માનવતા / વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોનો સહારો બની અમરેલી પોલીસ, કોરોના અંગે માર્ગદર્શન આપ્યું
માનવતા / વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોનો સહારો બની અમરેલી પોલીસ, કોરોના અંગે માર્ગદર્શન આપ્યું
અમરેલી: કોરોના મહામારીનો સામનો કરવા ગુજરાત સહિત દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને કોરોના મહામારીના સમયગાળામાં વૃદ્ધોની ખાસ સારસંભાળ રાખવી પડે છે. જેમને પોતાના સંતાનોનો પણ સહારો નથી એવા લોકોને અમરેલી પોલીસે વૃદ્ધાશ્રમમાં જઇ કોરોના બાબતે કેવી રીતે સાવચેતી રાખવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
Advertisements
વૃદ્ધાશ્રમમાં રહેતા લોકોએ નિયમોનું પાલન કરવાની ખાતરી આપી
અમરેલીના એસપી નિર્લિપ્ત રાયે વીડિયો ટ્વિટ કર્યો છે. જેમાં અમેરેલી જિલ્લા પોલીસ દ્વારા અમરેલીમાં આવેલ દીકરાનું ઘર(વૃદ્ધાશ્રમ) ખાતે જઇ ત્યાંના આશરે 100 જેટલા નિવાસીઓને કોરોના વાઇરસ બાબતે માહિતી આપી જાગૃત કર્યા તથા (સોશિયલ ડિસ્ટન્સ) સાવચેતી રાખવા બાબતે સમજ આપી હતી તેમ જણાવ્યું હતું. વૃદ્ધાશ્રમમાં રહેલા લોકોને પોલીસે સોશિયલ ડિસ્ટન્સની સાથે વારંવાર કેવી રીતે હાથ ધોવા, સમયસર દવાઓ લેવી, કોઇ મુશ્કેલી હોય તો પોલીસને જાણ કરવા તથા લોકડાઉનનું પાલન કરવા અંગે માહિતી આપી હતી. વૃદ્ધાશ્રમમાં રહેતા લોકોએ પણ આ નિયમોનું પાલન કરવાની ખાતરી આપી હતી. વૃદ્ધાશ્રમના સંચાલકે સમયાંતરે સેનિટાઇઝેશન કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું.
Isolation in this lockdown leads to a feeling of loneliness. Amreli Police has taken an initiative to meet the residents of an Old Age Home to lift up their spirits and explain to them the various precautions to be observed during these times
73 લોકો આના વિશે ચર્ચા કરી રહ્યા છે
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️





Comments
Post a Comment