હોમગાર્ડ એટલે જ માનવ સમાજની સેવાઓમાં સદૈવ તત્પરતા, રાજપીપળાના 126 હોમગાર્ડ જવાનોને કીટ અને રોકડ પુરસ્કાર એનાયત

હોમગાર્ડ એટલે જ માનવ સમાજની સેવાઓમાં સદૈવ તત્પરતા, રાજપીપળાના 126 હોમગાર્ડ જવાનોને કીટ અને રોકડ પુરસ્કાર એનાયત
હોમગાર્ડ એટલે જ માનવ સમાજની સેવાઓમાં સદૈવ તત્પરતા  
રાજપીપળાના 126 હોમગાર્ડ જવાનોને કીટ અને રોકડ પુરસ્કાર એનાયત 
Advertisements 
રાજપીપળા: નર્મદા જિલ્લાના રાજપીપળા અન્ય વિસ્તારોમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ અને 41 ડિગ્રી ગરમીમાં ખડે પગે ઘરના કુટુંબ નાના બાળકો અને માતા-પિતાની ચિંતા રાખ્યા વિના માનવ સમાજના આ માળખામાં ઓછા વેતને કામ કરતા હોમગાર્ડના 126 જવાનોને રાજપીપળા ગાયત્રી પરિવાર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી ભરત વ્યાસ અને સાઈ માનવ સેવા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે અનાજ  કિટ અને રોકડ પુરસ્કાર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા. 

   જિલ્લા હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર હરેશભાઈ રાવે બંને સંસ્થાના પ્રમુખ અને સદસ્યોને અભિનંદન આપ્યા હતા.

    હોમગાર્ડ યુવાનોની સેવાઓની સમાજમાં કદર કરવામાં આવે છે, એ બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી, આ પ્રસંગે ઇન્ચાર્જસીનિયર હોમગાર્ડ કમાન્ડ સૈયદે બંને સંસ્થાઓને સેવાઓ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી 
 રિપોર્ટ: જ્યોતિ  જગતાપ, રાજપીપળા
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો