કોરોના ઈન્ડિયા / 1,65,352 કેસ;ગૃહ પ્રધાન અમિત શાહે લોકડાઉન લંબાવવા મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી, 31 મે અગાઉ રાજ્યો પાસેથી સૂચનો મંગાવાયા
કોરોના ઈન્ડિયા / 1,65,352 કેસ;ગૃહ પ્રધાન અમિત શાહે લોકડાઉન લંબાવવા મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી, 31 મે અગાઉ રાજ્યો પાસેથી સૂચનો મંગાવાયા
ફાઇલ ફોટો
નવી દિલ્હી: દેશભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો 1,65, 000 થયો છે અને 4,711લોકોએ જીવ ગુમાવ્યા છે. ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે લોકડાઉન વધારવા માટે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે.તેમ જ 31 મે સુધીમાં તેમની પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે.
Advertisements
દેશભરમાં સારવાર બાદ 67,926 લોકો સાજા થયા છે. દેશમાં સૌથી વધારે 56,948 સંક્રમિતો મહારાષ્ટ્રમાં છે અહીં 1,897 લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજા નંબરે રહેલા તમિલનાડુમાં 18,545 લોકો સંક્રમિત થયા છે અને 136 લોકોએ જીવ ગુમાવ્યા છે.
આ તરફ હવે 15,257 સંક્રમિતો સાથે દિલ્હી ત્રીજા ક્રમે આવી ગયું છે અહીં 303 લોકોએ જીવ ગુમાવ્યા છે. રેલવેએ 12 મેથી શરૂ થયેલી રાજધાની રુટની 30 વિશેષ ટ્રેનો માટે એડવાન્સ રિઝર્વેશન પીરિયડ 30થી વધારી 120 દિવસ કર્યો છે.
આ ઉપરાંત 1 જૂનથી ચાલનારી 200 ટ્રેનોમાં પાર્સલ અને લગેજ બુકિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. રેલવે વેન્ડર્સ એસોસિએશને રેલવે બોર્ડના ચેરમેનને કહ્યું છે કે તે પ્લેટફોર્મ પર ફૂડ સર્વિસ શરૂ કરવા માટે હજુ તૈયાર નથી. કારણ કે મોટાભાગના વેન્ડર તેમના ગામ જતા રહ્યા છે. બીજીબાજુ કર્ણાટક સરકારે સંક્રમણને અટકાવવા માટે સાવચેતીના પગલારૂપે મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી આવનારી ટ્રેનો, ફ્લાઈટ અને અન્ય વાહનો પર પ્રતિબંધ મુક્યો છે.
બુધવારે એક દિવસમાં સૌથી વધારે 7261 દર્દી મળ્યા હતા.આ પહેલા 24 મેના રોજ 7111 કોરોના પોઝિટિવ મળ્યા હતા. 18 મેના રોજ દર્દીઓનો આંકડો 1 લાખ અને છેલ્લા આઠ દિવસ એટલે કે 27 મેના રોજ દોઢ લાખ થઈ ગયો છે. હવે દર દિવસે સરેરાશ 7000 સંક્રમિતો વધે તેવો અંદાજ છે. એવામાં આ સંખ્યા આગામી 5 દિવસમાં(2 જૂન સુધી) 2 લાખને પાર થઈ શકે છે
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment