નર્મદા જીલ્લામાં આજે કોરોનાનો કેસ નોધાયો નથી કુલ પોઝિટિવ કેસની સંખ્યા 13
નર્મદા જીલ્લામાં આજે કોરોનાનો કેસ નોધાયો નથી કુલ પોઝિટિવ કેસની સંખ્યા 13
પ્રતિકાત્મક તસ્વીર
Ⓜ️નર્મદા જીલ્લામાં આજે કોરોનાનો કેસ નોધાયો નથી કુલ પોઝિટિવ કેસની સંખ્યા 13Ⓜ️ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૨૨ સેમ્પલના રીપોર્ટ નેગેટીવ આવ્યા : આજે ૩૧ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા
Ⓜ️જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૭૦,૩૪૧ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૧૭૯ જેટલા જરૂરિયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર
Advertisements
રાજપીપળા: COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૧૭ મી મે, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૧૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોનાનો નવો વધુ કોઇ પોઝિટીવ કેસ નોધાયેલ નથી. ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૨૨ સેમ્પલના રીપોર્ટ નેગેટીવ આવ્યાં છે. આમ, જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝિટીવ કેસની સંખ્યા એક છે. તદઉપરાંત આજે ૩૧ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.જિલ્લામાં આજે તા. ૧૭ મી મે, ૨૦૨૦ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૭૦,૩૪૧ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૧૨૧ દરદીઓ, તાવના ૩૯ દરદીઓ અને ડાયેરીયાના ૧૯ દરદીઓ સહિત કુલ - ૧૭૯ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો ૯૦૦૨૪૨ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૫૬,૮૬૫ લોકોને વિતરણ કરાઇ હતી.
પ્રતિનિધિ રાજપીપળા: આશિક પઠાણ
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment