ગુજરાતમાં પત્રકારો ઉપર સરકારી તંત્ર દ્વારા થતા અત્યાચારના વિરોધમાં નર્મદા જિલ્લાના પત્રકારોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ
ગુજરાતમાં પત્રકારો ઉપર સરકારી તંત્ર દ્વારા થતા અત્યાચારના વિરોધમાં નર્મદા જિલ્લાના પત્રકારોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
ગુજરાતમાં પત્રકારો ઉપર સરકારી તંત્ર દ્વારા થતા અત્યાચારના વિરોધમાં નર્મદા જિલ્લાના પત્રકારોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુંગુજરાતમાં પત્રકારોને ખોટા ગુનાઓમાં ફસાવવાનું બંધ કરો
ફેશન ઓફ નેશન ન્યુઝ પોર્ટલના પત્રકાર ધવલ પટેલ સામે નોંધેલ કેસ પરત ખેંચવાની મુખ્યમંત્રીને રજુઆત
Advertisements
રાજપીપળા: લોકશાહીની ચોથી જાગીર ગણાતા પત્રકારો ઉપર ગુજરાત સહિત સમગ્ર દેશમાં હુમલા થઇ રહ્યા છે, પોલીસ વિભાગ દ્વારા સરકારના સીધા માર્ગદર્શન હેઠળ ખોટા કેસ કરી પત્રકારોને ફસાવવામાં આવી રહ્યા છે, અભિવ્યક્તિની આઝાદી અને વાણી સ્વતંત્રતાના અધિકારનું હનન થઇ રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લાના પત્રકારોએ પત્રકારોના આરક્ષણ અને ફેશન ઓફ નેશન ન્યુઝ પોર્ટલના પત્રકાર ધવલ પટેલ સામે નોંધેલ રાજદ્રોહનો કેસ પરત ખેંચવાની મુખ્યમંત્રીને રજુઆત સાથેનું આવેદનપત્ર નર્મદા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીને સુપ્રત કર્યું હતું.મુખ્યમંત્રીને ઉદ્દેશી લખાયેલા આવેદનપત્રમાં રાજ્યમાં પત્રકારોની કોઈ સલામતી નથી, પત્રકારો ઉપર હુમલા થવા, તેમના સામે ષડયંત્ર રચી ફસાવવા, પોલીસ વિભાગનું પત્રકારો સાથે અન્યાય દ્વેષ ભાવ યુક્ત વર્તનને વખોડી પત્રકાર સરકાર અને પ્રજાજનો વચ્ચે સેતુનું કામ કરી લોકશાહીના જતન માટે તમામ સ્તરે પોતાનુ યોગદાન આપી રહ્યા છે, ત્યારે પત્રકારોને દાબ-દબાણમાં રાખવા ખોટા કેસ તેમના પર કરાઇ રહ્યા છે. ફેશન ઓફ નેશન ન્યુઝ પોર્ટલના પત્રકાર ધવલ પટેલ દ્વારા તા. 7 મી મેના રોજ લખાયેલા સમાચાર બાબતે દ્વેષભાવ રાખી તેની તા. 11મી ના રોજ અટકાયત કરી છે અને રાજદ્રોહનો ગુનો નોંધેલે છે જે બાબત ખૂબ જ નિંદનીય છે.
એક પત્રકાર ઉપર આ રીતના ગુનો નોંધી સમગ્ર પત્રકાર આલમને બાનમાં લેવાનો, તેમને ભયના ઓથા તળે રાખવાનો આ પ્રયાસ લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારો ઉપર સરકારના પોલીસ વિભાગ દ્વારા આચરાતા અમો તેનો સખ્ત વિરોધ કરીએ છીએ. અમારા મંતવ્ય મુજબ પત્રકાર ધવલ પટેલ સામે નોંધેલ રાજદ્રોહનો ગુનો પત્રકારોના વાણી સ્વતંત્રતા ઉપર તરાપ સમાન હોય અમો નર્મદા જિલ્લાના પત્રકારો આપ શ્રીને આવેદનપત્ર પાઠવી પત્રકાર ધવલ પટેલ સામે નોંધેલ કેસ રાજય સરકારને મળેલ વિશેષ અધિકાર અન્વયે તાત્કાલીક અસરથી પરત ખેંચવામાં આવે અને ધવલ પટેલને ત્વરિત જ જેલમુકત કરાય એવી માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
જે પ્રસંગે પત્રકાર ભરત શાહ, અયાજ આરબ, યોગેશ વસાવા, રાહુલ પટેલ, વિશાલ પાઠક, કનકસિંહ માત્રોજા, જયેશ ગાંધી, પ્રેસ કલબ નર્મદા સેક્રેટરી આશિક પઠાણ સહિત ના ઓ હાજર રહયા હતા.
પ્રતિનિધિ રાજપીપળા: આશિક પઠાણ દ્વારા
B B K NEWS
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment