ગુજરાત માટે સારા સમાચાર ભર ઉનાળે નર્મદાડેમની સપાટીમાં વધારો નર્મદા બંધની સપાટી 121.28 મીટરે પહોંચી
ગુજરાત માટે સારા સમાચાર ભર ઉનાળે નર્મદાડેમની સપાટીમાં વધારો નર્મદા બંધની સપાટી 121.28 મીટરે પહોંચી
ભર ઉનાળે નર્મદાડેમની સપાટીમાં વધારો . .
મધ્ય પ્રદેશના ઇન્દિરા સાગર ડેમના ટર્બાઇન ચાલતા જેમાંથી ડિસ્ચાજ પાણી સીધું સરદાર સરોવરમાં આવતા પાણીની આવક વધી
ડેમમાં 10776 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે.
આ પાણીથી રાજ્યના વિવિધ ડેમો ભરાશે અને નદીઓમાં પણ પાણી ઉમેરાશે.
Advertisements
રાજપીપળા: કોરોના વાઇરસને કારણે ચાલતા ચોથા તબક્કાના લોકડાઉન વચ્ચે ગુજરાત માટે સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધની સપાટી 121.28 મીટરે પહોંચી છે. ઉનાળામાં આ સમયગાળા દરમિયાન આ સૌથી ઉંચી સપાટી છે. મધ્ય પ્રદેશના ઇન્દિરા સાગર ડેમના ટર્બાઇન ચાલતા જેમાંથી ડિસ્ચાજ પાણી સીધું સરદાર સરોવરમાં આવી રહ્યું છે. જેથી ડેમમાં 10776 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે.ઉનાળામાં આ સમયમાં સૌથી ઉંચી જળ સપાટી છે.
ત્યારે રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે અને પીવા માટે પાણી પહોંચાડવા સક્ષમ છે. ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત કચ્છમાં પાણીની માંગ વધતાની સાથે સૌની યોજના થકી નર્મદા બંધની મુખ્ય કેનાલમાં 6 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
આ પાણીથી રાજ્યના વિવિધ ડેમો ભરાશે અને નદીઓમાં પણ પાણી ઉમેરાશે. આ વખતે ઉનાળુ પાક માટે ખેડૂતોને પાણીની મુશ્કેલી નહીં પડે.
મધ્ય પ્રદેશના ઇન્દિરા સાગર ડેમના ટર્બાઇન ચાલતા જેમાંથી ડિસ્ચાજ પાણી સરદાર સરોવરમાં આવી રહ્યું છે, જેથી ડેમમાં 10776 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે
આ પાણીથી રાજ્યના વિવિધ ડેમો ભરાશે અને નદીઓમાં પણ પાણી ઉમેરાશે. હાલ ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ કેનાલ મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે. જોકે આ બાબતે તંત્ર એ જણાવ્યું કે ડેમના દરવાજા લાગતા ડેમની સ્ટોરેજ કેપેસિટી વધી છે. નર્મદા બંધમાં 138.68 મીટર સુધી પાણી ભરાશે જેથી આ વર્ષે પાણીની તંગી નહીં પડે.
તસવીર - રીપોર્ટ:જ્યોતિ જગતાપ રાજપીપલા
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment