બનાસકાંઠા / ચુંદડીવાળા માતાજીએ ચરાડા ખાતે દેહત્યાગ કર્યો, છેલ્લા 76 વર્ષથી અન્ન-પાણી લેતા ન હતા

બનાસકાંઠા / ચુંદડીવાળા માતાજીએ ચરાડા ખાતે દેહત્યાગ કર્યો, છેલ્લા 76 વર્ષથી અન્ન-પાણી લેતા ન હતા
May 26, 2020
બનાસકાંઠા / ચુંદડીવાળા માતાજીએ ચરાડા ખાતે દેહત્યાગ કર્યો, છેલ્લા 76 વર્ષથી અન્ન-પાણી લેતા ન હતા
Advertisements 
બનાસકાંઠા: ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આવેલ અને ચુંદડીવાળા માતાજીના નામે ઓળખાતા પ્રહલાદભાઈ જાની કે જેઓ ચૂંદડીવાળા માતાજી તરીકે ઓળખાય છે તેમને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. જેમના પર મોટા મોટા સંશોધનો થઈ ચૂક્યા છે, તેવા બનાસકાંઠા ખાતે આવેલા ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યા છે.

 ચુંદડીવાળા માતાજીએ ચરાડા ખાતે મોડીરાતે દેહત્યાગ કર્યો હતો. હવે 28મેના રોજ અંબાજી ખાતે તેમને સમાધિ અપાશે. એવું કહેવાઈ રહ્યું છે કે છેલ્લા 76 વર્ષથી ચુંદડીવાળા માતાજી અન્ન-પાણી લેતા નહોતા. જે વિજ્ઞાન માટે પણ એક મોટો કોયડો સમાન છે.

  ચુંદડીવાળા માતાજીના ભક્તોને તેમના દર્શન થઈ શકે તેના માટે તેમનો નશ્વરદેહ 26 તારીખથી 27 તારીખ સુધી અંબાજી ખાતે દર્શનાર્થે મૂકવામાં આવશે. થોડા દિવસ પહેલા અમદાવાદ ખાતે ચેકીંગ માટે ગયા હતા, જ્યાં તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. સોશિયલ મીડિયા પર ચુંદડીવાળા માતાજી દેવલોકમા ગયા છે તેવા મેસેજ વાઇરલ થયા હતા. પરંતુ મંગળવાર રાત્રે 2 વાગે તેમને દેહ ત્યાગ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર, બાલા સાહેબ ઠાકરે, નરેન્દ્ર મોદી સહિત વિવિધ લોકો તેમની સાથે મુલાકાત કરી ચૂક્યા છે.

કોણ છે ચુંદડીવાળા માતાજી?

  અંબાજી ગબ્બર ઉપર રહીને છેલ્લા 76 વર્ષથી અન્નજળ ત્યાગ કરીને પ્રહલાદભાઇ મગનલાલ જાની ચુંદડીવાળા માતાજીના નામથી ભક્તિ કરી રહ્યા છે. છ ભાઇઓ, એક બહેન સહિત 25થી 30 વ્યક્તિઓના જાની પરિવારના મોભી ચુંદડીવાળા માતાજી છે. ચુંદડીવાળા માતાજી પ્રહલાદભાઈ જાનીએ બાલ્ય અવસ્થામાં 14 વર્ષની ઉંમરે સંસાર ત્યાગની સાથે અન્ન-જળનો ત્યાગ કર્યો હતો. અને હાલમા આ મહાન વિભૂતિ ચુંદડીવાળા માતાજીની ઉંમર 88 વર્ષની છે.

  માતાજીનું મૂળ ચરાડા ગામ તાલુકો માણસાના વતની ચુંદડીવાળા માતાજીની સમગ્ર દેશની સાથે ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો પણ હેરાન છે. તેનું કારણ આ ચુંદડીવાળા માતાજી એ છેલ્લા 76 વર્ષથી નથી ખાધું કે નથી પીધું આ મહાન વિભૂતિ ખાધા પીધા વગર હવા ખાઇને રહેતા હોય તેમ લાગે છે. આ ચુંદડી વાળા માતાજી ની વેશભૂષાથી જાણવા મળે છે કે તે એક સંન્યાસી જોવા મળે છે.

  આ ચુંદડીવાળા માતાજીનું મહાત્મ્ય એટલું છે કે લોકો દૂર-દૂરથી આવે છે સફેદ દાઢી અને નાકમાં નથણી પહેરેલ અને લાલ કપડામાં સજ્જ ચુંદડીવાળા માતાજીનો પહેરવેશ છે.
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો