નર્મદા જિલ્લાના રાજપીપળાના મુસ્લિમ યુવાનની રમઝાન માસમા પણ ગૈ।માતા પ્રત્યે અનેરી સેવા

નર્મદા જિલ્લાના રાજપીપળાના મુસ્લિમ યુવાનની રમઝાન માસમા પણ ગૈ।માતા પ્રત્યે અનેરી સેવા
Ⓜ️નર્મદા જિલ્લાના રાજપીપળાના મુસ્લિમ યુવાનની રમઝાન માસમા પણ ગૈ।માતા પ્રત્યે અનેરી સેવા

Ⓜ️સીંધીવાડનો યુવાન પોતે તો ઉપવાસ ( રોઝા ) રાખે છે પરંતુ ગૈ।માતાને નિયમિત ખવડાવે છે

Ⓜ️ જીવદયાના ઉત્કૃષ્ટ ઉદાહરણ આજે પણ જોવા મળી રહ્યા છે અને આજ છે આપણું એક ભારત શ્રેષ્ઠ ભારતનું
Advertisements 
     રાજપીપળા: હિંદુ ધર્મમાં ગૈ।માતાને પૂજનીય અને વંદનીય ગણાય છે, સંસ્કૃતિ મુજબ પુજા થાય છે, હાલ કોરોનાના કહેર વચ્ચે અને લોકડાઉન અમલથી અબોલા પશુ પક્ષીઓની સેવા કરવાની અને ખાવાપીવાની ખુબજ મોટી સમસ્યા સામે આવી રહી છે,કેટલાય જીવદયા પ્રેમીઓ જોકે આ બાબતે સમાજમા ખુબજ ચિંતિત અને પશુ પક્ષીઓ માટે ખાવાની વ્યવસ્થા કરતા નજરે પડે છે.
   
    લોકડાઉન અને કોરોનાના કહેર તેમજ કાળઝાળ ગરમીમાં રાજપીપળાના સીંધીવાડ વિસ્તારમાં એક યુવાન નિયમિત પણે દરરોજ ગૈ।માતાને રોટલી ખવડાવતા જોવા મળી રહ્યો છે. 

  લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે રાજપીપળા શહેરમાં ફરતા પશુને ખાવા માટે ફાંફા પડી ગયા છે. રાજપીપલા શહેરનાં માર્ગો પર ઠેર ઠેર પશુઓ જોવા મળે છે. ત્યારે આ પશુઓ હાલ રમજાન મહિનો ચાલતો હોવાથી મુસ્લિમ વિસ્તારોમાં ફરતા જોવા મળે છે.અને સ્વભાવિક પણ છે મનુષ્ય ભલે માનવતા, કરુણા, દયા બધુ ભુલી ગયો હોય  અને કાવાદાવાની માયાજાળમાં ફસાયો હોય પરંતુ પશુ પક્ષીઓ એનાથી પર રહયા છે, પરંતુ આ અબોલ પ્રાણીઓ  રાજપીપળાના સિંધીવાડ ખાતે રહેતા  ઇસતીયાકખાન  પઠાણના ઘરે દરરોજ સાંજે ગૌમાતા રોટલી ખાવા આવે છે. સમય પણ નિર્ધારીત જ છે ત્યારે  આ યુવાન એન.આર.આઈ હોવા છતાં  તેઓ રમઝાન માસ ચાલતો હોવા છતાં પોતે ઉપવાસ (રોઝા )  રાખતાં હોવા છતાં  તેમના ઘરે આવતી ગૌમાતાને 2 રોટલી ખવડાવે છે. પશુ પ્રત્યે અનેરો પ્રેમ  દાખવે છે આ માનવતા ભર્યા અભિગમથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

   આજે સમાજ જયારે સામાજિક તાણાવાણા મા અટવાયેલો છે , ત્યારે  આવા કિસ્સા ખરેખર આપણને એક ભારત શ્રેષ્ઠ ભારત હોવાનું ગૌરવ કરાવે છે.
પ્રતિનિધિ રાજપીપળા: આશિક પઠાણ
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો