જાહેરાત / આવતીકાલથી અમદાવાદમાં સવારે 8થી બપોરે 3 સુધી શાકભાજી-અનાજ-કરિયાણાની દુકાનો ખુલશે, બે તબક્કામાં ખરીદીની સલાહ

જાહેરાત / આવતીકાલથી અમદાવાદમાં સવારે 8થી બપોરે 3 સુધી શાકભાજી-અનાજ-કરિયાણાની દુકાનો ખુલશે, બે તબક્કામાં ખરીદીની સલાહ

અમદાવાદ: શહેરમાં 12મેની સાંજથી 13મેની સાંજ સુધીમાં કોરોનાના 292નવા કેસ સામે આવ્યા છે અને 25ના મોત થયા છે જ્યારે 238દર્દી ડિસ્ચાર્જ થયા છે.આમ અત્યાર સુધીમાં 6,645કેસઅને મૃત્યુઆંક 446થયો છે. તેમજ 2,112દર્દી સાજા થઈઘરે પરત ફર્યાં છે.
શહેરમાં સુપર સ્પ્રેડરના કારણે કોરોનાને ફેલાતો અટકાવવા માટે 15 મે સુધી શાકભાજી અને કરીયાણાની દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. શ્રીમતિ જયંતિ રવિએ શહેરના કન્ટેઈન્મેન્ટ ઝોન અસારવામાં મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલી ડોર ટુ ડોર સર્વેલન્સની
કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને આરોગ્યનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. લોકોને સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નોપૂછીને તેમની જાત માહિતી મેળવવામાં આવી રહી છે. જરૂર જણાય તેવા કિસ્સાઓમાં તેમને હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. ડૉ. જયંતિ રવિએપણ કેટલાક ઘરોની મુલાકાત લઈને નાગરિકોને શું કાળજી લેવી તેની સમજણ આપી હતી. ઘરમાં વડીલોની વધુ સંભાળ રાખવા તેમણે સૂચનો કર્યા હતા, અનેસૌને માસ્ક પહેરવાની તાકીદ કરી હતી.
Advertisements 
આવતીકાલથી સવારે 8થી બપોરે 3 સુધી શાકભાજી-ફળો-અનાજ-કરિયાણાની દુકાનો ખુલી જશે, બે તબક્કામાં ખરીદીની સલાહ
કોરોના મહામારીને કારણે બે મહિના સુધી લોકડાઉન અને છેલ્લા 10 દિવસથી દૂધ અને દવા સિવાય તમામ ચીજવસ્તુઓની લારી-દુકાન બંધનો સામનો કરીરહેલા અમદાવાદમાં આવતીકાલથી આંશિક લોકડાઉન ખુલી રહ્યું છે. અમદાવાદમાં કોરોનાને લગતી કામગીરીનો હવાલો સંભાળતાવરિષ્ઠ આઈએએસ રાજીવકુમાર ગુપ્તાએ આજે એક વિડિયો સંદેશામાં શહેરમાં આવતીકાલથી દૂધ અને દવા ઉપરાંત શાકભાજી, ફળફળાદિ અને અનાજ-કરિયાણાની દુકાનો અનેલારીઓની કામગીરી ફરી શરૂ કરવાની ઘોષણા કરી છે. દરરોજે સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી આ દુકાનો ચાલુ રહેશે. આ માટે કેટલાક નિયમો જાહેરકરવામાં આવ્યા છે.


હેલ્થકાર્ડ મેળવવા લાગેલી લાઈનો

હેલ્થકાર્ડ મેળવવા હજારો ફેરિયા-વેપારીઓની હેલ્થ સેન્ટરો પર સવારથી લાઈનો
આવતીકાલથી એટલે કે 15 મેથી શહેરમાં ફરીથી શાકભાજી અને કરીયાણાની દુકાનો શરૂ થશે. જોકે હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડધારકો જ વેચાણ કરી શકશે તેવું જાહેર કરવામાં આવતા ફેરિયા અને વેપારીઓ એક દિવસ પૂર્વે જ હેલ્થ કાર્ડ મેળવવા માટે અર્બનહેલ્થ સેન્ટરો ખાતે પહોંચ્યા છે. કાર્ડ મેળવવા માટે એક તરફ ફેરિયા-વેપારીઓની મોટી લાઇન જોવા મળી રહી છે, તો બીજી તરફ આ હેલ્થ સેન્ટરો પર બે કે ત્રણ જ આરોગ્ય કર્મીઓ હોવાથી કાર્ડ ઈસ્યૂ કરવામાં મોડું થઇ રહ્યું છે. જેને લઇને ફેરિયા અને વેપારીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.
બારેજા ગામમાં આવેલા બહુચર માના ટેકરામાં ચાર લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ
શહેરની સાથે સાથેઅમદાવાદ જિલ્લામાં પણ કોરોના બેકાબૂ બની ગયો છે. આજે કોરોનાનાવધુ ચાર કેસ નોંધાયા છે. બારેજા ગામમાં આવેલા બહુચર માના ટેકરા વિસ્તારમાં ચાર લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં કુલ કેસનો આંકડો 126 પર પહોંચ્યો છે.



શીલજ સર્કલ પાસે TGB બેકરી ખુલ્લી રાખતા ગુનો નોંધાયો
અમદાવાદ શહેરમાં લોકડાઉનનો કડક અમલ થાય તેના માટે 15 મે અને જિલ્લામાં ગણાતા બોપલ-ઘુમા વિસ્તારમાં 17 મે સુધી માત્ર દવા અને દૂધની દુકાન ચાલુ રાખવાની જ પરવાનગી છે, છતાં કેટલાક લોકો દુકાન ખોલી વેચાણ કરતા મળી આવે છે. શીલજ સર્કલ પાસે આવેલી TGB બેકરી ખુલ્લી જોવા મળતા બોપલ પોલીસે દુકાનદાર સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. અમદાવાદ જિલ્લા પોલીસ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે શીલજ સર્કલ પાસે એસકવેર કોમ્પ્લેક્સમાં આવેલી TGB બેકરી ચાલુ છે જેથી બોપલ પોલીસ ઘટનાસ્થળે પોહચી હતી. પોલીસે દુકાનદાર આશિષ જાની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચાંદખેડા વિસ્તારમાં પણ લોકોએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી જાણ કરી હતી કે શાકભાજી કેટલાક વિસ્તારમાં વેચાય છે જેથી પોલીસે બે જગ્યાએ જઇ દુકાનદાર અને લારીવાળા સામે કાર્યવાહી હાથ ધરી હતી.
B B K NEWS
#manishkansara
OWNER 
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો