કોરોનાવાઈરસ / અમદાવાદથી ફ્લાઇટમાં ગુવાહાટી ગયેલા બે પેસેન્જરનો રિપોર્ટ પોઝિટિવ

કોરોનાવાઈરસ / અમદાવાદથી ફ્લાઇટમાં ગુવાહાટી ગયેલા બે પેસેન્જરનો રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદ: અમદાવાદથી 25 મેના રોજ સ્પાઇસ જેટની ફ્લાઈટમાં દિલ્હી થઈ ગુવાહાટી સુધી મુસાફરી કરનારા બે પેસેન્જરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ આ બંને મુસાફરોની સાથેસાથે પાઇલટ અને ક્રૂ મેમ્બર્સને પણ ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.
Advertisements 
ગુવાહાટી પહોંચ્યા બાદ પેસેન્જરોના કોરોના ટેસ્ટ પોઝિટિવ
  એરલાઈન્સના અધિકારીએ જણાવ્યું કે, આ બંને  પેસેન્જરોએ અમદાવાદથી ફ્લાઇટ એસજી-8194માં અમદાવાદથી દિલ્હી સુધી અને ત્યાંથી કનેક્ટિંગ ફ્લાઈટ એસજી-8152માં ગુવાહાટી સુધી મુસાફરી કરી હતી. ફ્લાઈટ ગુવાહાટી પહોંચ્યા બાદ પેસેન્જરોના કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા તેઓ પોઝિટિવ હોવાની જાણ થઈ હતી. બન્ને પેસેન્જરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને ક્વોરન્ટાઇન કરવાની સાથે ફ્લાઈટના પાઇલટ અને ક્રૂ મેમ્બર્સને પણ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ એર ઇન્ડિયાની દિલ્હીથી લુધિયાનાની ફ્લાઈટમાં અને ઇન્ડિગોની ચેન્નઈથી કોયમ્બતુરની ફ્લાઈટમાં મુસાફરી કરતા પેસેન્જરો પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો