લોકડાઉનમાં નાંદોદ તાલુકાનાં ગુવાર ખાતે આવેલા રામાનંદ આશ્રમ ખાતે નદીમાં ન્હાવા ગયા, પણ એ સમયે પોલીસ પહોંચી ગઈ

લોકડાઉનમાં નાંદોદ તાલુકાનાં ગુવાર ખાતે આવેલા રામાનંદ આશ્રમ ખાતે નદીમાં ન્હાવા ગયા, પણ એ સમયે પોલીસ પહોંચી ગઈ
લોકડાઉનમાં નાંદોદ તાલુકાનાં ગુવાર ખાતે આવેલા રામાનંદ આશ્રમ ખાતે નદીમાં ન્હાવા ગયા, પણ એ સમયે પોલીસ પહોંચી ગઈ 

લોકો કપડાં હાથમાં પકડી ભાગ્યા 

જો કે પોલીસ બાઇકો અને અન્ય વાહનોનું શુટિંગ કરી નંબર પરથી મેમો ફાડી કાર્યવાહી કરશે
Advertisements 
રાજપીપળા: હાલ લોકડાઉનની સાથે 42 ડિગ્રી ગરમી પણ પડી રહી છે, લો વોલ્ટેજને કારણે ઘરોમાં AC પણ ઉપડતા નથી.જેથી લોકોને બપોરે ઘરમાં રહેવું અઘરું લાગે છે.નર્મદા જિલ્લાના લોકોએ ગરમીથી બચવા નદીમાં ન્હાવા જવાનો કીમિયો શોધી કાઢ્યો.રવિવારે લોકો નાંદોદ તાલુકાના ગુવાર ખાતે આવેલા રામાનંદ આશ્રમ ખાતે નદીમાં ન્હાવા ગયા, પણ એ સમયે પોલીસ વિલન બની ત્યાં પહોંચી ગઈ હતી.
નાંદોદ તાલુકાના ગુવાર ગામે આવેલ રામાનંદ આશ્રમ ગોપાલેશ્વર ઘાટ પર ગરમીથી બચવા લોકો ન્હાવા ગયા અને અચાનક ત્યાં પોલીસ ત્રાટકી હતી.દરમિયાન લોકો કપડાં હાથમાં  પકડી ભાગ્યા હતા, જો કે પોલીસ બાઇકો અને અન્ય વાહનોનું શુટિંગ કરી લીધું હતું, એ નંબર પરથી મેમો ફાડી કાર્યવાહી કરશે.લોકડાઉનની અસરને કારણે નર્મદા નદી સ્વચ્છ થતા શીતળ જળમાં નાહવા માટે લોકો કોરોનાને પણ ભૂલી ગયા હતા.
કોરોનાના કહેરને ભૂલી સરકારની સુચનાઓ અને જાહેરનામાનો ભંગ કરી કેટલાક લોકો લોકડાઉનની અસરને કારણે ઘરમાં કંટાળી રાહતનો અહેસાસ મેળવવા નર્મદા નદીના શીતળ જળમાં ન્હાવા માટે કોરોનાને પણ ભૂલી ગયા અને મસ્તીથી ન્હાવા પડેલા હતા. છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીથી બચવા સાંજ પડે એટલે લોકો ગુવાર ગામના ગોપાલેશ્વર ઘાટ પર ન્હાવા જતા હોવાની પોલીસને બાતમી મળી હતી.અચાનક રવિવારે નર્મદા પોલીસ ઘાટ પર પહોંચી ગઈ ત્યારે ન્હાવા પડેલા લોકોમાં નાસ ભાગ મચી ગઇ હતી, લોકો ભાગી જવામાં સફળ પણ થયા હતા, પણ પોલીસે પણ ત્યાં મૂકેલા વાહનોનું શુટિંગ કરી લીધું હતું અને એ નંબર મુજબ ન્હાવા ગયેલા લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરાશે.આમ આવું હાલ જાહેરમાં સમૂહમાં ન્હાવું પોતાને માટે પણ જોખમી છે.એટલે લોકોએ હજુ જાગૃત થવાની જરૂર છે કે ફરી આવી ભૂલ ના કરે.કોરોનાના કહેરને ભૂલી સરકારની સુચનાઓ અને જાહેર નામના ઉડયા લીરેલીરા ઉડ્યા હતા.કોરોનાથી લોકોને બચાવવા સરકારના અથાગ પ્રયત્નો પરંતુ લોકો જાગરૂકતાનો  અભાવ જોવા મળ્યો  હતો.
તસ્વીર - રીપોર્ટ: જ્યોતિ  જગતાપ, રાજપીપલા
B B K NEWS 
#manishkansara 
OWNER 
Manish Kansara 
6352918965 
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો