હેડક્વાર્ટર છોડી જિલ્લાની બહાર જઇ શકશે નહીં
Ⓜ️નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને અનુલક્ષીને તકેદારીના ભાગરૂપે જિલ્લાની બહાર અવરજવર પર કેટલાક નિયંત્રણો લદાયા

Ⓜ️નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા કોઇપણ સરકારી /અર્ધસરકારી અધિકારી/કર્મચારી હેડક્વાર્ટર છોડી જિલ્લાની બહાર જઇ શકશે નહીં

 Ⓜ️નર્મદા જિલ્લા અને અન્ય જિલ્લા વચ્ચે અપડાઉન (અવરજવર) કરી શકશે નહીં
Advertisements
 રાજપીપળા: વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરી છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ COVID-19 ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ COVID-19 નો એક પણ પોઝીટીવ કેસ નોંધાયેલ નથી, પરંતુ નર્મદાના આસપાસના જિલ્લાઓમાં જેવા કે છોટાઉદેપુર, વડોદરા, સુરતમાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ના પોઝીટીવ કેસો નોંધાયેલ છે. નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ના સંક્રમણને અટકાવી શકાય તે માટે આ જિલ્લાઓમાંથી નર્મદા જિલ્લામાં બિનજરૂરી અવરજવર પર નિયંત્રણ મુકવાની જરૂરિયાતને અનુલક્ષીને તેમજ નોવેલ કોરોના વાયરસ COVID-19 ના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.આર. કોઠારીએ નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ – ૩૪  હેઠળ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૦૮/૦૪/૨૦૨૦ ના ૦૦:૦૦ કલાકથી તા.૧૪/૦૪/૨૦૨૦ ના ૨૪:૦૦ કલાક સુધી કેટલાંક નિયંત્રણો જાહેર કરી નર્મદા જિલ્લાની બહાર બિનજરૂરી અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

તદ્અનુસાર, નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા તમામ સરકારી/અર્ધસરકારી અધિકારી / કર્મચારી, હેડક્વાર્ટર છોડી જિલ્લાની બહાર જઈ શકશે નહીં. નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા કોઈપણ સરકારી/ અર્ધસરકારી અધિકારી / કર્મચારી નર્મદા જિલ્લા અને અન્ય જિલ્લા વચ્ચે, અપ-ડાઉન (અવર-જવર) કરી શકશે નહીં. જો કોઈપણ સરકારી/અર્ધસરકારી અધિકારી / કર્મચારીઓને ખાસ કારણોસર નર્મદા જિલ્લામાંથી અન્ય જિલ્લામાં જવાનાં સંજોગો ઉપસ્થિત થાય તો સંબંધિત ઈન્સીડન્ટ કમાન્ડર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ (મામલતદાર) પાસેથી ખાસ કિસ્સા તરીકે પરવાનગી લઈ આ હેતુ માટે ખાસ નક્કી કરેલ પાસ મેળવી નર્મદા જિલ્લાની બહાર જઈ શકશે. આ પ્રકારના પાસમાં ઈન્સીડન્ટ કમાન્ડર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટએ અધિકારી / કર્મચારીનો પ્રવાસ કરવાનો ચોક્કસ સમય, તારીખ, મુસાફરીનો રૂટ તથા પરવાનગી આપવા માટેનું સ્પષ્ટ કારણ દર્શાવવાનું રહેશે. પોલીસ વિભાગ દ્રારા આ અંગે જરૂરી ચકાસણી કરવાની તકેદારી રાખવાની રહેશે.
 
આ જાહેરનામું નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તાર માં લાગુ પડશે. આ હુકમની અમલવારી તા.૦૮/૦૪/૨૦૨૦ ના ૦૦:૦૦ કલાકથી તા.૧૪/૦૪/૨૦૨૦ ના ૨૪:૦૦ કલાક સુધી કરવાની રહેશે. સરકારી વાહનમાં સરકારી ફરજના કામે જિલ્લા બહાર જતા અધિકારી / કર્મચારીને આ જાહેરનામાની જોગવાઇઓ લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહીતાની કલમ – ૧૮૮ અને નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવેલ છે.
તસવીર રીપોર્ટ: જ્યોતી  જગતાપ , રાજપીપળા
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો