નર્મદા જિલ્લામાં ફરજ બજાવવા રેડ ઝોનમાંથી આવતા અને અધિકારીઓને પાછા રવાના કરાયા. કોરોના સંક્રમણને રોકવા માટે પોલીસ તંત્ર અને યોગ્ય પગલું.

નર્મદા જિલ્લામાં ફરજ બજાવવા રેડ ઝોનમાંથી આવતા અને અધિકારીઓને પાછા રવાના કરાયા.
 કોરોના સંક્રમણને રોકવા માટે પોલીસ તંત્ર અને યોગ્ય પગલું
Ⓜ️નર્મદા જિલ્લામાં ફરજ બજાવવા રેડ ઝોનમાંથી આવતા અને અધિકારીઓને પાછા રવાના કરાયા.
 કોરોના સંક્રમણને રોકવા માટે પોલીસ તંત્ર અને યોગ્ય પગલું.
 Ⓜ️પોસઇ પાઠકે પોઇચા બ્રિજ ખાતેથી ભલભલા અધિકારીઓને પ્રવેશ ના આપી જિલ્લાની સેવા કરી. 
પરમિશન ન હોવા છતાં નર્મદા જિલ્લાના અમુક અધિકારીઓ વડોદરાથી નર્મદામાં અપડાઉન કરતા હોવાની બુમો ઉઠી.
Ⓜ️ પોતાની કચેરીઓમાં રોફ મારતાએ અધિકારીઓ ને એક પોલીસ અધિકારીએ કાયદાનો બરોબર પાઠ ભણાવ્યો. 
Advertisements 
 રાજપીપળા: કોરોનાવાયરસ ને પગલે લોકડાઉન બનાવી છે કે ગુજરાત સરકારે રાજ્યોના છે તે વિસ્તાર રેડ,  ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વિભાજીત કર્યા છે રેડ ઝોનમાં પ્રવેશ માટે ચોક્કસ કારણ હોય તો જ તંત્ર દ્વારા પરમિશન અપાય છે અને એ વ્યક્તિનું જે તે વિસ્તારમાં મેડિકલ ચેકઅપ કરાવી છે, ત્યારે રેડ ઝોનમાં થી અન્ય ઝોનમાં જિલ્લાની સરહદે ચેકપોસ્ટ અને બ્રિજ પરથી લોકો બેરોકટોક ઘૂસી જાય તે માટે નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. પરમિશન ન હોવા છતાં નર્મદા જિલ્લાના અમુક અધિકારીઓ વડોદરાથી નર્મદામાં અપડાઉન કરતા હોવાની બુમો ઉઠી હતી.

   નર્મદા જિલ્લાનું વાતાવરણ ન બગડે એ માટે જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહના માર્ગદર્શન મુજબ કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા પીએસઆઇ કે.કે.પાઠકને વડોદરા અને નર્મદાને જોડતા પોઇચા બ્રિજ પર બંદોબસ્તમાં ગોઠવ્યા છે. હવે શનિવાર,  રવિવારની રજા હોવાથી સોમવારે અન્ય જિલ્લાના વિવિધ શાખાના અધિકારીઓ નર્મદામાં પોતાની ફરજ પર આવતા હોય છે. જેથી પીએસઆઇ કે. કે. પાઠકે આરટીઓ અધિકારી પી.વી. પટેલ અને એમની ટીમે સોમવારે વહેલી સવારથી જ પોઇચા બ્રિજ પરથી આવતા પરમીશન વગર પ્રવેશ કરતા અન્ય જિલ્લાના ખાનગી બેંકના અધિકારીઓ, ફોરેસ્ટર વિભાગ,  પોલીસ વિભાગ સહિત અન્ય શાખામાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓને અટકાવી ત્યાંથી જ પાછા કર્યા હતા. પોતાની કચેરીઓમાં રોફ મારતા અધિકારીઓને એક પોલીસ અધિકારી દ્વારા  કાયદાનો બરોબર પાઠ ભણાવવામાં આવ્યો હતો. 
રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપળા
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો